દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 હજાર 587 થઈ ગઈ છે. બુધવારે પશ્વિમ બંગાળમાં 28, રાજસ્થાનમાં 19 અને ઓરિસ્સામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા મંગળવારે કોરોના સંક્રમણના એક દિવસમાં સૌથી વધારે 1902 કેસ આવ્યા હતા. અત્યાર સુધી 7747 દર્દી એટલે કે લગભગ 25% દર્દી સાજા થયા છે.

9 રાજ્યોમાં સંક્રમિતોની સંખ્યા 1000 કરતા વધારે છે. દર્દીઓના સાજા થવાના કેસમાં તેલંગાણાની સ્થિતિ સૌથી સારી છે. અહીંયા 1009 સંક્રમિતોમાંથી 374, એટલે કે લગભદ 37% સાજા થઈ ચુક્યા છે. ત્યારબાદ 33% સાથે દિલ્હી બીજા નંબરે છે. 1000થી ઓછા દર્દી વાળા રાજ્યોમાં કેરળમાં 74% અને હરિયામામાં 73% દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોરોના મહામારીના કારણે ખાડી દેશમાં લાખો ભારતીય ફસાયા છે. સરકારી સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, ફસાયેલા લોકોને બહાર કાઢલા માટે નૌસેના તૈયાર છે. જો જરૂર પડશે તો આ અભિયાનમાં લેન્ડીંગ પ્લેટફોર્મ યુદ્ધપોત INS જલાશ્વ અને મગર શ્રેણીના બે જંગી જહાજને મોકલવામાં આવશે. સરકારે તેમને તૈયાર રહેવા માટે કહ્યું છે.

સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, INS જલાશ્વ હાલ વિશાખા પટ્ટનમથી બહાર છે, સાથે જ મગર શ્રેણીના જંગી જહાજ પશ્વિમી સમુદ્ર તટ પર છે. ઈરાન,ઈરાક,કુવૈત, સાઉદી અરબ, બહરીન, કતાર, UAE અને ઓમાન સહિત ફારસના ખાડી કિનારા વાળા દેશોને ખાડી દેશ કહેવામાં આવે છે. અહીંયા લગભગ એક કરોડ ભારતીય મજૂરો છએ. જેમાંથી મોટાભાગના તેલ કંપનીઓમાં છે અથવા કંસ્ટ્રક્શનનું કામ કરે છે.