સોફ્ટબેન્કના સમર્થનવાળા સ્ટાર્ટઅપ ગેમિંગ સોફ્ટવેર બિઝનેસ ઇમ્પ્રોબેબલને 39 મિલિયન પાઉન્ડની ખોટ જતાં ઇમ્પ્રોબેબલે ચેતવણી આપી છે કે તેના ગેમિંગ સોફ્ટવેર બિઝનેસમાં અગાઉના વર્ષની 50 મિલિયન પાઉન્ડની ખોટની સામે મેં માં પૂરા થતાં વર્ષના અંતે ખોટ ઘટીને 39 મિલિયન પાઉન્ડ થવા છતાં સ્વયંને ટકાવી શકે તેવી નફાકારક્તા આવી નથી.
કેમ્બ્રિજ યુનિવર્સિટીના અલ્મનસ હર્મન નરૂલાએ 2012માં લંડનમાં શરૂ કરેલા સ્ટાર્ટઅપ દ્વારા વિકસાવાતા સોફ્ટવેર સ્પેટિયાઅોએસની ટેકનોલોજીથી ગેમ ડેવલોપરો વીડિયો ગેમ માટેનું વિશાળ અોનલાઇન વર્લ્ડ ઉભુ કરતાં હોય છે.
તથા સંરક્ષણ ક્ષેત્રમાટે ટ્રેનિંગ અને વોરગેમ સિમ્પુલેશન ટેકનોલોજી પણ શક્ય બની છે.
2017માં જાપાનીઝ ટેકનોલોજી જાયન્ટ સોફ્ટબેન્કના નેતૃત્વમાં બ્રિટીશ સ્ટાર્ટઅપ રોકાણકારો પાસેથી 390 મિલિયન પાઉન્ડ (500 પાઇન્ડ) મેળવ્યા બાદ 2018માં નેટીસ પાસે 50 મિલિયન ડોલર મેળવતા ઇમ્પ્રોબેબલ 2 બિલિયન ડોલરની કંપની બની હતી.
ઇમ્પ્રોબેબલના પ્રવક્તાએ જણાવ્યું હતું કે 2018-19ના હિસાબો દર્શાવે છે કે કંપનીના કર્મચારીગણમાં 48 ટકા વધારો થયો છે.
લંડનમાં કંપનીની અોફિસ વધુ મોટી થવા ઉપરાંત કંપનીએ કેનેડા અને ચીનમાં વેપાર વધારતા અોપરેટીંગ ખર્ચાઅો અનહદ વધ્યા છે સ્ટાર્ટઅપના સ્થાપક નરૂલા કે જેઅો ગત વર્ષે ટેલિગ્રાફના ટેક-100માં સ્થાન પામ્યા હતા તેમણે જણાવ્યું હતું કે પાંચ વર્ષ પૂર્વે હતા તેના કરતા એકાદ બિલિયન વધારે લોકો વીડિયો ગેમ્સ રમતા થતા હોવાના સંજોગોમાં તેની આર્થિક અસર વધુ રહેવાની. આજના બાળકની પહેલા ડોલરની કમાણી કદાચ ગેમ્સ થકી હોઇ શકે.