Vol. 3 No. 194 About   |   Contact   |   Advertise 02nd April 2020


‘ ’
 
 
  news :       ગરવી ગુજરાત વિશેષ
વિદેશમાં ફસાયેલાને પરત લાવવા યુકે સરકારની યોજના

વિદેશમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને પરત લાવવા સરકારે £75 મિલિયનના ખર્ચે એરલાઇન્સ ઉદ્યોગ સાથે ભાગીદારી કરી છે. આ સમાચારને પગલે નવેમ્બરથી માર્ચ દરમિયાન ભારત ગયેલા અને ભારતમાં લોકડાઉન દરમિયાન ફસાઇ ગયેલા હજ્જારો ભારતીય બ્રિટિશર્સ, ખાસ કરીને ગુજરાતી પરિવારો, વૃદ્ધોને અને બ્રિટિશ ટુરીસ્ટોને રાહત થશે અને તેઓ પોતાના યુકે પાછા આવી શકશે. આ સપ્તાહના અંતમાં અને તે પછી સતત અગ્રતા ધરાવતા દેશોમાંથી ચાર્ટર્ડ ફ્લાઇટ્સ દ્વારા ફસાયેલા લોકોને પરત લાવવામાં આવશે.
Read More...
યુકેમાં એક જ દિવસમાં 390ના મોત
યુકેમાં કોરોના વાઈરસના કારણે હોસ્પિટલમાં થતાં મૃત્યુનાં આંકમાં સતત ત્રણ દિવસના ઘટાડા પછી મંગળવારે (31 માર્ચ) કોરોના વાઈરસે પોતાનુ કાળ સ્વરૂપ બતાવ્યું હતું. મંગળવારે એક જ દિવસમાં 390 લોકોના મોત થતાં બ્રિટનના રહેવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા છે. મંગળવારે બપોરે આ અહેવાલ લખાય છે ત્યારે છેલ્લા 24 કલાકમાં 390 લોકોના મૃત્યુ થયા હતા અને કુલ મૃત્યુઆંક 1798 થયો છે.
Read More...
લોકડાઉનનો અંત અનિશ્ચિતઃ સર વેલેન્સ
યુકે સરકારના મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર સર પેટ્રિક વેલેન્સે સોમવારે કહ્યું દેશમાં કોરોના વાઈરસના રોગચાળાના પગલે જાહેર કરાયેલા લોકડાઉનનો અંત ક્યારે આવશે, તે વિષે સરકાર લોકોને કઈં કહી શકે તેમ નથી, કારણ કે સરકારને જ તે વિષે કોઈ અંદાજ નથી. ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે રોજીંદી પ્રેસ કોન્ફરન્સમાં બોલતા સર વેલેન્સે કહ્યું હતું
Read More...
અમેરિકામાં લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવાયું
પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે જાહેર આરોગ્યના નિષ્ણાતોના અભિપ્રાય, સલાહને માન આપી કોરોના વાઈરસનો રોગચાળો નિયંત્રણમાં લેવા માટે દેશમાં સ્વૈચ્છિક લોકડાઉન 30 એપ્રિલ સુધી લંબાવ્યું છે. નિષ્ણાતોએ ગંભીર ચેતવણી આપી હતી કે, કોરોના સામેના જંગમાં પુરતા પ્રયાસો નહીં કરાય તો અમેરિકામાં રોગચાળાનો મૃત્યુઆંક 100,000થી પણ વધુ થઈ શકે છે.
Read More...
અમેરિકામાં કોરોનાના કેસો 100,000નો આંક વટાવી ગયા
અમેરિકાની જ્હોન્સ હોપક્ધિસ યુનિવર્સિટીએ શુક્રવારે ટ્રેકરના માધ્યમથી બતાવ્યુ હતું કે અમેરિકામાં કોરોનાવાયરસ ના કેસો એક લાખથી વધી ગયા છે. અમેરિકામાં હાલમાં કોરોનાના કુલ ૧,૦૦,૭૧૭ કેસ છે અને ૧૫૪૪ લોકોના મૃત્યુ નોંધાયા છે.અમેરિકામાં કરોનાના કુલ કેસના અડધા કેસો ન્યૂયોર્કમાં નોંધાયા છે. અને કરોનાના કેસોનો મૃત્યુદર ૧.૫ ટકા છે Read More...
ભારતમાં 21 દિવસનું લોકડાઉન
ભારતમાં દુનિયાના સૌથી મોટા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રાત્રે ૮ કલાકે પ્રજાજોગ સંબોધનમાં આગામી ૨૧ દિવસ માટે સંપૂર્ણ લોકડાઉનની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે, મંગળવારે રાત્રે ૧૨ કલાકથી જ લોકડાઉન લાગુ થઈ જશે. આ એક પ્રકારનો કરફ્યૂ જ છે.
Read More...
કોરોના સામેની લડાઇમાં ટ્રમ્પ અર્થતંત્રનો ભોગ આપવા તૈયાર નથી
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે તેઓ કોરોના વાઈરસના પ્રકોપનો સામનો કરવા માટે તેમના મેડિકલ સલાહકારો (ડોક્ટરો)ના ઉકેલનું સંપૂર્ણપણે પાલન કરશે નહીં. તેમણે કહ્યું કે આ પ્રકારના પગલાંથી દેશના આૃર્થતંત્ર પર જબરજસ્ત અસર પડશે. પ્રમુખ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘ડોક્ટરો પર બધું છોડી દેવામાં આવે તો તેઓ કહેશે કે ચાલો બધું જ બંધ કરી દઈએ.
Read More...
કોરોનાના રોગચાળાના કારણે યુકેથી પાછા નહીં ફરી શકેલા વિદેશીઓના વીસા એક્સટેન્ડ કરાશે
યુકે આવેલા અને કોરોના વાઈરસના રોગચાળાના પરિણામે જાહેર થયેલા પ્રતિબંધોના કારણે પાછા નહીં જઈ શકેલા વિદેશી નાગરિકોના વીસાની મુદત યુકે સરકાર લંબાવી આપશે.હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે મંગળવારે (24 માર્ચ) આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, 24 જાન્યુઆરી પછી જે પણ વિદેશીઓના વીસાની મુદત પુરી થઈ છે
Read More...
હેરી અને મેઘન મર્કલની તેમનો સુરક્ષા ખર્ચ અમેરિકા ભોગવે તેવી અપેક્ષા પણ નથી
બ્રિટનના પ્રિન્સ હેરી અને તેમના પત્ની મેઘન મર્કલે રવિવારના અખબારી અહેવાલોનો પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, અમેરિકા સરકાર તેમનો સુરક્ષા ખર્ચ ભોગેવ તેવી એમની અપેક્ષા પણ નથી અને તેઓએ પોતાની રીતે પોતાના માટે ખાનગી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી પણ લીધી છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે જણાવ્યું છે
Read More...
ભારતમાં લોકડાઉનના પગલે કોલ સેન્ટર્સ બંધ થતાં યુકેમાં બેંકમાં કામનું ભારણ વધ્યું
ભારતમાં અચાનક પ્રોસેસિંગ અને કોલ સેન્ટર્સ બંધ થતાં તેમ જ બ્રિટનમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ બિમાર હોવાથી બેંકમાં ગ્રાહકોની પૂછપરછનું પ્રમાણ ખૂબ જ વધી જતાં એ સમસ્યારૂપ બની ગયું છે. ગત સપ્તાહે કોરોનાના પ્રકોપમાં સરકારે બિઝનેસીઝને મદદ કરવા નવી લોન સ્કીમ જાહેર કરી
Read More...
લોકો ઘણી વખત જાણવા માંગે છે કે શું હિંસા એ માનવ માટે સહજ છે?
પ્આ પ્રશ્નનો ઉત્તર તે છે કે તમે હિંસા એ અહિંસા માટે સક્ષમ છો પરંતુ હિંસા તમારામાં નથી. હિંસા એ તમારી બહારના કશાકનો પ્રત્યાઘાત છે. જો તમે આ વાત જાણતા હો તો ગમે તે ઘડીએ તમને જેની જરૂર લાગે તે કરતા હો છો. આવી સંસ્કૃતિ કે પરંપરા મરણાધીનતા નહીં પરંતુ જાગૃતપણા ઉપર લદાયેલી છે.
Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business

ઇએમઆઇની ચૂકવણી ત્રણ મહિના મોકુફ રાખવા બેન્કોને પરવાનગી

ઘાતકી કોરોના વાઇરસ સામેના જંગમાં આર્થિક પડકારો સામે યુદ્ધ જાહેર કરતાં ભારતીય રિઝર્વ બેન્કે રિટેલ લોનધારકો પર ઇએમઆઇ ચૂકવવાનું દબાણ ઓછું કરતાં શુક્રવારે રેપો વ્યાજદરોમાં ૭૫ બેઝિસ પોઇન્ટ સુધીનો ઘટાડો કરતાં તમામ પ્રકારની ટર્મ લોનના ઇએમઆઇની ચુકવણી ૩ મહિના સુધી મોકૂફ રાખવાની ધિરાણકર્તા સંસ્થાઓને પરવાનગી આપી દીધી છે. તેનો અર્થ એ થયો કે એપ્રિલ મહિનાથી ૩ મહિના સુધી હોમલોન, પર્સનલ લોન, ઓટો લોન સહિતની ટર્મ લોનના ઇએમઆઇ નહીં ચૂકવવા પર કોઈ પ્રકારના દંડાત્મક પગલાં લેવાશે નહીં.આરબીઆઇના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે, તમામ કોમર્શિયલ બેન્ક, પ્રાદેશિક ગ્રામીણ બેન્ક, નાની ફાઇનાન્સ બેન્ક, સહકારી બેન્ક અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઓને ૧ માર્ચ ૨૦૨૦ના રોજ બાકી હોય તેવી તમામ પ્રકારની ટર્મ લોનના ઇએમઆઇની ચુકવણી મોકૂફ રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
Read More...

ભારતમાં સામાન્ય લોકો, વેપારીઓ માટે રાહતો જાહેર
સમગ્ર દેશ કોરોના વાઇરસ સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા સામાન્ય લોકો, વેપારીઓ, ઉદ્યોગોને આ સંકટમાંથી બહાર આવવા માટે રાહતોની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રાહતના ડોઝની જાહેરાત કરવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં તેમણે જણાવ્યું કે, ઉદ્યોગો માટે ટૂંક સમયમાં જ રાહત પેકેજ જારી કરવામાં આવશે. તે ઉપરાંત આગામી ત્રણ મહિના સુધી લોકોને કોઈપણ એટીએમમાંથી રોકડ રકમ કાઢવા દેવામાં આવશે.
Read More...

કોરોનાઃ ભારતે ઈન્ટરનેશનલ ફલાઈટ્સ ઉપરનો પ્રતિબંધ 14 એપ્રિલ સુધી લંબાવ્યો
ભારત સરકારે કોરોના વાઈરસના રોગચાળા સામેના જંગના એક ભાગરૂપે ઈન્ટરનેશનલ ફલાઈટ્સ ઉપરનો પ્રતિબંધ 14 એપ્રિલ સુધી લંબાવ્યો છે. સંપૂર્ણ ભારતમાં પણ 14 એપ્રિલ સુધીનું લોકડાઉન અમલમાં છે. સરકારે ગુરૂવારે (26 માર્ચ) કરેલી જાહેરાત મુજબ ગયા સપ્તાહે ઈન્ટરનેશનલ ફલાઈટ્સ ઉપર એક સપ્તાહનો પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, તે હવે વધુ બે સપ્તાહ લંબાવાયો છે.
Read More...
  Entertainment

અમિતાભ અને કેટરિના પિતા-પુત્રીના પાત્રમાં દેખાશે

અમિતાભ બચ્ચન અને કેટરિના કૈફ આગામી સમયમાં રૂપેરી પડદે પિતા પુત્રીની ભૂમિકામાં જોવા મળે તેવી શક્યતા છે. વિકાસ બહલની આ ફિલ્મમાં કેટરિનાને સાઇન કરવામાં આવી છે જ્યારે અમિતાભ બચ્ચનને આ ફિલ્મની ઓફર કરી છે. આ એક કોમેડી વિષયક ફિલ્મ હશે. જેની સ્ક્રિપટ વાંચતા જ કેટરિનાને પસંદ પડી ગઇ જ્યારે અમિતાભ બચ્ચનનું કેટરિનાના પિતાના પાત્ર માટે વિચારવામાં આવી રહ્યું છે અને તેમને આ ફિલ્મની ઓફર કરવામાં આવી છે.આ ફિલ્મ એક અંતિમ સંસ્કારની આસપાસ ઘૂમશે. ફિલ્મનું નામ ડેડલી રાખવામાં આવ્યું છે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, કેટરિનાને ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચતા જ પસંદ પડી ગઇ હતી અને તેણે તરત જ આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી. ફિલ્મની વાર્તાનું મુખ્ય પાત્ર આત્મખોજ કરે છે જેમાં હાસ્યનો તડકો જોવા મળશે.
Read More...

ઇન્દ્ર કુમારની કોમેડી ફિલ્મ ‘થેન્ક ગોડ’માં અજય દેવગણ, રકૂલ પ્રીત દેખાશે
અજય દેવગણની આગામી ફિલ્મની સ્ટારકાસ્ટ ફાઇનલ થઇ ગઈ છે. ‘થેન્ક ગોડ’ ફિલ્મમાં અજય દેવગણની સાથે રકૂલ પ્રીત સિંહ ફરીવાર સાથે દેખાશે. તેઓ અગાઉ ‘દે દે પ્યાર દે’ ફિલ્મમાં દેખાયા હતા. આ ફિલ્મમાં તેમની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લીડ રોલમાં છે. આ કોમેડી ફિલ્મને ઇન્દ્ર કુમાર ડિરેક્ટ કરવાના છે.‘ટોટલ ધમાલ’ બાદ ફરી અજય દેવગણ અને ડિરેક્ટર ઇન્દ્ર કુમાર ‘થેન્ક ગોડ’ ફિલ્મમાં સાથે કામ કરશે.આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઇન્દ્ર કુમાર ઘણા વર્ષોથી કામ કરી રહ્યા હતા. અગાઉ આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ મહિનામાં શરૂ થવાનું હતું પણ કોરોના વાઇરસ મહામારીને કારણે હવે બધું પોસ્ટપોન થયું છે.જો બધું બરાબર રહ્યું તો મેકર્સ 2021માં સમરમાં ફિલ્મ રિલીઝ કરી શકે છે.‘થેન્ક ગોડ’ ફિલ્મનું અનાઉન્સમેન્ટ 2019માં ડિસેમ્બર મહિનામાં થયું હતું. આ ફિલ્મને અજય દેવગણ અને ટી સિરીઝ સાથે મળીને પ્રોડ્યૂસ કરવાના છે.
Read More...

છેલ્લા બે વર્ષમા રણબીરની એક પણ ફિલ્મ રીલિઝ નહીં થતાં કેરિયર જોખમમાં
રણબીર કપૂરની છેલ્લે સંજુ ફિલ્મ રિલીઝ થઇ હતી, જેની સફળતાથી તેણે સ્ટારડમ મેળવ્યું હતું. પરંતુ આ બાદ તેની એક પણ ફિલ્મ રિલીઝ નથી થઇ. તેણે ધર્મા પ્રોડકશનની બ્રહ્માશ્ત્રનું શૂટિંગ પુરુ કર્યું છે. પરંતુ તેની ફિલ્મ રિલીઝ લંબાઇ રહી છે. પરિણામે તેની કારકિર્દી જોખમાય તેવી શક્યતા ઊદભવી છે. ફિલ્મ બ્રહ્માશ્ત્ર સુપરહીરો યૂનિવર્સની વાર્તા પર આધારિત છે. ફિલ્મ રિલીઝની તારીખમાં શરૂઆતથી જ અડચણો આવે છે. હવે કરોના વાયરસને કારણે કામ થંભી જતા ફરી બ્રહ્મશાસ્ત્રની રિલીઝ ડેટમાં ફેરફારકરવામાં આવ્યો છે.સોશિયલ મીડિયાના પોર્ટલના અનુસાર, હજી પણ આ ફિલ્મનું ફાઇનલ શેડયુલ પેન્ડિંગ છે. જેમાં અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને નાગાર્જુને શૂટિંગ કરવાનું છે. ફિલ્મની તારીખ ૪ ડિસેમ્બર ૨૦૨૦ની નક્કી કરવામાં આવી છે,
Read More...

 
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]