Vol. 3 No. 218 About   |   Contact   |   Advertise 17th Sep 2020


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
BAME હેલ્થકેર કર્મચારીઓ કોવિડ-19 રોગચાળા દરમિયાન માનસિક આરોગ્યની સમસ્યાઓથી પીડાયા

એશિયન હેલ્થકેર કર્મચારીઓએ કોવિડ-19 રોગચાળા દરમિયાન ખૂબ જ તણાવ અને થાક સહન કર્યા હોવાનું જાહેર કર્યું છે. આ કટોકટી દરમિયાન શ્યામ, એશિયન અને અન્ય એથનિક માઇનોરિટી BAME વર્કફોર્સ માનસિક આરોગ્યની વધતી સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે એવા ડેટા બહાર આવ્યા છે.

Read More...
બ્રેક્ઝિટ: ઇન્ટરનલ માર્કેટ બિલ કૉમન્સમાં પસાર

બોરીસ જ્હોન્સનની સરકારને ઇયુ સાથેની બ્રેક્ઝિટ કેન્ટ્રેક્ટની કેટલીક બાબતોને ઓવરરાઈડ કરવાની સત્તા આપતા સૂચિત કાયદાએ હોઉસ ઓફ કોમન્સમાં તેનો પહેલી અવરોધ પસાર કરી દીધો છે. સાંસદોએ આ ઇન્ટરનલ માર્કેટ બિલ 340 મતોની બહુમતીથી સમર્થન આપ્યું હતું. જ્યારે તેના વિરોધમાં 263 મત આવ્યા હતા.

Read More...
ટ્રેઝરી કમિટીએ સુનકને ફર્લો યોજનાના અંત અંગે પુનર્વિચારણા કરવા તાકીદ કરી

સરકાર આગામી મહિને વેતન સબસિડી યોજના ફર્લોનો અંત લાવનાર છે ત્યારે સાંસદોના પ્રભાવશાળી જૂથે ચાન્સેલર ઋષિ સુનકને અર્થવ્યવસ્થાના સંઘર્ષ કરતા ક્ષેત્રોને ટેકો આપવાનું ચાલુ રાખવા જણાવ્યું છે અને તેમના નિર્ણય પર પુનર્વિચારણા કરવા દબાણ કરનાર છે.

Read More...
બિડેનના સમર્થકોએ બોલિવૂડ સોંગનો રિમિક્સ વિડિયો રિલીઝ કર્યો

અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં ઇન્ડિયન અમેરિકન મતદારોને આકર્ષવા માટે બોલિવૂડની સુપરહિટ ફિલ્મ લગાનના લોકપ્રિય ગીત ચલે ચલો પરથી મ્યુઝિકલ વિડિયો રિમિક્સ બનાવવામાં આવ્યું છે. ડેમોક્રેટિક પાર્ટીના સભ્યોએ આ વિડિયો રિલીઝ કર્યો છે અને તેને ઘણા સાઉથ એશિયન ઓર્ગેનાઇઝેશન સપોર્ટ કરી રહ્યા છે, જેમાં સાઉથ એશિયન ફોર બિડેન, ઇમ્પેક્ટ ફંડ, ઇન્ડિયન ફોર બિડેન નેશનલ લીડરશીપ કાઉન્સિલનો સમાવેશ થાય છે.

Read More...
ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાની કોર્ટે નવાઝ શરીફને ભાગેડુ જાહેર કર્યા

પાકિસ્તાનની એક ભ્રષ્ટાચાર વિરોધી કોર્ટે બુધવારે (9 સપ્ટેમ્બર) તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ભૂતપૂર્વ પ્રમુખ આસિફ અલી ઝરદારી તથા ભૂતપૂર્વ વડા પ્રધાન યુસુફ રઝા ગિલાનીને કસુરવાર ઠરાવ્યા હતા, તો બીજા એક ભૂતપૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ભાગેડુ જાહેર કર્યા હતા. આ કેસમાં સરકારી તિજોરીને ભારે નુકશાન થયાનું જણાય છે.

Read More...
ઑક્સફર્ડ યુનિવર્સિટીની કોરોનાવાયરસ રસીનું ટ્રાયલ ફરીથી શરૂ

શક્ય પ્રતિકૂળ આડઅસરોની તાત્કાલિક તપાસ માટે થોડોક સમય માટે થોભાવ્યા પછી ઑક્સફર્ડ યુનિવર્સિટીના સંભવિત કોરોનાવાયરસ રસીના પરીક્ષણો સેફ્ટી વોચડોગ્સથી લીલીઝંડી મળ્યા બાદ એસ્ટ્રાઝેનેકા દ્વારા બ્રિટિશ ક્લિનિકલ ટ્રાયલ્સ ફરીથી શરૂ કર્યા છે. ઑક્સફર્ડ યુનિવર્સિટી સાથે કામ કરતા બ્રિટીશ દવા ઉત્પાદક એસ્ટ્રાજેનેકાએ બ્રિટિશ મહિલા વોલંટીયર્સે કરોડરજ્જુને અસર કરતી બીમારી ટ્રાંસ્વર્સ મેલિટીસ (ટીએમ)ના લક્ષણો બતાવ્યા પછી ટ્રાયલ અટકાવ્યા હતા.

Read More...
ભારતને લદાખમાં વ્યસ્ત રાખી ચીન POKમાં લશ્કરી મથક બાંધી રહ્યું છે

તિબેટ અને તાઇવાનથી દૂર રહેવાની સલાહ આપનાર ચીન ખુદ ભારતના મૂળભૂત હિતોને નજરઅંદાજ કરી તંગદિલી વધારવામાં લાગી ગયું છે. આની પાછળનું કારણ હવે જાણવા મળ્યું છે. ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (CPEC)ની અંતર્ગત જ્યાં ચીન પાકિસ્તાનમાં 87 બિલિયન ડોલરનું રોકાણ કરી રહ્યું છે ત્યાં ચુપચાપ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (POK)ના ગિલગિટ વિસ્તારમાં પાકિસ્તાની સેનાની મદદથી લશ્કરી થાણું ઊભું કરવામાં લાગી ગયું છે. ચીન અને પાકિસ્તાનની આ નાપાક ચાલના લીધે લદ્દાખમાં તંગદિલી વધી રહી છે.

Read More...
અમેરિકામાં પોસ્ટ ઓફિસને શહીદ શીખ પોલિસ અધિકારીના નામ સાથે જોડાશે

અમેરિકામાં પ્રતિનિધિગૃહે એક વર્ષ પહેલા ફરજ દરમિયાન ગોળીબારથી માર્યા ગયેલા શહીદ ઇન્ડિયન અમેરિકન પોલિસ ઓફિસર સંદીપ સિંઘ ઢાલીવાલનું નામ હ્યુસ્ટનની પોસ્ટ ઓફિસ સાથે જોડી તેનું બહુમાન કરવાના ખરડાને સર્વસંમતીથી બહાલી આપી છે.

Read More...
યુદ્ધ વિમાનો રાફેલને ભારતના વાયુદળમાં સામેલ કરાયા

ફ્રાન્સથી લાવવામાં આવેલા આધુનિક યુદ્ધ વિમાનો રાફેલને ગુરુવારે સવારે ભારતીય હવાઇ દળના અંબાલા મથક પરથી ફ્લાયપાસ્ટ કર્યા બાદ હવાઇ દળમાં સામેલ કરવામાં આવ્યા હતા. રાફેલ માટેના ખાસ ભવ્ય સમારંભમાં ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ અને ફ્રાન્સના સંરક્ષણ પ્રધાન ફ્લોરેન્સ પાર્લે હાજર હતાં.

Read More...
1984 પછી પ્રથમવાર અમૃતસરના ગોલ્ડન ટેમ્પલને વિદેશમાંથી દાન લેવાની મંજૂરી

1984 પછી પહેલીવાર શીખોના સર્વોચ્ચ તીર્થધામ અમૃતસરના સુવર્ણ મંદિરને વિદેશમાંથી દાન લેવાની પરવાનગી આપવામાં આવી છે. આ પરવાનગી આગામી પાંચ વર્ષ માટેની છે.

Read More...

  Sports
ડોમિનિક થિએમ, નાઓમી ઓસાકા યુએસ ઓપન ટેનિસમાં ચેમ્પિયન્સ

કોવિડ-19ના કારણે પાછી ઠેલાયા પછી મોડેથી રમાયેલી એક મહત્ત્વની ગ્રાંડ સ્લેમ ટેનિસ ટુર્નામેન્ટ – યુએસ ઓપનમાં ઓસ્ટ્રીઆનો ડોમિનિક થિએમ અને જાપાનની નાઓમી ઓસાકા અનુક્રમે પુરૂષો અને મહિલા વર્ગમાં ચેમ્પિયન બન્યા છે. ઓસાકાએ શનિવારે રમાયેલી ફાઈનલમાં બેલારૂસની, અગાઉ વર્લ્ડ નં. 1 રહી ચૂકેલી વિક્ટોરીઆ અઝારેન્કાને 1-6, 6-3, 6-3થી હરાવી હતી, તો રવિવારે રમાયેલી પુરૂષોની સિંગલ્સની ફાઈનલમાં થિએમે જર્મનીના એકેઝાન્ડર ઝવેરેવને ચાર કલાકથી વધુ ચાલેલા મુકાબલામાં 2-6, 4-6, 6-4, 6-3, 7-6 (8/6) થી હરાવ્યો હતો.

Read More...
ફ્રેન્ચ ઓપન 27 સપ્ટેમ્બરથી શરૂ થશે

ફ્રાન્સમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો હોવા છતાં 27 સપ્ટેમ્બરથી ફ્રેન્ચ ઓપન ટેનિસ ટુર્નામેન્ટ રમાશે. આ ટુર્નામેન્ટમાં દર્શકોને સ્ટેડિયમમાં આવવાની પરવાનગી મળશે. ટુર્નામેન્ટના આયોજકોએ સોમવારે આ માહિતી આપી હતી. આયોજકોએ ગ્રાન્ડ સ્લેમ માટે આરોગ્યની માર્ગદર્શિકા પણ જારી કરી છે. તેનાથી ખેલાડીઓનો દર પાંચમા દિવસે કોરોના ટેસ્ટ થશે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
અમેરિકાની સિલ્વર લેક રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સો ખરીદશે

અમેરિકાની ખાનગી ઇક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ રિટેલમાં ૭૫૦૦ કરોડ રૃપિયામાં ૧.૭૫ ટકા હિસ્સો ખરીદશેે ે તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં જણાવ્યું છે.
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડ(આરઆરવીએલ)એ બુધવારે, 9 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે સિલ્વર લેક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડરી આરઆરવીએલમાં ૭૫૦૦ કરોડ રૃપિયાનું રોકાણ કરશે. આ સમજૂતી માટે રિલાયન્સ રીટેલનું મૂલ્ય ૪.૨૧ લાખ કરોડ રૃપિયા આંકવામાં આવ્યું છે. ૭૫૦૦ કરોડ રૃપિયાના રોકાણના બદલામાં સિલ્વર લેકને આરઆરવીએલનો ૧.૭૫ ટકા હિસ્સો મળશે. ઉલ્લેખનીય છે કે સિલ્વર લેકનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં બીજુ મોટું રોકાણ છે.

Read More...
ગ્લોબલ ઈકોનોમિક ફ્રીડમ ઈન્ડેક્સમાં ભારત 26 અંક ગબડીને 105માં ક્રમે

ગ્લોબલ ઈકોનોમિક ફ્રીડમ ઈન્ડેક્સ 2020માં ભારત 26 અંક ગબડીને 105મા સ્થાન પર આવી ગયું છે. આનો અર્થ એવો થાય કે ભારતમાં આર્થિક-બિઝનેસ માટેની સ્વતંત્રતામાં ઘટાડો થયો છે. 2019 રિપોર્ટમાં ભારત 79મા સ્થાન પર હતું. કેનેડાની ફ્રેઝર ઈન્સ્ટીટ્યુટ દ્વારા આ અહેવાલ તૈયાર કરાયો છે અને ભારતમાં સેન્ટર ફોર સિવિલ સોસાયટીના સહયોગમાં જારી કરવામાં આવ્યો છે. ભારત માટે સારી બાબત એ છે કે આ યાદીમાં ચીન છેક 124માં સ્થાને છે, જે ભારત કરતાં પણ નીચું છે.

Read More...
ભારતમાં એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે 21 મિલિયન લોકો બેકાર બન્યા

કોરોના વાઇરસની મહામારીને કારણે આ વર્ષના એપ્રિલથી ઓગસ્ટ વચ્ચે આશરે 21 મિલિયન લોકો બેકાર થઇ ગયા હતા. જુલાઈમાં આશરે 4.8 મિલિયન પગારદાર લોકોએ નોકરી ગુમાવી હતી. ઓગસ્ટમાં બીજા 3.3 મિલિયને નોકરી ગુમાવી હતી, એમ સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)ના અહેવાલમાં જણાવ્યું હતું.

Read More...
કોવિડ કટોકટી છતાં યુકેમાં મકાનોના ભાવોમાં તેજી

સરકારે સ્ટેમ્પ ડ્યુટીમાં આપેલી રાહતને કારણે કોવિડ કટોકટી હોવા છતાં યુકેમાં મકાનોના ભાવોમાં તેજી જણાઇ રહી છે. યુકેમાં મકાનોના ભાવો ગત મહિને એક નવા રેકોર્ડ પર પહોંચ્યા હતા અને ઘરની કિંમત જુલાઇ મહિનાની સામે ઑગસ્ટમાં 1.6% વધીને સરેરાશ £245,747 થઈ છે અને અગાઉના વર્ષની તુલનામાં આ ભાવ વધારો 5.2% વધારે છે.

Read More...
સ્ટાર્ટ-અપ માટેનું વાતાવરણ નિર્માણ કરવામાં ગુજરાત બેસ્ટ પરફોર્મર તરીકે ઊભર્યું

ઊભરતા ઉદ્યોગસાહસિકો માટે સ્ટાર્ટ-અપ ઇકોસિસ્ટમનું નિર્માણ કરવામાં ગુજરાત ફરી એક બેસ્ટ પરફોર્મર તરીકે ઊભર્યું છે. કેન્દ્ર સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રોત્સાહન વિભાગ (DPIIT) દ્વારા ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના રેન્કિંગ ગુજરાત ટોચ પર રહ્યું છે. 2018ના રેન્કિંગ પણ ગુજરાત બેસ્ટ પરફોર્મર તરીકે ઊભર્યું હતું.

Read More...
  Entertainment

બિગબોસની 14મી સિઝનનું શૂટિંગ શરૂ થશે

ટીવી પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસની 14મી સીઝન શરૂ થવાની છે. શોનું ગ્રાન્ડ પ્રીમિયર 4 ઓક્ટોબરે થવાનું છે જેનું શૂટિંગ સલમાન તેના બે દિવસ પહેલાં કરશે. કન્ટેસ્ટન્ટના નામને લઈને સતત લિસ્ટ બહાર આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ એવા સમાચાર છે કે બધા કન્ટેસ્ટન્ટ 1 ઓક્ટોબરે જ બિગ બોસ હાઉસમાં એન્ટર થવાના છે.
સલમાન ખાન આ સીઝનમાં દર અઠવાડિયે માત્ર એક જ દિવસ શૂટિંગ કરશે અને એકવારમાં જ બે એપિસોડ શૂટ કરશે. હવે મુંબઈ મિરરના રિપોર્ટ અનુસાર સલમાન ખાન 1 ઓક્ટોબરે શૂટિંગ શરૂ કરવાનો છે. તે દિવસે ગ્રાન્ડ પ્રીમિયરનું શૂટ કરશે તેમાં શોના બધા કન્ટેસ્ટન્ટ સાથે મળાવશે. શોમાં ભાગ લેનારા બધા સેલેબ્સ અને કોમન લોકોને શૂટિંગ પહેલાં ક્વોરન્ટીન કરવામાં આવશે સાથે કોરોના ટેસ્ટ પણ થશે. પ્રીમિયરના માત્ર બે દિવસ પહેલાં જ શૂટિંગ હોવાના કારણે કન્ટેસ્ટન્ટના નામ જાહેર કરવામાં આવી રહ્યા નથી.

Read More...

કેટી પેરીને ભારત સાથે ગયા જન્મનો ઋણાનુબંધ છે

કેટી પેરીને ભારતનું આકર્ષણ અનહદ કહી શકાય એ કક્ષાનું છે. એ ચાર વખત ભારતની મુલાકાતે આવી ચૂકી છે. બે વખત અંગત કારણોસર અને બે વાર વ્યવસાયિક ક્ષમતાએ કોરોના ત્રાટક્યો એના અગાઉના મહિને, એટલે નવેમ્બર મહિનામાં કેટ્ટીનો મુંબઇમાં શો યોજાઇ ગયો હતો.
કેટી માને છે કે ગયા જીવનમાં એને ભારત સાથે સાંકળતા કોઇ કડી હોવી જોઇએ. કેટ્ટી સ્વીકારે છે કે જીવનના એક તબક્કે એ ડીપ્રેશનમાં સરી પડી હતી અને ત્યારે સંગીત એની મદદે આવ્યું હતું.

Read More...

આમિરની ફિલ્મના શૂટિંગ માટે કરીના પટૌડી પેલેસમાં રહેશે

કરીના કપૂર બીજી વખત માતા બનવા જઇ રહી હોવાથી તે ઝડપથી પોતાની ફિલ્મોના શૂટિંગ પૂરા કરવામાં વ્યસ્ત થઇ ગઇ છે.આમિર ખાન સાથેની આવનારી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢાના શૂટિંગમાં હાલ વ્યસ્ત છે. હવે શૂટિંગનું બાકીનું શેડયુલ દિલ્હીમાં થવાનું છે. જેથી કરીના કપૂરે દિલ્હીની નજીક આવેલા પટૌડી પેલેસમાં રહેવાનો નિર્ણય કર્યો છે.
કહેવાય છે કે, સૈફ અલી ખાન પોતાની પ્રેગ્નન્ટ પત્ની માટે કોઇ રિસ્ક લેવા માંગતો નથી. તેથી પટૌડી પેલેસમાં રહેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેને અહીં શૂટિંગ માટે એક મહિનો સુધી રોકાવું પડે એમ છે. એટલું જ નહીં શૂટિંગ પર પહોંચવા માટે તેને રોજ લગભગ સો કિલોમીટરનું અંતર સડકમાર્ગે કાપવું પડશે.કરીનાનો નવાબ સૈફ અલી ખાન પુત્ર તૈમુર ૧૫મી ડિસેમ્બરે પેલેસ પહોંચવાના છે. પરિવાર પાછો ૧૬ ઓકટોબરના રોજ મુંબઇ પાછો આવશે.
મુંબઇથી નોકર-ચાકર, રસોઇયા અને તૈમૂરની દેખભાળ કરનારાને પણ લાવવામાં આવશે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store