Argentina beat France to become champions for the third time
કતાર સિટીમાં 18 ડિસેમ્બર, 2022 ના રોજ લુસેલ સ્ટેડિયમ ખાતે આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચે ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચ જીતી આર્જેન્ટિનાના લિયોનેલ મેસીએ ફિફા વર્લ્ડ કપ 2022 વિજેતાની ટ્રોફી ઉપાડી. (Photo by Julian Finney/Getty Images)

કતારમાં ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં રવિવાર 19 ડિસેમ્બરે ગત વખતના ચેમ્પિયન ફ્રાન્સને હરાવીને આર્જેન્ટિના ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે અને દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસ્સીનું વર્લ્ડકપ જીતવાનું સપનું સાકાર થયું હતું. આર્જેન્ટિનાના ખેલાડીઓએ ફિફા વર્લ્ડ કપના ઈતિહાસની સૌથી રોમાંચક ફાઈનલમાં પૂર્ણ સમયે 3-3થી ડ્રો કર્યા બાદ પેનલ્ટી પર ફ્રાન્સને 4-2થી હરાવ્યું હતું. આ પહેલા આર્જેન્ટિના 1978 અને 1986માં ચેમ્પિયન બન્યું હતું. આર્જેન્ટિનાના ગોલકીપર માર્ટિનેઝે પેનલ્ટી શૂટઆઉટમાં કમાલ કરી હતી. આ જીત સાથે મેરાડોનાની સાથે મેસ્સીનું નામ પણ સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગયું હતું.

પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાન્સ તરફથી કીલિયન એમ્બાપે અને રેંડર કોલો મોનીએ ગોલ કર્યો હતો. જોકે કિંગ્સલે કોમેન અને ઓરેલિયન ગોલ ચુકી ગયા હતા. બીજી તરફ આર્જેન્ટિના તરફથી લિયોનેલ મેસ્સી, પાઉલો ડાઈબાલા, લિએન્ડ્રો પેરાડોસ, ગોન્ઝાલો મોન્ટીલે ગોલ કર્યા હતા.

ફ્રાન્સ સામે વર્લ્ડ કપ ફાઇનલમાં હાફ ટાઇમમાં આર્જેન્ટિના 2-0થી આગળ રહ્યું. ફ્રાન્સના ડેમ્બેલેએ એન્જલ ડી મારિયાને ફાઉલ કર્યા બાદ મેસ્સીએ 23મી મિનિટે તેને મળેલી પેનલ્ટી કિકથી ગોલ કર્યો હતો. એન્જલ ડી મારિયાએ 13 મિનિટ બાદ બીજો ગોલ કર્યો હતો. મેસ્સી પાસે હવે 12 વર્લ્ડ કપ ગોલ છે, જે પેલે જેટલા જ છે. તે જ વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજ અને નોકઆઉટ સ્ટેજની દરેક મેચમાં ગોલ કરનાર તે પ્રથમ ખેલાડી બન્યો. મેસ્સીનો આ રેકોર્ડ 26મો વર્લ્ડ કપ મેચ છે અને તેણે જર્મનીના લોથર મેથૌસનો રેકોર્ડ તોડ્યો છે. તેણે 2006થી અત્યાર સુધીમાં પાંચ વર્લ્ડ કપમાં 11 ગોલ કર્યા છે.
બીજા હાફમાં, રમત આર્જેન્ટીનાની તરફેણમાં જતી હોય તેવું લાગી રહ્યું હતું જ્યારે કૈલિયન એમબાપ્પે બે મિનિટમાં બે ગોલ કરીને મેચ પલટી હતી. તેને 80મી મિનિટે પેનલ્ટી પર ગોલ કર્યો, જ્યારે 97 સેકન્ડ બાદ બોલને નેટમાં ફસાવીને ફ્રાન્સને 2-2ની બરાબરી પર લાવી દીધુ હતું.

ફાઇનલ મુકાબલને પગલે સમગ્ર વિશ્વમાં ફૂટબોલ ફીવર છવાયો હતો. બન્ને દેશો અગાઉ બે વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા હોવાથી ત્રીજી વખત કોણ ટ્રોફી જીતે છે તેના પર વિશ્વભરના ફૂટબોલ ચાહકોની મીટ મંડાયેલી હતી. આર્જેન્ટિના તેના સ્ટાર ફૂટબોલર મેસ્સીને વર્લ્ડ કપ ટ્રોફીની ભેટ આપીને યાદગાર ફેરવેલ આપવા આતુર હતું,

ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ સામે આર્જિન્ટિનાએ મજબૂત પ્રારંભ કર્યો હતો. મેચની 23 મિનિટમાં સ્ટાર ખેલાડી મેસીએ પેનલ્ટીને ગોલમાં બદલીને આર્જિન્ટિનાને 1-0ની લીડ અપાવી હતી. પ્રથમ 30 મિનિટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ખૂબ જ નર્વસ દેખાઈ રહ્યું હતું.

આ મેચમાં મેસ્સી અને એમબાપે વચ્ચે પણ સીધો મુકાબલો જોવા મળ્યો હતો. બન્ને ફૂટબોલર વર્તમાન વર્લ્ડ કપમાં સૌથી વધુ પાંચ-પાંચ ગોલ નોંધાવીને ગોલ્ડન બૂટની રેસમાં હતા. આ પહેલા 2018માં ફ્રાન્સ ચેમ્પિયન બન્યું હતું. ફ્રાન્સ પાસે બીજી વખત વર્લ્ડકપ જીતીને ઈતિહાસ રચવાની સુવર્ણ તક હતી. લિયોનેલ મેસી અને કીલિપન એમ્બાપ્પા બન્ને ખેલાડીઓએ ફિફા વર્લ્ડકપ 2022માં શાનદાર પ્રદર્શન કર્યું હતું.

LEAVE A REPLY

five × one =