( Getty Images)

ટીવી પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસની 14મી સીઝન શરૂ થવાની છે. શોનું ગ્રાન્ડ પ્રીમિયર 4 ઓક્ટોબરે થવાનું છે જેનું શૂટિંગ સલમાન તેના બે દિવસ પહેલાં કરશે. કન્ટેસ્ટન્ટના નામને લઈને સતત લિસ્ટ બહાર આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ એવા સમાચાર છે કે બધા કન્ટેસ્ટન્ટ 1 ઓક્ટોબરે જ બિગ બોસ હાઉસમાં એન્ટર થવાના છે.

સલમાન ખાન આ સીઝનમાં દર અઠવાડિયે માત્ર એક જ દિવસ શૂટિંગ કરશે અને એકવારમાં જ બે એપિસોડ શૂટ કરશે. હવે મુંબઈ મિરરના રિપોર્ટ અનુસાર સલમાન ખાન 1 ઓક્ટોબરે શૂટિંગ શરૂ કરવાનો છે. તે દિવસે ગ્રાન્ડ પ્રીમિયરનું શૂટ કરશે તેમાં શોના બધા કન્ટેસ્ટન્ટ સાથે મળાવશે. શોમાં ભાગ લેનારા બધા સેલેબ્સ અને કોમન લોકોને શૂટિંગ પહેલાં ક્વોરન્ટીન કરવામાં આવશે સાથે કોરોના ટેસ્ટ પણ થશે. પ્રીમિયરના માત્ર બે દિવસ પહેલાં જ શૂટિંગ હોવાના કારણે કન્ટેસ્ટન્ટના નામ જાહેર કરવામાં આવી રહ્યા નથી.
કૌન બનેગા કરોડપતિ 12 અને ધ કપિલ શર્મા શો બાદ હવે બિગ બોસના સેટ પર પણ લાઈવ ઓડિયન્સ હટાવી દેવામાં આવી છે. શોમાં માત્ર કન્ટેસ્ટન્ટના પરિવારના સભ્યો જ જોવા મળશે. મેકર્સ અને ચેનલે આ નિર્ણય ગાઇડલાઇનનું પાલન કરીને અને ક્રૂ મેમ્બર્સની સુરક્ષા માટે લેવામાં આવ્યો છે.