Vol. 1 No. 22 About   |   Contact   |   Advertise 26th May 2020


‘ ’
 
 
COVID-19 Update - કોરોનાવાયરસ વિશેષ
 




  UK News
યુકે લૉકડાઉન અંત તરફ : બધી દુકાનો અઠવાડિયામાં ફરી ખુલશે

યુકે લૉકડાઉન અંત તરફ જઇ રહ્યું છે ત્યારે મિત્રો અને કુટુંબીજનોની નાનકડી 10 લોકોને સમાવતી ગાર્ડન અને બાર્બેક્યુ પાર્ટીઓ તેમજ નાના પ્રસંગોને આવતા મહિને લીલીઝંડી આપવામાં આવશે. વડાપ્રધાન બોરિસ જ્હોન્સને જાહેરાત કરી છે કે બધી દુકાનો આગામી અઠવાડિયાઓમાં ફરી ખુલી જશે. બહાર ખુલ્લામાં ભરાતા બજારો અને કાર શોરૂમ હવે 1 જૂનથી ફરી ખુલશે. તો ઇન્ડીપેન્ડન્ટ સ્ટોર્સ, ન્ય દુકાનો અને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ 15 જૂનથી ફરીથી ખોલી શકાશે. પરંતુ સરકારે ચેતવણી આપી છે કે દુકાનોમાં સામાજિક અંતરના માર્ગદર્શનનું પાલન કરવું પડશે.
Read More...
ડોમિનીક કમિંગ્સ વિવાદ: સ્કોટલેન્ડ મિનીસ્ટરનુ રાજીનામુ
વડાપ્રધાન અને 10 ડાઉનીંગ સ્ટ્રીટના વરિષ્ઠ સલાહકાર ડોમિનિક કમિંગ્સે લોકડાઉન દરમિયાન ગઈકાલે ડરહામની 260 માઇલની સફર માટે માફી માંગવાનો ઇનકાર કર્યા બાદ પ્રવાસ અંગે કોઈ દિલગીરી ન હોવાનો અને તેમણે નિયમો તોડ્યા નથી એવો આગ્રહ કર્યો હતો. જેની સામે ટોરી વ્હિપ અને સ્કોટલેન્ડ મિનીસ્ટર ડગ્લાસ રોસે ‘’જેમણે પ્રિયજન ગુમાવ્યા હતા અને લોકડાઉનને અનુસર્યા હતા તે ખોટા અને એક સલાહકાર સાચા, એમ કઇ રીતે માની શકે એમ જણાવી રાજીનામુ આપ્યું હતું.
Read More...
કંપનીઓને કર્મચારીઓના વેતનનો ચોથો ભાગ ચૂકવવા આદેશ અપાશે
લોકડાઉન હળવુ થતાં આગામી ઓગસ્ટ માસથી ટ્રેઝરીની યોજના મુજબ એમ્પલોયરે ફરજ બજાવતા કર્મચારીઓના વેતનની ચોથા ભાગની રકમ ચૂકવવી પડશે અને એમ્પલોયર ઇચ્છે તેટલા કલાક માટે ફર્લો કરાયેલા કર્મચારીઓને પાર્ટ ટાઇમ માટે પાછા લઇ શકશે. ચાન્સેલર ઋષી સુનક આવતા અઠવાડિયે તેની જાહેરાત કરનાર છે.
Read More...
પબ માલીકોની બે મીટરનુ સામાજિક અંતર હળવુ કરવા વિનંતી
23 માર્ચે લોકડાઉન શરૂ થયું ત્યારથી પોતાનો કારોબાર બંધ રાખનાર પબ માલીકોએ મંત્રીઓને બે મીટરનું સામાજિક અંતર ઘટાડીને એક મીટરનું કરવા વિનંતી કરી છે જેથી તેઓ ફરીથી ખુલી શકે. એક તબક્કે સરકાર જૂનમાં ફરીથી પબ શરૂ કરશે તેવી આશા હોવા છતાં, જુલાઈ સુધી ફરી ખુલી શકશે નહીં એમ જણાય છે.
Read More...
  international news
વિશ્વમાં કુલ 55.57 લાખ લોકો કોરોનાથી સંક્રમિત, જાપાનમાં મેડિકલ ઈમરજન્સી હટાવાઈ
કોરોનાને પગલે વિશ્વમાં અત્યાર સુધીમાં 55 લાખ 57 હજાર 423 લોકો સંક્રમિત છે. જ્યારે 23 લાખ 33 હજાર 252 લોકો સાજા થઈ ગયા છે. જોકે મોતનો આંકડો 3 લાખ 48 હજાર 313 થયો છે. જાપાને સોમવારે બે મહત્વના નિર્ણય લીધા. પહેલો-એક મહિનાથી જારી નેશનલ ઈમર્જન્સી હટાવવામાં આવી છે.
Read More...
વિશ્વ સ્વાસ્થ્ય સંસ્થાએ સમગ્ર વિશ્વમાં હાઈડ્રોક્સિક્લોરોક્વિનના ટ્રાયલ પર અસ્થાઈ રોક લગાવી
વિશ્વ આરોગ્ય સંસ્થાએ સોમવારે કોરોના વાઈરસથી સંક્રમતિ દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાઈ રહેલી હાઈડ્રોક્સિક્લોરોક્વિન પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાના દર્દીઓની સારવાર માટે આ દવાનુ સમર્થન કર્યુ હતુ. રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ હતુ કે તેઓ મેલેરિયારોધી આ દવાને પોતે પણ પી રહ્યા છે.
Read More...
અમેરિકા-ચીન વચ્ચે આર્થિક મુદ્દે તંગદિલી વધી
અમેરિકા અને ચીન વચ્ચે સંઘર્ષ સતત વધતો જાય છે. અમેરિકાએ ચીનની ૩૩ કંપનીઓને બ્લેક લિસ્ટ કરી હતી. આ કંપનીઓ હવે અમેરિકાની ટેકનોલોજીનો એક્સેસ મેળવી શકશે નહીં. ચીને પણ અમેરિકાની કંપનીઓને બ્લેક લિસ્ટમાં મૂકવાનો નિર્ણય કર્યો છે. કોરોનાની મહામારી વચ્ચે અમેરિકા અને ચીન વચ્ચે પણ તંગદિલી વધી ગઈ છે.
Read More...
ઇન્ડિયન અમેરિકન વૈજ્ઞાનિકને ‘ઇન્વેન્ટર ઓફ ધ યર’ એવોર્ડ
ઇન્ડિયન અમેરિકન સંશોધક ડો. રાજીવ જોશીને ઇલેકટ્રોનિક ઇન્ડસ્ટ્રી અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ક્ષમતા સુધારવામાં યોગદાન બદલ પ્રતિષ્ઠિત ઇન્વેન્ટર ઓફ ધ યર એવોર્ડ અપાયો છે. ડો. જોશીએ અમેરિકામાં 250થી વધુ સંશોધનો કરીને તેની પેટન્ટ કરાવી છે. તેઓ ન્યૂયોર્કમાં આઇબીએમ થોમસન વોટસન રીસર્ચ સેન્ટરમાં કાર્યરત છે.
Read More...
 



THIS WEEK
Click Full Screen
BUY NOW
  India news

વિમાન સેવા અંગે કેન્દ્ર-રાજ્યો વચ્ચે વિવાદ થતાં 630 ફ્લાઇટ રદ

કોરોના વાઈરસ સામેની લડાઈમાં પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચેનો સંઘર્ષ અટકવાનું નામ લેતો નથી. લૉકડાઉન લંબાવવા તેમજ છૂટછાટો આપવા મુદ્દે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ખેંચતાણ થઈ હતી. ત્યાર પછી પરપ્રાંતીય મજૂરો માટે શ્રમિક વિશેષ ટ્રેનો ચલાવવા મુદ્દે પણ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી. હવે સ્થાનિક ઉડ્ડયન સેવા શરૂ કરવા મુદ્દે પણ કેન્દ્ર-રાજ્યો વચ્ચે ચકમક ઝરી છે. કોરોના વાઈરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને કેટલાક રાજ્યો બે મહિના પછી શરૂ થયેલી સ્થાનિક ઉડ્ડયન સેવાઓ માટે તેમના એરપોર્ટ્સ ખોલવાની મંજૂરી આપવા આતુર નથી. Read More...

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના 1,45,354 કેસ, કુલ મૃત્યુઆંક 4,174
દેશભરમાં કોરોનાથી 1,45,354 લોકો સંક્રમિત થયા છે અને4,174 લોકોના મોત થયા છે. સાથે જ 60,706 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધારે 52,667 કેસ મહારાષ્ટ્રમાં છે અને અહીંયા 1,695 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 17,082 કેસ સામે આવ્યા છે અને 119 લોકોના મોત થયા છે. 14,468 સંક્રમિતો સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે.દેશમાં સોમવારે 6414 સંક્રમિત વધ્યા હતા, 3012 લોકો સાજા પણ થયા હતા.
Read More...

કોરોનાના કેસોની રફતાર વધતાં ભારત વિશ્વના પ્રભાવિત ટોપ ટેન દેશોમાં સામેલ
ભારતમાં કોરોના કેસોની રફતાર વધતી રહી છે ત્યારે દુનિયાનાં સૌથી પ્રભાવીત ટોપ-ટેન રાષ્ટ્રોમાં પ્રવેશ કરી લીધો છે. કોરોના ફેલાયા પછી પ્રથમ વખત ભારતમાં એક જ દિવસમાં 7000થી વધુ કેસ નોંધાયા હતા. ભારતમાં ચોવીસ કલાક દરમ્યાન 7000 થી વધુ કેસ નોંધાયા હતા. વેબસાઈટનાં આંકડા 7111 નવા કેસો સુચવે છે. અત્યાર સુધીમાં 57429 લોકો સાજા થઈ ગયા છે. એકટીવ કેસોની સંખ્યા 76598 થઈ છે તેમાંથી 8900 ની હાલત ગંભીર ગણાવવામાં આવી રહી છે.
Read More...
  Gujarat News
ગુજરાતમાં કોરોનાના કેસોનો આંકડો વધીને 14468 થયો, કુલ 888 લોકોનાં મોત
ગુજરાતમાં હજુય કોરોના પર કાબૂ મેળવી શકાયો નથી.રોજરોજ કેસો જ નહીં,મૃત્યુદર પણ ચિંતાજનકહદે વધી રહ્યો છે.અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાતમાં કેસો-મૃત્યુદર વધુ છે.અત્યારે એવી પરિસ્થિતી છેકે,માત્ર ડાંગ જિલ્લાને બાદ કરતાં આખુય ગુજરાત કોરોનાગ્રસ્ત બન્યું છે.તેમાંય કેસો અને મૃત્યુદરની દ્રષ્ટિએ અમદાવાદ રાજ્યમાં મોખરે રહ્યું છે.આજે પણ ગુજરાતમાં વધુ ૪૦૫ કેસો નોંધાયા હતાં પરિણામે રાજ્યમાં કુલ કેસોનો આંકડો વધીને ૧૪,૪૬૮ થયો છે.આ જ પ્રમાણે,મોતનો સિલસીલો યથાવત રહ્યો છે.છેલ્લાં ૨૪ કલાકમાં કોરોનાને કારણે ૩૦ દર્દીઓએ જીવ ગુમાવ્યા હતાં. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૮૮૮ લોકો કોરોનાને લીધે મોતને ભેટયાં છે.ઉંચા મૃત્યુદરમાં જાણે ફરક પડી શક્યો નથી.જે અમદાવાદીઓ માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે.
Read More...
વધુ ટેસ્ટથી કુલ વસ્તીના 70 ટકા લોકો પોઝિટીવ આવી શકેઃ રાજ્ય સરકારની હાઇકોર્ટમાં રજૂઆત
કોરોના મુદ્દે ગુજરાત હાઇકોર્ટે કરેલી સુઓમોટો જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે દરેક લોકોને કોરોનાનો ટેસ્ટ કરાવવા માટેની મંજૂરી આપો. હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત હતી કે વધુને વધુ ટેસ્ટ કરવામાં આવશે તો કુલ વસ્તીના 70 ટકા જેટલા લોકો કરોના પોઝિટિવ નીકળશે. જેના લીધે લોકોમાં એક પ્રકારના માનસિક ડરનો માહોલ ફેલાઈ જશે.આ અંગે હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આ પ્રકારની આશંકાના પગલે કોરોનાના ટેસ્ટિંગ રોકવાનું પગલું હિતાવહ નથી. હાઈકોર્ટે રાજ્ય સરકારને આદેશ કર્યો છે કે દરેક વ્યક્તિને કોરોનાના ટેસ્ટ કરાવવા માટેનીની મંજૂરી આપો. ડિસ્ચાર્જ સમયે દર્દીના ટેસ્ટિંગ કરો. કોરોના પોઝિટિવ દર્દી કે જેને હોસ્પિટલમાંથી રજા મળી છે
Read More...
ચૂંદડીવાળા માતાજીનું અવસાનઃ દર્શન માટે તેમના નશ્વરદેહને અંબાજી ખાતે રખાશે
ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 86 વર્ષથી અન્નજળ વગર જીવતાં ચૂંદડીવાળા માતાજી 91 વર્ષની વયે દેવલોક પામ્યા છે. ચુંદડીવાળા માતાજીનું મૂળ નામ પ્રહલાદભાઈ જાની હતું. તેઓએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો છે. જ્યારે 28મે ના રોજ અંબાજી ખાતે તેમને સમાધિ અપાશે. છેલ્લા 86 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. ભક્તોને માતાજીના અંતિમ દર્શન થઈ શકે તે માટે તેમનો નશ્વરદેહને બે દિવસ સુધી અંબાજીમાં મૂકવામાં આવશે.

Read More...
 
 
gg2   gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store