Getty Images)

પ્રોડ્યુસર્સ ગિલ્ડની મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સાથે એક વર્ચુઅલ મીટિંગ થઇ. જે બાદ શુટિંગને લઇને 37 પેજની ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે. સંક્રમણને ફેલાવવાથી રોકવા માટે લોકડાઉન આપવામાં આવ્યું છે.

જેનો ચોથો તબક્કો ચાલી રહ્યો છે. લોકડાઉનની અસર દરેકના કામકાજ પર પડી છે. જેમા ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ સામેલ છે. ફિલ્મો સીરિયલ્સ સહિતની શુટિંગ બંધ છે. આ વચ્ચે પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાએ ફિલ્મ-ટીવીના શુટિંગ માટે નવા વર્કિંગ પ્રોટોકોલ બનાવ્યા છે. આવનાર સમયમાં શુટિંગ દરમિયાન આ પ્રોટોકોલ્સને કડક રીતે ફોલો કરવા પડશે.

ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે શુટિંગના ક્રુમાં ઓછામાં ઓછા 3 મહિના સુધી 60થી વધારે લોકો અને કલાકારોને લેવામાં ન આવે. કારણકે તેમણે ઇન્ફેક્શનનો ખતરો વધારે છે. તે સિવાય દરેક ક્રુ મેમ્બરને ટ્રિપલ લેયર માસ્ક અને હેન્ડ ગ્લવ્સ પહેરવા જરૂરી છે. સેટ પર એક બીજાને ગળે મળવાનું નહી હેન્ડ શેક પણ નહીં કરવાનું તે સિવાય કિસ કરવાથી પણ દૂર રહેવું.

નવી ગાઇડલાઇનમાં કહેવામાં આવ્યું છે કે શુટિંગ દરમિયાન સેટ પર પોર્ટેબલ વોશબેસિન અને બાથરૂમનોનો ઉપયોગ થવો જોઇએ. જેમા સેનેટાઇઝનનું પણ પૂરતુ ધ્યાન રાખવામાં આવે. આ રીતે મેકઅપને લઇને કહેવામાં આવ્યું છે કે ડિસ્પોજેબલ વિગનો ઉપયોગ કરવામાં આવે અને પર્સનલ મેકઅપનો ઉપયોગ કરવો. આ રીતે માસ્કથી વધારે ફેસ શીલ્ડનો ઉપયોહ કરવામાં આવે અને પીપીઇ કિટનો ઉપયોગ કરવામાં આવે.