Getty Images)

વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડના પ્રવાસને મંજૂરી આપી દીધી છે. તેની ટીમ સુરક્ષિત માહોલમાં ત્રણ ટેસ્ટ રમશે. આ સિરીઝને બ્રિટન સરકારની મંજૂરી મળી ગઈ તો તેનાથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટની ફરી શરૂઆત થશે.
હાલમાં કોવિડ-19ની મહામારીને કારણે સમગ્ર વિશ્વમાં ક્રિકેટ સહિતની રમતગમત સ્પર્ધાઓ સ્થગિત છે.
ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે ગયા સપ્તાહે જાહેરાત કરી હતી કે તેણે ઈંગ્લેન્ડના સૂચિત પ્રવાસને સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝના ચિકિત્સા અને ક્રિકેટ સંબંધિત પ્રતિનિધિઓ અને સલાહકારોએ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ, તેના ડોક્ટર્સ અને સ્વાસ્થ્ય સલાહકારો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી આ નિર્ણય લીધો છે.
ઈંગ્લેન્ડ તથા વેલ્સ ક્રિકેટ બોર્ડે 8 જુલાઈથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ માટે બે શહેરો – હેમ્પશાયર અને લેંકેશાયર ઉપર પસંદગી ઉતારાશે. બન્ને શહેરોમાં હોટલ સ્ટેડિયમની નજીક જ છે. બધી મેચ પ્રેક્ષકો વિના જ, બંધ સ્ટેડિયમમાં રમાશે.