Vol. 3 No. 203 About   |   Contact   |   Advertise 04th June 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
કોવિડ-19થી એશિયન, બ્લેક સમુદાયના લોકોના મૃત્યુની સંભાવના વધુ: પીએચઈએ સ્વિકાર્યું

કોવિડ-19ના કારણે એશિયન બ્લેક અને લઘુમતી વંશીય (BAME) બેકગ્રાઉન્ડના લોકોનું મૃત્યુ થવાની સંભાવના અંગે આરોગ્ય વડાઓએ ગત એપ્રિલ માસમાં શરૂ કરેલી તપાસમાં આજે (મંગળવાર, 2 જુન) બહાર આવ્યું છે કે કોરોનાવાઈરસથી શ્વેત લોકોના મૃત્યુની સંભાવના ઘણી ઓછી રહે છે, તેની સામે એશિયન, બ્લેક અને લઘુમતી વંશીય (BAME) લોકો વધુ પ્રમાણમાં મૃત્યુ પામે છે. હેલ્થ સેક્રેટરી મેટ હેન્કોકે સ્વીકાર્યું હતું કે આ અહેવાલમાં સમગ્ર યુકેમાં અસમાનતાનો પર્દાફાશ થયો છે અને અશ્વેત લોકો વધુ ખરાબ સ્વાસ્થ્યના કારણે તેનો ભોગ બની રહ્યા છે અને તેમની સામાજિક સ્થિતિને કારણે હવે તેઓ કોરોનાવાઈરસથી મૃત્યુ પામી રહ્યા છે."

Read More...
પીએચઈ રીપોર્ટમાં કારણો, ભલામણોના અભાવ સામે આક્રોશ

પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડ (પીએચઇ) એશિયન અને શ્યામ લોકોના કોવિડ-19ની બીમારીમાં થતા અપ્રમાણસર મોત અંગેની સમીક્ષામાં કી નિષ્ણાતો અને સંગઠનો સાથે ઑપચારિક રીતે વાત કરવામાં નિષ્ફળ ગયું છે તેમ વિશ્વસનીય સૂત્રોએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું.

Read More...
યુકેમાં લૉકડાઉન હળવું થયું

વડાપ્રધાન બોરીસ જ્હોન્સને બે મહિનાના કડક પ્રતિબંધો પછી દેશનું કોવિડ ‘એલર્ટ’ સ્ટેટસ ઔપચારિક રૂપે ચાર પરથી ઘટાડીને ત્રણ કરવાની અને ઇગ્લેન્ડમાં લોકડાઉન હળવુ કરવાની ગુરૂવારના રોજ દૈનિક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી. જે અંતર્ગત સોમવાર તા. 1થી પરિવારો દાદા- દાદીને અને તેઓ પૌત્ર-પૌત્રીઓને મળી શકશે, ગાર્ડનમાં મિત્રો અથવા કુટુંબના વધુમાં વધુ છ લોકો બહાર કે બગીચામાં મળી શકશે કે બારબેક્યુ પાર્ટી કરી શકશે.

Read More...
અમેરિકામાં જ્યોર્જ ફ્લોઈડની હત્યા પછી હિંસક દેખાવો, 40થી વધુ શહેરોમાં કર્ફયુ

અશ્વેત અમેરિકન જ્યોર્જ ફ્લોઈડનું પોલીસના ઘાતક બળપ્રયોગથી મોત થયા પછી અમેરિકા સળગી રહ્યું છે. કેટલાંય મોટા શહેરોમાં લૂંટફાટ, તોફાનો અને આગ ચાંપવાના બનાવો બન્યા છે. હિંસાની આગ રાજધાની વોશિંગ્ટન ડીસી અને વ્હાઇટ હાઉસ સુધી પહોંચી ચૂકી છે. સ્થિતિ બેકાબૂ થતાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન લશ્કર તહેનાત કરવાની ધમકી આપી છે.

Read More...
ભારત હવે લોકડાઉનમાંથી ‘અનલોક’ તરફ અગ્રેસર

ભારતમાં સરકારે કોરોનાવાઈરસના રોગચાળા સામેના જંગમાં બે મહિના જેટલા લાંબા સમય સુધી લોકડાઉનનું પાલન કર્યા પછી હવે સરકાર લોકડાઉનમાંથી બહાર નિકળવાની દિશામાં આગળ ધપી રહી છે. સોમવાર, 1લી જુનથી ફક્ત કન્ટેઈનમેન્ટ વિસ્તારો સિવાય સમગ્ર દેશમાં તમામ પ્રકારની પ્રવૃત્તિઓને મંજુરી અપાઈ છે, તો ધર્મસ્થાનો, હોટેલ – રેસ્ટોરેન્ટ વગેરે જેવા વધુ લોકો ભેગા થાય તેવા સ્થળો આગામી તા.

Read More...
એલોન મસ્કની કંપનીએ માનવસહિતનું યાન અવકાશમાં સફળતાથી છોડી ઇતિહાસ રચ્યો

એલોન મસ્કની ‘સ્પેસ-એક્સ’ કંપનીએ નાસાના બે અવકાશયાત્રીઓ – બોબ બેહ્નકૅન અને ડગ હર્લીને સફળતાપૂર્વક ભ્રમણકક્ષામાં પહોંચાડવાની સાથે કમર્શીયલ અવકાશી ઉડ્ડયન ક્ષેત્રમાં ઐતિહાસિક સીમાચિહ્ન સ્થાપિત કરવાની સાથે નવો ઈતિહાસ આલેખ્યો હતો. ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર ખાતેથી ક્રુ ડ્રેગન અવકાશયાન અને ફાલ્કન ૯ રોકેટે સ્પેસ સ્ટેશનની સફર શરૂ કરી તે ઘટનાના સાક્ષી બનવા માટે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત ઉચ્ચ અધિકારીઓ તેમજ નાસા અને સ્પેસએક્સના વૈજ્ઞાાનિકો અને અધિકારીઓની સાથે મોટી સંખ્યામાં અમેરિકન નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Read More...
પ્રકાશના સ્રોત બનો

પ્રશ્નઃ તેઓ કહે છે કે, કુદરતી લાવણ્ય શ્રેષ્ઠતા કે કૃપાદૃષ્ટિ એ સ્વને સમજવામાં માર્ગ બની શકે. કુદરતી લાવણ્ય શ્રેષ્ઠતા કે કૃપાદ્દષ્ટિનો શો અર્થ થાય તે વિષે તમે કાંઇક કહેશો? સદગુરુઃ કુદરતી લાવણ્ય, કૃપાદ્દષ્ટિ એ જ એકમાત્ર માર્ગ હોય છે, તેમાં બે માર્ગ જેવું કાંઇ હોતું નથી. મહાન વિજ્ઞાની સર આઇઝેક ન્યૂટને તેને અભિવ્યક્તિના રૂપક સ્વરૂપે રજૂ કર્યું. ન્યૂટને એક ઝાડ ઉપરથી સફરજનને નીચે પડતાં જોઇને બધી જ વસ્તુ નીચેની તરફ પડતી હોવાની ગુરૂત્વાકર્ષણની થીયરી રજૂ કરી. તે સાચું છે કે, સફરજન નીચે પડે પરંતુ વૃક્ષ તો ઉપરની બાજુએ જ ઉછરતું કે મોટું થતો હોય છે.

Read More...

  Sports
રોહિત શર્મા ખેલ રત્ન, ધવન-ઇશાંત અને દીપ્તિ અર્જુન એવોર્ડ માટે નોમિનેટ

ગયા વર્ષે વર્લ્ડ કપ ઝમકદાર દેખાવ બદલ ભારતના આક્રમક બેટ્સમેન રોહિત શર્માને ભારતીય ક્રિકેટ બોર્ડે (બીસીસીઆઈ) ‘ખેલ રત્ન’ એવોર્ડ માટે નોમિનેટ કર્યો છે. બોર્ડે શનિવારે (30 મે) આ માહિતી આપી હતી. તો બોર્ડે શિખર ધવન અને ફાસ્ટ બોલર ઈશાંત શર્માને અર્જુન એવોર્ડ માટે પણ નોમિનેટ કર્યા છે.

Read More...
ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ નિશ્ચિતઃ ઓક્ટોબરમાં ટી-20, ડીસેમ્બરમાં ટેસ્ટ અને વન-ડે સીરીઝ રમાશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એ ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે ભારતીય ટીમ આગામી ઓક્ટોબર અને ડીસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઉનાળું કાર્યક્રમનો આરંભ ઓગસ્ટમાં ઝિમ્બાબવેના પ્રવાસ સાથે શરૂ થશે.

Read More...
વેસ્ટ ઈન્ડિઝ બોર્ડની ઈંગ્લેન્ડના પ્રવાસને મંજૂરી, ત્રણ ટેસ્ટ રમાશે

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડના પ્રવાસને મંજૂરી આપી દીધી છે. તેની ટીમ સુરક્ષિત માહોલમાં ત્રણ ટેસ્ટ રમશે. આ સિરીઝને બ્રિટન સરકારની મંજૂરી મળી ગઈ તો તેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ફરી શરૂઆત થશે. હાલમાં કોવિડ-19ની મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ સહિતની રમતગમત સ્પર્ધાઓ સ્થગિત છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
જેટ એરવેઝ ખરીદવા યુકેની કાર્લોક સહિત 11 કંપનીઓ મેદાનમાં

બંધ પડેલી ભારતીય એરલાઇન કંપની- જેટ એરવેઝ ખરીદવામાં યુકે, કેનેડા અને દક્ષિણ અમેરિકન સહિતની કુલ 11 કંપનીઓએ રસ દાખવ્યો છે. તેમાં યુકેની કાર્લોક કેપિટલ, હૈદરાબાદ સ્થિત ટર્બો એવિએશન, આલ્ફા એરવેઝ અને કેનેડિયન નાગરિક સિવા રસિઆનો સમાવેશ થાય છે.

Read More...
ભારતમાં ફ્લિપકાર્ટને ફૂડ રીટેલ બિઝનેસમાં પ્રવેશની મંજૂરી અપાઈ નહીં

ભારત સરકારે વોલમાર્ટની માલિકીની ફ્લિપકાર્ટનો ફૂડ રીટેઈલ બિઝનેસમાં પ્રવેશની અરજી નકારી કાઢી છે. વોલમાર્ટ આ ભારતીય ઇકોમર્સ કંપનીમાં મોટો હિસ્સો ધરાવે છે અને તાજેતરમાં જ તેના બિઝનેસની ગણના એશિયાના ત્રીજા સૌથી મોટા અર્થતંત્ર તરીકે થઇ છે.

Read More...
વિમાની કંપની બોઇંગ 12,000 કર્મચારીઓની છટણી કરશે

અમેરિકાની વિમાન બનાવતી કંપની બોઇંગ છટણી અને સ્વૈચ્છિક નિવૃત્તિ દ્વારા કર્મચારીઓની સંખ્યામાં ૧૨,૦૦૦નો ઘટાડો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોના મહામારીને કારણે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝને ભારે નુકસાન થયું છે. કંપનીએ ભવિષ્યમાં વધુ કર્મચારીઓને નોકરીમાંથી દૂર કરવાના સંકેત આપ્યા છે.

Read More...
  Entertainment

બીગ બીએ અમર અકબર એન્થનીને બાહુબલી-2 સાથે સરખાવી

મહાનાયક અમિતાભ બચ્ચને પોતાની ૪૩ વર્ષ જૂની સુપરડુપર હીટ ફિલ્મ અમર-અકબર-એન્થનીને બાહુબલી-૨ સાથે સરખાવી હતી. તેમના જણાવ્યા અનુસાર જો ફુગાવાનો દર ધ્યાનમાં લઈએ તો આ ફિલ્મે હાલમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘બાહુબલી-૨’ કરતા વધારે વકરો કર્યો કહેવાય. અમિતાભ ઉપરાંત વિનોદ ખન્ના રીષી કપૂર, નીતૂ સિંહ, શબાના આઝમી અને પરવીન બાબીને ચમકાવતી આ ફિલ્મે તે સમયે રૂ. ૭.૫ કરોડનો ધંધો કર્યો હતો જ્યારે બાહુબલીએ રૂ. ૧૮૦૦ કરોડ કમાયા હતા.
પોતાના તે દિવસો યાદ કરતા બીગ બીએ સોશિયલ મીડિયા પર પૉસ્ટ કરી હતી કે તે સમયે મુંબઈના ૨૫ થિયેટરમાં આ ફિલ્મ ૨૫ અઠવાડિયા ચાલી હતી, પરંતુ હવે તે દિવસો રહ્યા નથી. ફિલ્મ સાથે જોડાયેલી યાદોને તાજી કરતા ૭૭ વર્ષીય મેગાસ્ટારે જણાવ્યું હતું કે પહેલીવાર મનમોહન દેસાઈ જ્યારે આ ફિલ્મનું શીર્ષક બોલ્યા હતા ત્યારે મને લાગ્યું કે થઈ ગયું! તે સમયે ફિલ્મોના શીર્ષક બહેન, ભાભી અને બેટી આસપાસ જ ફરતા રહેતા હોય છે. બચ્ચને આ ફિલ્મના સેટ પર તે સમયે આવેલા નાના અભિષેક અને શ્ર્વેતાનો ફોટો પણ શેર કર્યો હતો.

Read More...

ફિલ્મ-સિરિયલોના શુટીંગ માટેની ગાઇડલાઇન બહાર પડી

પ્રોડ્યુસર્સ ગિલ્ડની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે એક વર્ચુઅલ મીટિંગ થઇ. જે બાદ શુટિંગને લઇને 37 પેજની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે. સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે લોકડાઉન આપવામાં આવ્યું છે.
જેનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનની અસર દરેકના કામકાજ પર પડી છે. જેમા ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ સામેલ છે. ફિલ્મો સીરિયલ્સ સહિતની શુટિંગ બંધ છે. આ વચ્ચે પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ ફિલ્મ-ટીવીના શુટિંગ માટે નવા વર્કિંગ પ્રોટોકોલ બનાવ્યા છે. આવનાર સમયમાં શુટિંગ દરમિયાન આ પ્રોટોકોલ્સને કડક રીતે ફોલો કરવા પડશે.
ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે શુટિંગના ક્રુમાં ઓછામાં ઓછા 3 મહિના સુધી 60થી વધારે લોકો અને કલાકારોને લેવામાં ન આવે. કારણકે તેમણે ઇન્ફેક્શનનો ખતરો વધારે છે.

Read More...

જરૂરિયાતમંદ લોકોની મદદે બોલીવુડના કલાકારો

કોરોનાનો કેર સમગ્ર વિશ્ર્વમાં ભયંકર રૂપ લઇ રહ્યો છે. ભારતમાં દોઢ લાખથી પણ વધારે લોકો કોરોના પોઝિટિવ હોવાના કેસ સામે આવ્યા છે. તેમ જ ચાર હજારથી વધારે લોકોના જીવ ગયા છે. તેમાં પણ ખાસ કરીને મહારાષ્ટ્રની હાલત ખૂબ જ ખરાબ છે. ફક્ત મુંબઇમાં જ ચોપ્પન હજાર જેટલા કેસ સામે આવ્યા છે. આવા સમયે બોલીવૂડના કલાકારો પણ લોકોને મદદ કરી રહ્યા છે.
હાલમાં જ સોનુ સૂદે પ્રવાસી મજૂરોની જવાબદારી ઉપાડી લીધી છે. ત્યારે સુપર સ્ટાર અજય દેવગન પણ ધારાવીના કેટલાક પરિવારોની મદદે આવ્યા છે. અજય દેવગનની કંપની ધારાવીના ૭૦૦ પરિવારોની દેખરેખ કરી રહી છે. આ રીતે અજય દેવગને મિશન ધારાવી શરૂ કર્યું છે.

Read More...

નુસરતે સાડી પહેરીને ફોટો પોસ્ટ કર્યો, સાથે કવિતા પણ લખી

લોકડાઉનમાં નુસરત ભરૂચા ઘરે જ સમય પસાર કરી રહી છે. ઘરે રહીને નુશરતે સાડી પહેરીને ફોટોઝ ક્લિક કર્યા હતા. આ ફોટોઝ નીચે કેપ્શનમાં તેણે પોતે લખેલ શેર પણ લખ્યો હતો. લખ્યું હતું કે, અબ અગર દુઆ મેં તેરા નામ ના લે પાઉં, કોશિશ કરુંગી.. સજદે મેં હી ના જાઉં.
નુસરત સોશિયલ મીડિયા પર તેણે લખેલ કવિતાઓ શેર કરતી રહે છે. 21 માર્ચે વર્લ્ડ પોએટ્રી ડે પર તેણે સોશિયલ મીડિયા પર તેની એક કવિતા શેર કરી હતી. તેણે જણાવ્યું હતું કે તેને કવિતા સાથે ઘણો લગાવ છે.

Read More...
gg2
 
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store