વિશ્વભરમાં કોરોનાના 31.38 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.18 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 9.56 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે.ઈટાલીમાં છેલ્લા 24 કલાકમાં 382 લોકોના મોત થયા છે. ઈટાલીમાં પોઝિટિવ કેસની સંખ્યા બે લાખથી વધારે છે. અહીં 27 હજાર 359 લોકોના મોત થયા છે. ઈટાલીમાં 69 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં પોઝિટિવ કેસ 10 લાખ 35 હજાર 765 નોંધાયા છે. અહીં અત્યાર સુધીમાં 59 હજાર 266 લોકોએ જીવ ગુમાવ્યા છે.

આ આંકડો 1955થી 1975 સુધી ચાલેલા વિયતનામ યુદ્ધમાં મરનાર વ્યક્તિથી પણ વધારે થઈ ગયો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2208 લોકો મોતને ભેટ્યા છે. અહીં અત્યાર સુધીમાં 59.20 લાખ લોકોના રિપોર્ટ કરાયા છે.છેલ્લા 24 કલાકમાં તુર્કીમાં 2392 નવા કેસ નોંધાયા છે અને 92 લોકોએ જીવ ગુમાવ્યા છે. તુર્કીમાં અત્યાર સુધીમાં 1 લાખ 14 હજાર 653 કેસ નોંધાયા છે. જ્યારે 2,992 લોકોએ જીવ ગુમાવ્યા છે. 28 મે સુધી તુર્કીએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ઉડાન રદ્દ કરી દીધી છે.

કોરોના પ્રભાવિત દેશોમાંથી અમેરિકામાં આવનાર દરેક વ્યક્તિએ કોરોનાની તપાસ કરવામાં આવશે તે દિશમાં યોજના બનાવાઈ રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે અમે આ પ્રણાલીને સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ.જેમાં અમે અમુક તપાસ કરીશું. અમે આ યોજના ઉપર એરલાયન્સ કંપની સાથે મળીને કામ કરીશું. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકામાં આવનાર વ્યક્તિએ પ્લેનમાં બેસતા પહેલા શરીરનું તાપમાન અને કોરોના વાઈરસની તપાસ કરાવવી પડશે. વધારે પ્રભાવિત દેશમાંથી આવનાર વ્યક્તિ ઉપર આ નિયમ લાગુ થશે.

ફ્રાન્સમાં છેલ્લા 24 કલાકમાં બે હજારથી વધારે કેસ સામે આવ્યા છે. જ્યારે 367 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં અત્યાર સુધીમાં 23 હજાર 660 લોકોના મોત થયા છે. અહીં કુલ કેસ એક લાખ 65 હજાર 911 નોંધાયા છે. પ્રધાનમંત્રી એડોર્ડ ફિલિપે મંગળવારે સંસદમાં લોકડાઉનની બહાર નિકળવા માટેની રૂપરેખા સંસદમાં રજૂ કરી છે. તેમણે કહ્યું હતું કે લોકડાઉનથી એક મહિનામાં 62 હજારનો જીવ બચાવાયો છે. પરંતુ અર્થવ્યવસ્થા ધ્વસ્ત થતી બચાવવા માટે લોકડાઉનના અમુક નિયમોમાં ઢીલ દેવાનો સમય આવી ગયો છે. જ્યા સુધી કોરોનાની કોઈ રસી કે કાયમી સારવાર ન મળી જાય ત્યા સુધી આપણે વાઈરસ સાથે રહેતા શીખવું પડશે.