અજય દેવગણની આગામી ફિલ્મની સ્ટારકાસ્ટ ફાઇનલ થઇ ગઈ છે. ‘થેન્ક ગોડ’ ફિલ્મમાં અજય દેવગણની સાથે રકૂલ પ્રીત સિંહ ફરીવાર સાથે દેખાશે. તેઓ અગાઉ ‘દે દે પ્યાર દે’ ફિલ્મમાં દેખાયા હતા.
આ ફિલ્મમાં તેમની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા પણ લીડ રોલમાં છે. આ કોમેડી ફિલ્મને ઇન્દ્ર કુમાર ડિરેક્ટ કરવાના છે.‘ટોટલ ધમાલ’ બાદ ફરી અજય દેવગણ અને ડિરેક્ટર ઇન્દ્ર કુમાર ‘થેન્ક ગોડ’ ફિલ્મમાં સાથે કામ કરશે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઇન્દ્ર કુમાર ઘણા વર્ષોથી કામ કરી રહ્યા હતા. અગાઉ આ ફિલ્મનું શૂટિંગ એપ્રિલ મહિનામાં શરૂ થવાનું હતું પણ કોરોના વાઇરસ મહામારીને કારણે હવે બધું પોસ્ટપોન થયું છે.
જો બધું બરાબર રહ્યું તો મેકર્સ 2021માં સમરમાં ફિલ્મ રિલીઝ કરી શકે છે.‘થેન્ક ગોડ’ ફિલ્મનું અનાઉન્સમેન્ટ 2019માં ડિસેમ્બર મહિનામાં થયું હતું. આ ફિલ્મને અજય દેવગણ અને ટી સિરીઝ સાથે મળીને પ્રોડ્યૂસ કરવાના છે.