(Getty Images)

કેટી પેરીને ભારતનું આકર્ષણ અનહદ કહી શકાય એ કક્ષાનું છે. એ ચાર વખત ભારતની મુલાકાતે આવી ચૂકી છે. બે વખત અંગત કારણોસર અને બે વાર વ્યવસાયિક ક્ષમતાએ કોરોના ત્રાટક્યો એના અગાઉના મહિને, એટલે નવેમ્બર મહિનામાં કેટ્ટીનો મુંબઇમાં શો યોજાઇ ગયો હતો.

કેટી માને છે કે ગયા જીવનમાં એને ભારત સાથે સાંકળતા કોઇ કડી હોવી જોઇએ. કેટ્ટી સ્વીકારે છે કે જીવનના એક તબક્કે એ ડીપ્રેશનમાં સરી પડી હતી અને ત્યારે સંગીત એની મદદે આવ્યું હતું. કેટી પેરી ટુંક સમયમાં એક બાળકીની માતા બનવાની છે જેનો પિતા ઓર્લાન્ડો બ્લૂમ છે. બંનેએ બાળકીના નામ માટે અનેક વિકલ્પો વિચાર્યા છે. પણ આખરી નિર્ણય ઉપર નથી આવ્યા. એ દીકરીને મળશે, ચેહરો જોશે, પછી ફેંસલો કરશે.