અમિતાભ બચ્ચન અને કેટરિના કૈફ આગામી સમયમાં રૂપેરી પડદે પિતા પુત્રીની ભૂમિકામાં જોવા મળે તેવી શક્યતા છે. વિકાસ બહલની આ ફિલ્મમાં કેટરિનાને સાઇન કરવામાં આવી છે જ્યારે અમિતાભ બચ્ચનને આ ફિલ્મની ઓફર કરી છે. આ એક કોમેડી વિષયક ફિલ્મ હશે. જેની સ્ક્રિપટ વાંચતા જ કેટરિનાને પસંદ પડી ગઇ જ્યારે અમિતાભ બચ્ચનનું કેટરિનાના પિતાના પાત્ર માટે વિચારવામાં આવી રહ્યું છે અને તેમને આ ફિલ્મની ઓફર કરવામાં આવી છે.આ ફિલ્મ એક અંતિમ સંસ્કારની આસપાસ ઘૂમશે. ફિલ્મનું નામ ડેડલી રાખવામાં આવ્યું છે.

ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, કેટરિનાને ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચતા જ પસંદ પડી ગઇ હતી અને તેણે તરત જ આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી હતી. ફિલ્મની વાર્તાનું મુખ્ય પાત્ર આત્મખોજ કરે છે જેમાં હાસ્યનો તડકો જોવા મળશે. કેટરિના લાંબા સમયથી એક નવા જોનરની તલાશમાં હોવાથી તેણે આ ફિલ્મમાં કામ કરવાની તૈયારી દર્શાવી છે. અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં કામ કરવાની તૈયારી દર્શાવે પછી જ ફિલ્મની સત્વાર ઘોષણા કરવામાં આવશે.અમિતાભ બચ્ચન અને દીપિકા પદુકોણ પિતા-પુત્રીના પાત્રમાં જોવા મળ્યા છે. તેમજ તેમની કેમેસ્ટ્રી પણ લોકોને પસંદ પડી હતી.