દેશભરમાં કોરોનાથી 1,45,354 લોકો સંક્રમિત થયા છે અને4,174 લોકોના મોત થયા છે. સાથે જ 60,706 લોકો સારવાર બાદ સાજા થયા છે. દેશભરમાં સૌથી વધારે 52,667 કેસ મહારાષ્ટ્રમાં છે અને અહીંયા 1,695 લોકોએ જીવ ગુમાવ્યો છે. તો બીજા નંબરે રહેલા તમિલનાડુમાં 17,082 કેસ સામે આવ્યા છે અને 119 લોકોના મોત થયા છે.

14,468 સંક્રમિતો સાથે ગુજરાત ત્રીજા ક્રમે છે.દેશમાં સોમવારે 6414 સંક્રમિત વધ્યા હતા, 3012 લોકો સાજા પણ થયા હતા.જ્યારે 148 લોકોના મોત થયા હતા. હોસ્પિટલમાં 80 હજારથી વધારે લોકોની સારવાર ચાલી રહી છે. જેમાં સોમવારે 3254 દર્દીઓનો વધારો થયો હતો. આ આંકડાઓcovid19india.org અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે.

દેશમાં દર્દીઓનો આંકડો 1 લાખ 45 હજારને પાર કરી ગયો છે.સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી મંગળવાર સવારે જાહેર કરાયેલા અપડેટ પ્રમાણે, અત્યારે દેશમાં કુલ દર્દીઓનો આંકડો 1 લાખ 45 હજાર 380 છે, જેમાંથી 4 હજાર 167 લોકોના મોત થયા છે. જેથી 60 હજારથી વધારે લોકો સાજા થયા છે. દેશમાં વધતી કોરોનાની ગતિને કારણે 24 કલાકમાં કોરોનાના 6 હજાર 535 નવા કેસ સામે આવ્યા છે અને 146 લોકોના મોત થયા છે.