Vol. 1 No. 08 About   |   Contact   |   Advertise 29th April 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 



  UK News
વંશીય લઘુમતીના મૃત્યુ માટે ઝડપથી પગલા લેવા ટોચની તબીબી સંસ્થાઓની માંગ

સાઉથ એશિયન મૂળના અસંખ્ય દર્દીઓ, ડોકટરો, નર્સો અને કેરર લોકોના મૃત્યુનો દર વધી રહ્યો છે ત્યારે કોવિડ-19થી વધતી જતી જાનહાનીથી બચવા સરકારને તાત્કાલિક કાર્યવાહી કરવા અને તેની તાકીદે તપાસ કરવા માટે અડધો ડઝનથી વધુ ટોચની તબીબી સંસ્થાઓ અને સીનીયર્ર ડોક્ટરોએ માંગ કરી છે. ઘણા લોકોને ડર છે કે મિનીસ્ટર્સ વંશીય લઘુમતીઓને અસર કરતી આ કટોકટીના કદને પારખવામાં ગંભીર ગેરસમજ કરી રહ્યા છે અને આ ‘જીવન અને મરણનો સવાલ છે’. વાયરસથી મૃત્યુ પામેલા એનએચએસ સ્ટાફના ત્રીજાભાગના લોકો વંશીય લઘુમતી જૂથોના છે
Read More...
ભારતીય મેડિક્સને કોવિડ-19નુ ઉચ્ચ જોખમ: સર્વે
ભારતીય અને એથનિક માઇનોરીટીના ડોક્ટર્સ અને હેલ્થકેર પ્રોફેશનલ્સને યુકેમાં જીવલેણ કોરોનાવાયરસનું જોખમ સૌથી વધારે છે એમ સૌ પ્રથમ સર્વેમાં બહાર આવ્યુ છે. બ્રિટિશ એસોસિએશન ઑફ ફિઝિશ્યન્સ ઑફ ઈન્ડિયન ઓરિજિન (બાપિઓ)ના રિસર્ચ એન્ડ ઇનોવેશન ફોરમે હેલ્થ કેર પ્રોફેશનલ્સમાં જોખમી પરિબળો અને ઉભરતી ચિંતાઓ નક્કી કરવા માટે તા. 14થી 21 એપ્રિલ દરમિયાન એક સપ્તાહ લાંબો ઑનલાઇન સર્વે હાથ ધર્યો હતો.

Read More...
ઇલફર્ડમાં તામિલ યુવાને માસુમ પુત્રી અને પુત્રની હત્યા કરી આત્મહત્યા કરવા પ્રયાસ કર્યો
રવિવારે સાંજે ઇસ્ટ લંડનના ઇલ્ફર્ડમાં રહેતા નિથીન કુમાર નામના શોપ વર્કરે દુકાનની ઉપર આવેલા એક ફ્લેટમાં 1 વર્ષની દિકરી અને 3 વર્ષના દિકરાની છરીના વાર કરી હત્યા કર્યા બાદ જાતે ચાકુ મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જેને પોલીસ રક્ષણ હેઠળ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો હતો. દંપતીની પુત્રીનું ઘરે જ મોત નીપજ્યું હતુ જ્યારે પુત્રનુ મોટા ટ્રોમા સેન્ટરમાં નિધન થયુ હતુ.
Read More...
2023 સુધી અર્થતંત્ર નહીં સુધરે: નિષ્ણાતોની આગાહી
બ્રિટનની અર્થવ્યવસ્થા એક ઉંડી અને ટૂંકી મંદીનો ભોગ બનશે અને 2019ના સ્તરે પાછા આવવામાં તેને ત્રણ વર્ષનો સમય લાગશે એમ એક અહેવાલમાં જણાવાયું છે. ઇવાય આઈટમ ક્લબના જણાવ્યા અનુસાર ‘’આ વર્ષે આર્થિક વૃદ્ધિ દરમાં 6.8 ટકાનો ઘટાડો થઈ શકે છે. જો કે લોકડાઉન હટાવ્યા પછી વ્યવસાયિક પ્રવૃત્તિ થવાની શરૂઆત થશે, પરંતુ અર્થતંત્ર 2023 સુધી સુધરશે નહિ.
Read More...
  international news
વિશ્વભરમાં કોરોનાના 31.38 લાખ કેસ, અત્યાર સુધીમાં 2.18 લાખ લોકોનાં મોત
વિશ્વભરમાં કોરોનાના 31.38 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.18 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 9.56 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 382 લોકોના મોત થયા છે. ઈટાલીમાં પોઝિટિવ કેસની સંખ્યા બે લાખથી વધારે છે. અહીં 27 હજાર 359 લોકોના મોત થયા છે. ઈટાલીમાં 69 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં પોઝિટિવ કેસ 10 લાખ 35 હજાર 765 નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં 59 હજાર 266 લોકોએ જીવ ગુમાવ્યા છે.
Read More...
અમેરિકામાં H-1B વિઝા પર રહેતા હજારો ભારતીયોની મુસિબત વધવાના એંધાણ
અમેરિકામાં એચ વન બી વિઝા પર રહેતા બે લાખ જેટલા ભારતીયોની મુશ્કેલીઓ આગામી દિવસોમાં વધી શકે છે. અમેરિકા આ વિઝા સ્પેશ્યલાઈઝડ સ્કિલ ધરાવતા અન્ય દેશના લોકોને આપે છે.જે અમેરિકામાં રહીને કામ કરી શકે છે. હાલમાં લાખો ભારતીયો આ વિઝા પર હાલમાં અમેરિકામાં રહે છે.જોકે કોરોનાના કારણે જ્યારે કરોડો અમેરિકનો નોકરી ગુમાવી ચુક્યા છે ત્યારે આ વિઝા પર નોકરી કરતા ભારતીયોની હાલત પણ સારી નથી. તેમાંના ઘણાને વગર સેલેરીએ રજા પર મોકલી દેવાયા છે.ઘણા તો માર્ચ મહિનાના બીજા સપ્તાહથી જ રજા પર ઉતારી દેવાયા છે.જો આ સ્થિતિ ચાલુ રહી તો જુન મહિના સુધીમાં હજારો ભારતીયો અમેરિકામાં રહેવાની પાત્રતા ગુમાવી દેશે.
Read More...
થોડા દિવસ સુધી ફોલો કર્યા બાદ વ્હાઈટ હાઉસે વડાપ્રધાન મોદીને અનફોલો કર્યા
કોરોના વાયરસ સંકટની વચ્ચે ભારત સરકારના ટ્વિટર હેન્ડલને લઈને અમેરિકાનું વલણ બદલાયુ છે. વ્હાઈટ હાઉસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વડાપ્રધાન કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન સહિત ભારતના કુલ છ ટ્વિટર હેન્ડલને અચાનક અનફોલો કરી દીધા છે. ભારત દ્વારા હાઈડ્રોક્સીક્લોરોક્વીન આપવાના નિર્ણય બાદ 10 એપ્રિલે વ્હાઈટ હાઉસના ટ્વિટર હેન્ડલે વડાપ્રધાન મોદી અને ભારતના કેટલાક ટ્વિટર હેન્ડલને ફોલો કર્યા હતા. અમેરિકા અન્ય કોઈ દેશો અથવા દેશોના નેતાઓના ટ્વિટર હેન્ડલને ફોલો કરતું નથી. પરંતુ અપવાદ રૂપે ભારતના હેન્ડલ્સને ફોલો કર્યું હતું.
Read More...
 


THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

ભારતમાં અત્યાર સુધીમાં 31,587 કેસ, કુલ મૃત્યુઆંક 1010 થયો

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 હજાર 587 થઈ ગઈ છે. બુધવારે પશ્વિમ બંગાળમાં 28, રાજસ્થાનમાં 19 અને ઓરિસ્સામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા મંગળવારે કોરોના સંક્રમણના એક દિવસમાં સૌથી વધારે 1902 કેસ આવ્યા હતા. અત્યાર સુધી 7747 દર્દી એટલે કે લગભગ 25% દર્દી સાજા થયા છે.
Read More...

પ્લાઝમા થેરેપીથી કોરોનાની સારવાર શક્ય છે તેવા દાવા પાયા વિહોણાઃ આરોગ્ય મંત્રાલય
ICMRએ ટ્વીટ કરીને કહ્યું કે, અત્યારે કોરોના વાયરસ માટે કોઈ ચોક્કસ ઉપચાર શોધવામાં આવ્યો નથી. આ જીવલેણ વાયરસને ડામવા માટે Convalescent plasmaએ ડોક્ટર્સ અને વિજ્ઞાનીઓ દ્વારા શોધાઈ રહેલા ઉપચારોમાંથી એક છે. જોકે, નિયમિત ચિકિત્સા માટે તેનો ઉપયોગ કરી શકાય તેવું કોઈ મજબૂત કારણ નથી મળી શક્યું. ICMRએ પોતાના અન્ય એક ટ્વીટમાં કહ્યું કે Convalescent plasma થેરેપીની એન્ટીબોડી ટિટર પરીક્ષણની જેમ જ પોતાના તરફથી કેટલીક ટેક્નીકલ ચેલેન્જ છે.
Read More...

ભારત સરકારે એર ઈન્ડિયાની હરાજી માટે બિડની સમય મર્યાદા વધુ 2 મહિના લંબાવી
સરકારે એર ઈન્ડિયા માટે બિડની સમય મર્યાદા બે મહિના લંબાવીને 30 જૂન નક્કી કરી છે.કોવિડ-19ને લીધે વૈશ્વિકસ્તર પર આર્થિક પ્રવૃત્તિઓ પર લાગેલી બ્રેકને લીધે સરકારે આ નિર્ણય લીધો છે. એર ઈન્ડિયાની બિડ માટે બીજી વખત સમયસીમા વધારવામાં આવી છે.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કોરોનાના કુલ 3774 દર્દી નોંધાયા, મૃત્યુઆંક 181એ પહોંચ્યો
ગુજરાતમાં કોરોના વાયરસ ઘણા દિવસથી બેવડી સદી ફટકારી રહ્યો છે તો બીજી તરફ કેટલાક કોરોનાગ્રસ્ત દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પણ જઇ રહ્યા છે. રાજ્યમાં મંગળવાર રાત સુધીમાં કોરોના વાયરસે નવા 226 કેસ નોંધાયા છે. આ સાથે જ 40 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

Read More...
કોરોનાના કહેર વચ્ચે સૌરાષ્ટ્રમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ
સૌરાષ્ટ્રમાં બપોર બાદ વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો છે. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું છે. ત્યારે બાબરા અને જસદણ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. બાબરાના કોટડાપીઠા, પીર ખીજડીયા સહિતના ગામોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.પવનને કારણે ધૂળની ડમરીઓ ઉડી હતી. કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતો માટે વધુ એક મુશ્કેલી ઉભી થઇ છે. વરસાદથી ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે.

Read More...
અમદાવાદમાં માસ્ક નહી પહેરનાર દુકાનદારને 5 હજાર અને ફેરીયાઓને 2 હજારનો દંડ
અમદાવાદમાં તા.1 મેથી માસ્ક નહી પહેરનારા દુકાનદારોને રૂા.5 હજાર અને સુપર માર્કેટને રૂા.50 હજાર તથા ફેરીયાઓને રૂા.2 હજારનો દંડ કરાશે તેમ અમદાવાદ મ્યુનિ. કમિશ્નર વિજય નેહરાએ આજે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી. તેઓએ વધુમાં જણાવેલ હતુ કે, છેલ્લા 10 દિવસમા 2098 સુપર સ્પ્રેડર્સના સેમ્પલ લેવાયા હતા.

Read More...
રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ-ભાવનગર રેડ ઝોન જાહેર
રાજ્યના 6 શહેર એવા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ અને ભાવનગરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેમજ 3જી મેએ લોકડાઉન ખોલવા અંગે ચર્ચા કરવા CM રૂપાણીએ મંત્રીઓની બેઠક બોલાવી છે.ગુજરાતમાં લૉકડાઉન-2 દરમિયાન કેસની સંખ્યામાં 500 ટકાનો વધારો નોંધાયો છે. આણંદમાં નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજકોટના જંગલેશ્વરમાં વધુ ત્રણ અને ભાવનગરમાં બે પોઝિટિવ કેસ નોંધાયા છે.

Read More...
 
સંસ્થા સમાચાર
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store