પ્રશ્નઃ તેઓ કહે છે કે, કુદરતી લાવણ્ય શ્રેષ્ઠતા કે કૃપાદૃષ્ટિ એ સ્વને સમજવામાં માર્ગ બની શકે. કુદરતી લાવણ્ય શ્રેષ્ઠતા કે કૃપાદ્દષ્ટિનો શો અર્થ થાય તે વિષે તમે કાંઇક કહેશો?
સદગુરુઃ કુદરતી લાવણ્ય, કૃપાદ્દષ્ટિ એ જ એકમાત્ર માર્ગ હોય છે, તેમાં બે માર્ગ જેવું કાંઇ હોતું નથી. મહાન વિજ્ઞાની સર આઇઝેક ન્યૂટને તેને અભિવ્યક્તિના રૂપક સ્વરૂપે રજૂ કર્યું. ન્યૂટને એક ઝાડ ઉપરથી સફરજનને નીચે પડતાં જોઇને બધી જ વસ્તુ નીચેની તરફ પડતી હોવાની ગુરૂત્વાકર્ષણની થીયરી રજૂ કરી. તે સાચું છે કે, સફરજન નીચે પડે પરંતુ વૃક્ષ તો ઉપરની બાજુએ જ ઉછરતું કે મોટું થતો હોય છે. ગુરૂત્વાકર્ષણ તમને નીચેની તરફ ખેંચાયેલા રાખે છે અને તે રીતે અસ્તિત્વ ટકેલું રહે છે. તેની સામે કુદરતી લાવણ્ય કે કૃપાદ્દષ્ટિ તમને વિરોધી દિશામાં ઉપરની તરફ સતત ખેંચવાનું કામ કરે છે.
તમારામાં બે મુખ્ય પાસાં કે પરિબળ હોય છે તેમાંનું એક અસ્તિત્વ ટકાવવા કે બચવાની ભાવના તમને નીચેની તરફ ખેંચેલા રાખે છે જ્યારે બીજા પરિબળથી તમે બંધનમુક્તિની પ્રબળ ભાવના અનુભવતા હો છો. બંધનમુક્તિનો આ ભાવ જે તમારી ઝંખનાને પ્રબળ બનાવતો રહે તે જ કૃપાદ્દષ્ટિ કે કુદરતી લાવણ્ય. આ જ ભાવ તમને સતત જણાવતો રહે છે કે, આ સલામત નથી, સલામત ચીજો, બાબતો કે કાર્યો કરતા રહીએ. ભૌતિકતા એ મર્યાદિત ઓળખ હોવાથી અમે કહેતા રહીએ છીએ કે કૃપાદ્દષ્ટિ તમને સ્પર્શવા કે પામવા માટે ચોક્કસ સ્થળ કે અંતરમાં વધુ શક્યતા રહેલી છે, તમારૂં શરીર હોય, સૌર પદ્ધતિ કે, બ્રહ્માંડ હોય કે પછી ધરતી, ભૌતિકતાને મર્યાદિત ઓળખ હોય છે. ભૌતિકતાને નિર્દિષ્ટ સરહદ હોય છે પરંતુ ભૌતિકતાને બે સાથે બાંધેલું રાખે છે તે બંધન, સરહદ વિનાનું બિન અસ્તિત્વ કે કશું જ નહીં હોય છે. આ બંધન કે સરહદ મુક્ત કશું જ નહીં એ જ શિવ.
જ્યારે આપણે “શિવ”ની વાત કરીએ છીએ ત્યારે આપણે તેવા પરિબળનો ઉલ્લેખ કરીએ છીએ કે, જે તમને કશું જ નહીંના નિર્વિકાર ભાવમાં ખેંચવા મથે છે. તમારૂં જે પાસું ટકી રહેવા કે અસ્તિત્વ માટે મથતું હોય છે કે સક્રિય હોય છે પરંતુ તમારૂં અસ્તિત્વ મર્યાદિત સમયગાળા માટે હોય છે. પછી તે તમે હોવ, તમારૂં, શરીર હોય, આ ધરતી, બ્રહ્માંડ, સૌર પદ્ધતિ પછી ગમે તે ભૌતિક હોય, તેનું અસ્તિત્વ મર્યાદિત સમય માટે જ હોય છે. કુદરતી લાવણ્ય કે કૃપાદ્દષ્ટિમાંથી જ બધું ફેંકાતું હોય છે અને આ બધું જ તે જ કુદરતી લાવણ્ય કે કૃપાદ્દષ્ટિમાં જ સમાતું હોય છે. આથી જ તમે જેનો કશું જ નહીં ભાવથી ઉલ્લેખ કરો છો તે જ કુદરત છે. આપણે શીવ તરીકે જેનો ઉલ્લેખ કરીએ છીએ તે પણ કુદરત, લાવણ્ય કે કૃપાદ્દષ્ટિ જ છે. ટુંકમાં કુદરત એ જ કૃપાદ્દષ્ટિ છે.
હવે પ્રશ્ન એ થાય છે કે, હું તેને કેવી રીતે સ્પર્શું? હાલતા ચાલતા અને તમારા સૂક્ષ્મપણાને સમજતાં આ કરવાનું છે. સૂક્ષ્મ કે નાનું એ કશુંક નહીં પરંતુ પર્યાપ્તની નજીક હોય છે. તમે તમારી જાતને નાના કે સૂક્ષ્મ ના માનો કારણ કે તમે તો હસ્તલિખિત પરિબળ કે તત્ત્વ છો. તમે તમારી જાતને મોટા માનો છો. જો તમે તમારી ધારણા, અટકળોને અટકાવી તો તમે પણ કુદરત કે કૃપાદ્દષ્ટિનો સાક્ષાત્કાર પામી, અનુભવી શકો છો.
જીસસે કહ્યું હતું કે, જો તમારે એક જ આંખ હોય તો તમારૂં સમગ્ર શરીર પ્રકાશથી ભરેલું હશે. ભૌતિક રીતે બે આંખો પક્ષપાતભરી કે કિન્નાખોરીભરી નીવડતી હોય છે. બે આંખો તમને શું નાનું શું મોટું, શું ઊંચું અને શું નીચું, આ પુરૂષ છે કે, મહિલા છે તે કહેતી રહે છે. બંને આંખો અસ્તિત્વનાં સાધનો છે. તમારી એક જ આંખનો અર્થ તમે એક આંખ બંધ કરી દો તેવો નથી. એક આંખવાળા કે સમદ્દષ્ટિનો અર્થ તમે દ્વેષભાવવાળા રહેતા નથી. તમે બધાને સમાન જુઓ છો, જો તમે આવા સમદ્દષ્ટિવાળા બનશો તો તમારૂં સમગ્ર શરીર પ્રકાશપુંજથી ભરાઇ જશે અને તે જ કુદરત, કુદરતી લાવણ્ય કે કૃપાદ્દષ્ટિ છે.
કુદરતી લાવણ્ય કે કૃપાદ્દષ્ટિનો અર્થ તમારા અસ્તિત્વનો સ્રોત છે જે સર્જન કરતાં મોટો અને તે તમારી બહાર નહીં પરંતુ તમારા અંતરજગતમાં હોય છે. તમારે પ્રકાશના સ્રોત માટે બાહ્યજગતમાં નજર દોડાવવાની જરૂર નથી. તમે પોતે જ પ્રકાશસ્રોત બની ગયા છો. એક પળ માટે પણ તમે આવા બનો તો પછી તમારૂં જીવન ક્યારેય એકસરખું નહીં નીવડે. ઇશા ખાતે તમને એક પળ માટે પણ આવો અનુભવ કરાવવા અમે ઘણીબધી કવાયતો કરતા હોઇએ છીએ. તમે હરપળે આવી અનુભૂતિ ના પણ કરો પરંતુ એકાદ પળની અનુભૂતિ તમને પ્રકાશપુંજથી ભરી દે છે જેનો અર્થ જ કુદરત, કુદરતી લાવણ્ય કે કૃપાદ્દષ્ટિનો તમને સ્પર્શ થયો છે. આવા એક વખતના સ્પર્શ પછી ફરીથી તેવી અનુભૂતિ ના થાય તો પણ તમારી જિંદગી એકસમાન નહીં રહે. તમે એકાદ પળ પૂરતાં તેના ઉપર લટકી તમારી આસપાસના અન્યોથી અલગ જીવન જીવો છો. જો આવું કાયમ થતું રહે તો તે અવર્ણનીય છે. – Isha Foundation