Getty Images

અમેરિકાની ખાનગી ઇક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની  પેટા કંપની રિલાયન્સ રિટેલમાં ૭૫૦૦ કરોડ રૃપિયામાં ૧.૭૫ ટકા હિસ્સો ખરીદશેે ે તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે એક નિવેદનમાં જણાવ્યું છે.

આ નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને રિલાયન્સ રીટેલ વેન્ચર્સ લિમિટેડ(આરઆરવીએલ)એ બુધવારે, 9 સપ્ટેમ્બરે જાહેરાત કરી હતી કે  સિલ્વર લેક રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબસિડરી આરઆરવીએલમાં ૭૫૦૦ કરોડ રૃપિયાનું  રોકાણ કરશે. આ સમજૂતી માટે રિલાયન્સ રીટેલનું મૂલ્ય ૪.૨૧ લાખ કરોડ રૃપિયા આંકવામાં આવ્યું છે. ૭૫૦૦ કરોડ રૃપિયાના રોકાણના બદલામાં સિલ્વર લેકને આરઆરવીએલનો ૧.૭૫ ટકા હિસ્સો મળશે. ઉલ્લેખનીય છે કે સિલ્વર લેકનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં બીજુ મોટું રોકાણ છે.

આ અગાઉ સિલ્લર લેકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટા કંપની રિલાયન્સ જીઓમાં ૧.૩૫ અબજ ડોલરનું રોકાણ કર્યુ હતું.
કંપની દ્વારા જારી નિવેદનમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની સબસિડરી કંપની રિલાયન્સ રિટેલ લિમિટેડ ભારતની સૌથી મોટી, ઝડપથી વિકાસ પામતી અને સૌથી નફાકારક કંપની છે. કંપનીના સમગ્ર દેશમાં ૧૨,૦૦૦ સ્ટોર્સ છે.

મુકેશ અંબાણીની માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પોતાની પેટા કંપની રિલાયન્સ રીટેલનો ૧૦ ટકા હિસ્સો વેચવા માગે છે. ઉલ્લેખનીય છે ગયા મહિનામાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ફ્યુચર ગુ્રપનું રીટેલ અને લોજિસ્ટિક બિઝનેસ ૨૪,૭૧૩ કરોડ રૃપિયામાં ખરીદી લીધું હતું.
સિલ્વર લેક સાથે થયેલી સમજૂતી અંગે મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે અમને આનેદ છે કે લાખો નાના વેપારીઓ સાથે ભાગીદારી કરવાના અમારા પરિવર્તનકારી વિચાર સાથે સિલ્વર લેક પોતાના રોકાણના માધ્યમથી જોડાયું છે. ભારતીય રીટેલ સેક્ટરમાં ભારતીય ગ્રાહકોને મૂલ્ય આધારિત સેવાઓ મળે તે જ અમારો પ્રયત્ન છે. અમારુ માનવું છ કે ટેકનોલોજી રિટેલ સેક્ટરમાં જરૃરી ફેરફાર લાવવવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થશે. આ સમજૂતી સિલ્વર લેકે જણાવ્યું છે કે મુકેશ અંબાણી અને રિલાયન્સની ટીમે પોતાના પ્રયત્નોથી રીટેલ અને ટેકનોલોજીના સેક્ટરમાં લીડરશીપ પ્રાપ્ત કરી છે. આટલા ઓછા સમયમાં જીયોમાર્ટની સફળતા અને તે પણ કોરોના મહામારીના સમયમાં એક અભૂતપૂર્વ સિદ્ધિ છે.