Vol. 3 No. 316 About   |   Contact   |   Advertise December 22, 2022


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
દિવ્યપુરૂષની દિવ્યનગરીમાં હરિભક્તોની હેલી

વિશ્વવંદનીય પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ જન્મશતાબ્દી મહોત્સવ અમદાવાદના આંગણે શરૂ થઇ ગયો છે. વિશ્વભરમાંથી હરિભક્તો ઉમટી રહ્યા છે. હરિભક્તો ઉપરાંત ટોચના ઉદ્યોગપતિઓ, રાજનેતાઓ સહિતના મહાનુભાવો આ વિરાટ આધ્યાત્મિક મહોત્સવમાં ભાગ લઇને અલૌકિક આનંદની અનુભૂતિ કરી રહ્યા છે. આગામી 15 જાન્યુઆરી સુધી ચાલનારા આ મહોત્સવનું બુધવાર, 14 ડિસેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે પૂજ્ય મહંત સ્વામીની ઉપસ્થિતિમાં શાસ્ત્રોક્તવિધિથી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ભવ્યાતિભવ્ય મહોત્સવ દરમિયાન ભારતીય સંસ્કૃતિની ઝાંખી અને વિવિધ રાજ્યોના નૃત્યો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.

Read More...
પ.પૂ પ્રમુખસ્વામી મહારાજ પિતાતુલ્ય અને સાચા સમાજ સુધારક હતા : મોદી

અમદાવાદમાં બુધવાર, 14 ડિસેમ્બરે પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવને ખુલ્લો મુકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ મારે માટે પિતાતૃલ્ય હતા.

Read More...
પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવમાં અનેક NRI સ્વંયસેવકો બન્યા

અમદાવાદમાં BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી શતાબ્દી સમારોહ દરમિયાન બિનનિવાસી ભારતીયો (NRIs) સહિત અનેક હાઇ ક્વોલિફાઇડ પ્રોફેશનલ્સ સ્વયંસેવકો તરીકે સેવા આપી રહ્યાં છે.

Read More...
પૂ. પ્રમુખસ્વામી વિશે ટોચના ઉદ્યોગપતિઓના ઉદગારો

અદાણી ગ્રુપના ચેરપર્સન ગૌતમ અદાણીઃ પ્રમુખ સ્વામીના દરેક કાર્યએ મને અભિભૂત કર્યા છે. રિયલ્ટી ક્ષેત્રમાં અદાણી દેશભરમાં આગવા સ્થાને છે, પણ પ્રમુખ સ્વામીના કામની તોલે તે ના આવી શકે.

Read More...
ભારતીય પ્રવાસીઓને 15 દિવસમાં યુકેના વિઝિટર વિઝા મળશે

યુકેના પ્રવાસે જવા ઈચ્છતા અસંખ્ય ભારતીયો માટે બ્રિટિશ હાઇકમિશન દ્વારા મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. થઈ છે. ભારતસ્થિત બ્રિટિશ હાઈકમિશ્નરે કહ્યું હતું કે હવે ભારતીયોને 15 દિવસમાં બ્રિટનના વિઝિટર્સ વિઝા મળી જશે.

Read More...
દેશ દીઠ ગ્રીનકાર્ડની મર્યાદા હટાવનાર બિલ યુએસ હાઉસમાં અટવાયું

કેલિફોર્નિયાના યુએસ હાઉસના ડેમોક્રેટિક પ્રતિનિધિ ઝો લોફગ્રેને ગુરુવારે સ્પીકર નેન્સી પેલોસીને પત્ર લખીને ‘મોટી નિરાશા’ વ્યક્ત કરી છે કે ગ્રીન કાર્ડની મર્યાદામાં સુધારો કરવા માટેના તેમના બિલને હાઉસમાં

Read More...
બાઇડને સજાતીય લગ્નને મંજૂરી આપતા બિલ પર હસ્તાક્ષર કર્યા

સજાતીય લગ્ન બિલને સંઘીય કાયદા તરીકે મંજૂર કર્યા પછી, બાઈડેને ટ્વિટ કર્યું, ‘આજનો દિવસ સારો છે. અમુક લોકોની સ્વતંત્રતા અને ન્યાય માટે જ નહીં, પરંતુ બધા માટે આજે અમેરિકાએ સમાનતા તરફ વધુ એક પગલું ભર્યું છે.

Read More...
ન્યૂઝીલેન્ડમાં નવી પેઢીને તમાકુની બનાવટો ખરીદવા પર પ્રતિબંધની તૈયારી

ન્યુઝીલેન્ડ હવે નવી પેઢી પર ધૂમ્રપાન પર પ્રતિબંધ મૂકવાની તૈયારીમાં છે. આ અંગે સરકારે ગત સપ્તાહે સંસદમાં એક કાયદો પસાર કર્યો છે, જેના પછી ન્યુઝીલેન્ડની આવનારી પેઢીઓ (૨૦૦૯ પછી જન્મેલી) પર

Read More...
ભારત- ચીન સરહદ અથડામણ અંગે સરકાર સત્ય છુપાવી રહી છેઃ કોંગ્રેસ

અરુણાચલપ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચેની અથડામણ અંગે મંગળવાર, 13 ડિસેમ્બરે સંસદમાં સંરક્ષણ પ્રધાન રાજનાથે કરેલા નિવેદનથી વિપક્ષને સંતોષ થયો ન હતો અને સંસદના બંને ગૃહોમાંથી વિપક્ષે સભાત્યાગ કર્યો હતો.

Read More...
શંકર ચૌધરી ગુજરાત વિધાનસભાના સ્પીકર બન્યા

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શંકર ચૌધરી બિનહરીફ ચૂંટાઇ આવ્યા હતા. ગાંધીનગરમાં 15મી રાજ્ય વિધાનસભાના પ્રથમ સત્ર દરમિયાન ભાજપના વરિષ્ઠ ધારાસભ્ય

Read More...

  Sports
ફ્રાન્સને હરાવી આર્જેન્ટિના ત્રીજી વખત ચેમ્પિયન

કતારમાં ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં રવિવાર 19 ડિસેમ્બરે ગત વખતના ચેમ્પિયન ફ્રાન્સને હરાવીને આર્જેન્ટિના ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે અને દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીનું વર્લ્ડકપ જીતવાનું સપનું

Read More...
મેસીને ગોલ્ડન બોલ, જ્યારે એમબાપ્પેને ગોલ્ડન બૂટ

આર્જેન્ટિનો વિજય થયો હતો પરંતુ ગોલ્ડન બૂટ ફ્રાન્સના એમબાપ્પેને મળ્યા હતા. બીજી તરફ આ વર્ષના શ્રેષ્ઠ ખેલાડી તરીકે ગોલ્ડન બોલ લિયોનેસ મેસ્સીને મળ્યો હતો, જ્યારે ગોલ્ડન ગ્વોવ્સ આર્જેન્ટિનાના એમી

Read More...
હાર પછી ફ્રાન્સમાં ઠેરઠેર રમખાણો

ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલમાં આર્જેન્ટીના સામે ફ્રાન્સની કારમી હાર પછી પેરિસ સહિતના કેટલાંક શહેરોમાં રમખાણો ફાટી નીકળ્યા હતા. ફૂટબોલ ચાહકો લિયોન, નાઇસ અને પાટનગર પેરિસની સડકો પર

Read More...
ફિકા વર્લ્ડકપમાં મોરોક્કોને હરાવી ક્રોએશિયાએ ત્રીજુ સ્થાને હાંસલ કર્યું

કતારમાં ફિફા વર્લ્ડકપમાં ત્રીજા સ્થાન માટેની ખલીફા ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ક્રોએશિયાએ મોરોક્કોને 2-1થી હરાવ્યું હતું. આ જીત સાથે ક્રોએશિયા ટૂર્નામેન્ટમાં ત્રીજા અને મોરોક્કો ચોથા

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
મોંઘવારી ડામવા અમેરિકા, યુરોપમાં વ્યાજદરમાં વધારો

મોંઘવારીને ડામવા માટે અમેરિકા અને યુરોપના દેશોમાં વ્યાજદરમાં ફરી વધારો કરવામાં આવ્યો હતો. અમેરિકાની ફેડરલ રિઝર્વ બુધવાર, 14 ડિસેમ્બરે વ્યાજદરમાં 0.50 ટકાનો વધારો કર્યો હતો. આની સાથે અમેરિકામાં વ્યાજદરો 15 વર્ષની ટોચે પહોંચ્યા છે. ચાલુ વર્ષે ફેડએ વ્યાજ દરોમાં સાત વખત વધારો કર્યો છે, જેમાં ચાર વખતના 0.75 ટકાના વધારાનો સમાવેશ થાય છે. બીજી તરફ રોપીયન સંઘની મધ્યસ્થ બેંક યુરોપિયન સેન્ટ્રલ બેંક (ઈસીબી)એ ૦.૫૦ ટકાનો વધારો જાહેર કર્યો હતો અને હવે અહી ટૂંકાગાળાના વ્યાજના દર બે ટકા થઇ ગયા છે.

Read More...
હિન્દુજા ગ્રુપ મહારાષ્ટ્રમાં રૂ.35,000 કરોડનું રોકાણ કરશે

મહારાષ્ટ્ર સરકારે ગુરુવાર 15 ડિસેમ્બરે જણાવ્યું હતું કે હિન્દુજા ગ્રુપ રાજ્યમાં રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે.મુખ્યપ્રધાન કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં રાજ્ય સરકાર અને હિન્દુજા ગ્રૂપ વચ્ચે એક સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.મુખ્યપ્રધાન શિંદેની હાજરીમાં હિન્દુજા ગ્રૂપ અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે એમઓયુ પર હસ્તાક્ષર થયા હતા. હિન્દુજા જૂથના જીપી હિન્દુજા, અશોક હિન્દુજા અને પ્રકાશ હિન્દુજાની હાજરીમાં મુખ્યપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાન વર્ષા ખાતે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

Read More...
ટાટા ગ્રુપ એપલની પ્રોડક્ટ્સ વેચવા 100 રિટેલ સ્ટોર ખોલશે

ટાટા ગ્રુપની માલિકીની ઈન્ફિનિટી રિટેલ સમગ્ર દેશમાં 100 રિટેલ સ્ટોર્સ ખોલવાની યોજના બનાવી રહી છે. આ સ્ટોર્સમાં માત્ર એપલની પ્રોડક્ટ્સ જ વેચવામાં આવશે. ટાટા ગ્રુપ નવેમ્બરમાં આઈફોન મેન્યુફેક્ચરિંગ વિસ્ટ્રોનની ભારતમાં સ્થિતિ એકમાત્ર ફેક્ટરીને 5,000 કરોડ રૂપિયામાં ખરીદવાની વાતચીત કરી રહ્યું હતું. જો કર્ણાટક સ્થિત આ ફેક્ટરીને ખરીદવાનો સોદો નિષ્ફળ રહ્યો હતો. ટાટા તાઈવાનની વિસ્ટ્રોન સાથે જોઈન્ટ વેન્ચર કરી શકે છે. વિસ્ટ્રોન ભારતમાં આઈફોનના ટોપ વેન્ડર્સમાંથી એક છે. ઈન્ફિનિટી રિટેલ દેશભરમાં ક્રોમા સ્ટોર્સની ચેઈન પણ ચલાવે છે. રિપોર્ટસ મુજબ, ટાટા-એપલની ભાગીદારીવાળો પહેલો સ્ટોર મુંબઈમાં ખુલશે.

Read More...
ઇલોન મસ્કને પાછળ રાખી ફ્રાન્સના બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક

માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મના નવા બોસ ઇલોન મસ્કને પાછળ રાખીને ફ્રાન્સના બિલિયોનેર બર્નાર્ડ આર્નોલ્ટ વિશ્વના સૌથી ધનિક બન્યાં છે, એમ બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઇન્ડેક્સમાં બુધવાર (14 ડિસેમ્બર)એ જણાવાયું હતું. માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મની ખરીદીને પગલે મસ્કની સંપત્તિ $340 બિલિયનની ટોચ પરથી ઘટી 168.5 બિલિયન ડોલર થઈ છે, જ્યારે ફેશન જાયન્ટ LVMHના વડા અર્નોલ્ટની સંપત્તિ 172.9 બિલિયન ડોલર થઈ છે. મસ્કની સંપત્તિમાં ઘટાડાનું કારણે ટેસ્લાના શેરોમાં ધોવાણ છે. બ્લૂમબર્ગ બિલિઓનેર ઈન્ડેક્સ અને ફોર્બ્સ ઈન્ડેક્સ આ બંનેના લિસ્ટિંગમાં ઇલોન મસ્ક બીજા નંબરે પહોંચી ગયા હતા.

Read More...
  Entertainment

‘પઠાણ’ ફિલ્મમાં દીપિકાની ભગવી બિકિનીના મુદ્દે વિવાદ

બોલિવૂડ અભિનેતા શાહરુખ 25 જાન્યુઆરી 2023એ રિલીઝ થનારી તેની ફિલ્મ ‘પઠાણ‘ સાથે ફિલ્મી પડદે કમબેક કરી રહ્યાં છે, પરંતુ તાજેતરમાં રિલીઝ થયેલું આ ફિલ્મનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ વિવાદમાં સપડાયું છે. રિલીઝ થયા બાદ સોશ્યલ મીડિયા પર ઘણું ટ્રોલ થયું હતું અને ફિલ્મને બોયકોટ કરવાની સોશ્યલ મીડિયા પર ઝુંબેશ ચાલી રહી છે. આ વિવાદ વચ્ચે કોલકત્તા ઇન્ટરનૅશનલ ફિલ્મ ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારંભમાં પઠાણ વિવાદ પર શાહરૂખે આપી પોતાની પ્રથમ પ્રતિક્રિયા આપી હતી. તેમણે આ વિવાદ પર જવાબ આપતા કહ્યું હતું કે,

Read More...

અવતાર-ટુ રિલીઝ પહેલા જ ભારતમાં છવાઈ ગઈ

હોલિવૂડ ફિલ્મ અવતારઃ ધ વે ઓફ વોટરે 16 ડિસેમ્બર 2022ના રોજ રીલીઝ પહેલા ભારતમાં જબરદસ્ત આકર્ષણ ઊભું કર્યું છે. જેમ્સ કેમેરોનની આ ફિલ્મની ગુરુવાર સવારે 10 વાગ્યા સુધીમાં એડવાન્સમાં 5.49 લાખ ટિકિટનું વેચાણ થયું હતું. અવતાર 2 ફિલ્મને 3ડી અને આઈમેક્સ સ્ક્રીનમાં વ્યાપક રીતે રિલીઝ કરવામાં આવી છે. અમુક શહેરોમાં શો માટે ટિકિટોની કિંમત 2500-3000 રુપિયા જેટલી વધુ છે. આમાંથી ઘણા શો રવિવાર સુધી વેચાઈ ચૂક્યા છે. જેમ્સ કેમરુનની અવતાર 2 શુક્રવારે ભરાતીય બૉક્સ ઑફિસ પર 40-50 કરોડ સુધી પહોંચવાની અપેક્ષા છે

Read More...

ફિલ્મમાં બજેટ કરતા સ્ટોરીનું મહત્ત્વ વધુ છેઃ નવાઝુદ્દીન

અનેક વર્ષોની સખત મેહનત પછી, બોલિવૂડમાં મજબૂત સ્થાન જમાવનાર ટેલેન્ટેડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી તેમની નવી ફિલ્મ ‘હડ્ડી’ અંગે ચર્ચામાં છે. આ ફિલ્મમાં નવાઝે ટ્રાન્સજેન્ડરની ભૂમિકા ભજવી છે. તેણે આ ભૂમિકા ભજવવા માટે 20થી 25 ટ્રાન્સજેન્ડર્સ સાથે અનેક દિવસ રહ્યો હતો અને તેમના જીવનને નજીકથી જાણ્યું હતું. તાજેતરમાં એક ઈન્ટરવ્યૂ દરમિયાનમાં નવાઝે બોલિવૂડ ફિલ્મોને મળી રહેલી નિષ્ફ્ળતા અંગે પોતાનું મંતવ્ય આપ્યું હતું. તેણે કહ્યું હતું કે, એક ફિલ્મ માટે રૂ. 100 કરોડ જેટલી મોટી રકમ ચાર્જ કરનાર એક્ટર્સ જ ફિલ્મને નુકસાન પહોંચાડે છે.

Read More...

રાજામૌલીની ફિલ્મ ‘RRR’ ગોલ્ડન ગ્લોબ એવોર્ડની બે કેટેગરીમાં નોમિનેટ થઇ

ઘણા દેશોની બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનાર એસ. એસ રાજામૌલીની ‘RRR’ હજુ પણ તેનો જાદુ ઓછો થયો નથી. આ ફિલ્મને પ્રતિષ્ઠિત ગોલ્ડન ગ્લોબ એવોર્ડની બે કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવી છે. જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનીત ફિલ્મને શ્રેષ્ઠ બિન અંગ્રેજી ભાષાની ફિલ્મ અને નાચો નાચો માટે શ્રેષ્ઠ મૂળ ગીત માટે નામાંકિત કરવામાં આવી છે. RRR એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેણે અંતિમ પાંચમાં સ્થાન મેળવ્યું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store