ફિલ્મ ‘કબીર સિંઘ’ની શરમાળ પ્રીતિના કૅરૅક્ટરથી ઓડિયન્સનાં દિલ ધબકાવનારી કિઆરા અડવાણી રિસન્ટલી ફોટોગ્રાફર ડબ્બૂ રત્નાનીના કેલેન્ડર માટે કરવામાં આવેલા બોલ્ડ ફોટોશૂટના કારણે ચર્ચામાં રહી હતી. કિઆરાને પત્રકારોએ પૂછ્યું કે, તમારામાં કોઈ ખામી હતી તો એના જવાબમાં તે કહે છે કે, ‘મારી નબળાઈ એ હતી કે, હું પહેલાં ખૂબ શરમાળ હતી. હું હંમેશાથી એક્ટ્રેસ બનવા ઇચ્છતી હતી, પરંતુ સ્કૂલમાં એટલી બધી શરમાળ હતી કે, કોઈને કહેતી પણ નહોતી કે, મારે એક્ટ્રેસ બનવું છે. ફક્ત મારા પરિવારને ખ્યાલ હતો. કેમ કે, તેઓ મારી નૌટંકી જોતા રહેતા હતા.
હું દરેક વીકેન્ડમાં હિન્દી ફિલ્મ્સ જોતી રહેતી હતી. એ પછી સ્કૂલના છેલ્લાં વર્ષમાં મેં વિચાર્યું કે, હું એક્ટ્રેસ કેવી રીતે બનીશ? કેમ કે, મેં સ્કૂલમાં એક પણ નાટકમાં ભાગ નહોતો લીધો. બસ ત્યારે મેં નક્કી કર્યું કે, હું સ્ટેજ પર પરફોર્મ કરીશ. ત્યારે મેં મારા શરમાળ સ્વભાવને ઓવરકમ કર્યો હતો. બાકી તો હું ખૂબ શરમાળ હતી.’