અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે તેઓ કોરોના વાઈરસના પ્રકોપનો સામનો કરવા માટે તેમના મેડિકલ સલાહકારો (ડોક્ટરો)ના ઉકેલનું સંપૂર્ણપણે પાલન કરશે નહીં.
તેમણે કહ્યું કે આ પ્રકારના પગલાંથી દેશના આૃર્થતંત્ર પર જબરજસ્ત અસર પડશે. પ્રમુખ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘ડોક્ટરો પર બધું છોડી દેવામાં આવે તો તેઓ કહેશે કે ચાલો બધું જ બંધ કરી દઈએ. તેઓ કહી શકે છે કે ચાલો આખી દુનિયા બંધ કરી દઈએ, કારણ કે લગભગ 150 દેશોમાં કોરોના વાઈરસ ફેલાયેલો છે.’
ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, જો અમે આ રીતે આખો દેશ બંધ કરી દઈએ તો તે અદ્ભૂત હશે. તો ચાલો, દેશને કેટલાક વર્ષો માટે બંધ કરી દઈએ. પરંતુ તમે જાણો છો કે અમે તેમ કરી શકીએ નહીં. ખાસ કરીને એવા કોઈ દેશમાં આ કરી શકાય તેમ નથી, જે દુનિયામાં નંબર-1 આૃર્થતંત્ર છે. તમે આવું કરી જ ન શકો. કોરોના વાઈરસ અંગે સલામતીના દિશાનિર્દેશોને હળવા કરવા અંગે પૂછવામાં આવેલા એક સવાલના જવાબમાં ટ્રમ્પે આમ જણાવ્યું હતું.
અગાઉ ટ્રમ્પે જણાવ્યું હતું કે તેમનું તંત્ર કોવિડ-19 માટે લોકડાઉનની મંજૂરી આપશે નહીં, કારણ કે આ ઉકેલ મૂળ સમસ્યા કરતાં વધુ મોટી સમસ્યા બની શકે છે. ટ્રમ્પે અગાઉ એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, અમે 15 દિવસની અંદર આપબળે સાબિત કરી શકીએ છી એકે અમે અમારા જીવનને ખતમ કરવા માટે શું ઈચ્છીએ છીએ. અમે લોકડાઉનની સરખામણીમાં ઉકેલને જ વધુ મોટી સમસ્યા બનવા દઈ શકીએ નહીં.
લોકડાઉન અંગે પોતાની ટ્વીટનો બચાવ કરતાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું, ‘કારણ કે આ કરફ્યુ અસલ સમસ્યાની સરખામણીમાં મોટી સમસ્યાઓનું કારણ બની શકે છે, તેથી મેં સમાધાનને સમસ્યાથી વધુ ખરાબ થવા અંગે વાત કરી છે. અમે સિૃથતિને વધુ બગાડીને સમાધાન શોધી શકીએ નહીં. તાજેતરના ભૂતકાળમાં અમે સારૂં કામ કર્યું છે, કારણ કે આ બે સપ્તાહનો સમય સારો રહ્યો છે.’
સરકારના શરૂઆતના દિશાનિર્દેશોની 15 દિવસની મુદત આગામી સપ્તાહે પૂરી થઈ રહી છે. ત્યાર પછી ટ્રમ્પ વધુ તકેદારીના પગલાં ઉઠાવવાની યોજના ઘડી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે એકબાજુ અમેરિકામાં કોરોના સામેની લડતમાં ડોક્ટરો તેમનું કામ કરશે અને બીજીબાજુ દેશના બીજા નાગરિકો આૃર્થતંત્રને ગતિશીલ રાખવા તેમનું કામ કરશે.
ટ્રમ્પે ઉમેર્યું હતું કે, હું એમ નથી કહી રહ્યો કે આ સમસ્યા તુરંત ખતમ થઈ જશે. તમે જાણો છો, અમારી પાસે હજી સાત દિવસ છે. હું એમ નથી કહેતો કે આ દરમિયાન સમસ્યા એકદમ ખતમ થઈ જશે, પરંતુ હું એમ જરૂર કહું છું કે આ શીખવાની એક મોટી પ્રક્રિયા સમાન છે. આ પ્રક્રિયા ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. પ્રમુખ ટ્રમ્પે કોરોનાથી અત્યંત ખરાબ રીતે અસરગ્રસ્ત રાજ્યો ન્યૂયોર્ક, કેલિફોર્નિયા, વોશિંગ્ટન અને ઈલોનોઈસ અંગે વાત કરતાં એક નિવેદનમાં આમ જણાવ્યું હતું.