Getty Images)

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા એ ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે ભારતીય ટીમ આગામી ઓક્ટોબર અને ડીસેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે આવશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઉનાળું કાર્યક્રમનો આરંભ ઓગસ્ટમાં ઝિમ્બાબવેના પ્રવાસ સાથે શરૂ થશે.
ભારત ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસનો આરંભ ટી-20 સીરીઝ માટે કરશે. હાલમાં નિર્ધારિત કાર્યક્રમ મુજબ તેની શરૂઆત 11 ઓક્ટોબરે બ્રિસ્બેનથી થશે. એ પછી 14 અને 17 ઓક્ટોબરે બીજી અને ત્રીજી મેચ રમાશે. એ પછી, 4 ટેસ્ટ મેચ અને ત્રણ વન-ડેની સીરીઝ માટે ભારતીય ટીમ ડિસેમ્બરમાં ફરી જશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સીઈઓ કેવિન રોબર્ટ્સે નિવેદનમાં કહ્યું કે હાલના સંજોગોમાં જાહેર થયેલા કાર્યક્રમમાં થોડો ફેરફાર થઈ શકે છે, પણ અમે ફરી ક્રિકેટની રમતના આરંભ માટે આતુર છીએ.