Vol. 3 No. 232 About   |   Contact   |   Advertise 21st January 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
કોવિડ રસી બાબતે અફવાઓનો મારોઃ રસી લેવા વિષે લોકોમાં ડર

બ્રિટનમાં વસતા એશિયન્સને કોરોનાવાયરસની રસીને ગંભીરતાથી ધ્યાનમાં લેવા વિનંતી કરવામાં આવી છે અને ડોકટરોએ એવી ચિંતા વ્યક્ત કરી હતી કે “જુઠ્ઠી અફવાઓ”ને કારણે ઘણા લોકો આ રસીને નકારી શકે છે. આ રસીમાં આલ્કોહોલ અને બીફ તથા ડુક્કરના માંસનો સમાવેશ કરવામાં આવેલો છે તેવો દાવો કરતી અફવાઓ છેલ્લા મહિનાઓમાં સોશ્યલ મીડિયા અને વોટ્સએપ પર ફેલાઇ છે એવો નિષ્ણાતોએ દાવો કર્યો છે.

Read More...
બેહાલ લંડનની હોસ્પિટલો કોવિડ દર્દીઓને ન્યૂકાસલ, શેફિલ્ડ અને બર્મિંગહામ મોકલી રહી છે

નવા વેરિએન્ટ ધરાવતા હજ્જારો કોવિડ દર્દીઓને કારણે લંડનની વિવિધ હોસ્પિટલોના આઇસીયુ વોર્ડ ભરાઇ ચૂક્યા છે અને હવે વધુ દર્દીઓની સારવાર કરવી શક્ય નથી ત્યારે લડખડાઇ રહેલી લંડનની હોસ્પિટલો દ્વારા કેટલાક કોવિડ દર્દીઓને આઇસીયુમાં સારવાર મળે તે આશયે 300 માઇલ દૂર ન્યુકેસલ, 67 માઇલ નોર્ધમ્પ્ટન, 125 માઇલ દૂર બર્મિંગહામ અને 167 માઇલ દૂર શેફિલ્ડ ખસેડવામાં આવી રહ્યા છે.

Read More...
કોવિડ રોકવા યુકેના દરવાજા બંધ: તમામ માટે 10 દિવસનું ફરજીયાત ક્વોરેન્ટાઇન

નવા કોરોનાવાયરસ વેરીએન્ટને પગલે ફરીથી યુકેમાં ખાનાખરાબી ન સર્જાય તે માટે વડાપ્રધાન બોરીસ જોન્સને સોમવાર તા. 18થી હવાઇ કે દરિયાઇ માર્ગે યુકે આવતા તમામ લોકો માટે કોરોનાવાયરસનો ટેસ્ટ નેગેટીવ હોવો જોઇએ અને આવનારા તમામ લોકો માટે 10 દિવસનું ક્વોરેન્ટાઇન ફરજીયાત બનાવ્યું છે, જો કે અમુક કેસોમાં તેને પાંચ દિવસ સુધી રાખી શકાશે.

Read More...
ભારતમાં 4.54 લાખ લોકોને વેક્સિન અપાઈઃ માત્ર 0.18 ટકાને આડઅસર

ભારતમાં 16 જાન્યુઆરીએ રસીકરણ અભિયાનના પ્રારંભ બાદ મંગળવાર સુધીમાં 4.54 લાખ લોકોને વેક્સિન આપવામાં આવી હતી, જેમાંથી માત્ર 0.18 ટકા લોકોને આડઅસર થઈ હતી. રસીકરણ અભિયાનના ચોથા દિવસે વેક્સિન લીધા બાદ માત્ર 0.002 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાપડ્યા હતા, એમ સરકારે જણાવ્યું હતું.

Read More...
બાઈડને 1.9 ટ્રિલિયન ડોલરના સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત કરી

અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઇડનને કોરોના મહામારીનો સામનો કરવા માટે 1.9 ટ્રિલિયન ડોલરના જંગી રાહત પેકેજની ગુરુવારે જાહેરાત કરી હતી. આ પેકેજ હેઠળ સરેરાશ નાગરિકોને સીધી નાણાકીય સહાય મળશે તથા બિઝનેસને આર્થિક સપોર્ટ મળશે. આ પેકેજને પગલે અમેરિકામાં રાષ્ટ્રીય રસીકરણ પ્રોગ્રામને પણ વેગ મળશે.

Read More...
બાઈડેનની શપથવિધિ ઐતિહાસિક રીતે અનોખી

અમેરિકાના 46મા પ્રેસિડેન્ટ તરીકે જો બાઈડેનની બુધવારે (20મી) થનારી શપથવિધિ અનેક રીતે અનોખી, ઐતિહાસિક બની રહેશે. વોશિંગ્ટન ડીસીમાં અને દેશના અનેક વિસ્તારોમાં યુદ્ધ ક્ષેત્ર જેવા, અત્યંત ચૂસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથેના માહોલમાં કોઈ જનમેદની તો હશે જ નહીં, ખાસ આમંત્રિત મહેમાનોને પણ કોરોના વાઈરસના નિયંત્રણોના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાનું રહેશે.

Read More...
બાઇડનના વહીવટીતંત્રમાં 20 ઇન્ડિયન અમેરિકન્સનો સમાવેશ

અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જો બાઇડને નવા વહીવટીતંત્રમાં મહત્ત્વના હોદ્દા માટે 20 ઇન્ડિયન અમેરિકનની પસંદગી કરી છે, જે તુલનાત્મક રીતે નાના ભારતીય સમુદાય માટે એક વિક્રમ છે. અમેરિકાની કુલ વસતીમાં ઇન્ડિયન અમેરિકનનું પ્રમાણ માત્ર એક ટકા છે.

Read More...
સુરત નજીક ફૂટપાથ પર સુતેલા મજૂરો પર ડમ્પર ફરી વળતાં 15નાં કમકમાટીભર્યાં મોત

સુરત જિલ્લાના કીમ ચાર રસ્તાથી માંડવી જતા રોડ નજીક ફુટપાથ ઉપર સૂતેલા 20થી વધુ મજૂરો પર ડમ્પર ટ્રક ફરી વળતા એક બાળક સહિત 13 મજૂરોના કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. મંગળવારે વહેલી સવારે બનેલી આ દુર્ઘટનામાં આઠથી વધુ લોકોને ઇજા થઈ હતી.

Read More...
સુરતને મેટ્રો રેલની ભેટ મળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડિયો-કોન્ફરન્સિંગ સોમવારે મારફત સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ્સનું ભૂમિપૂજન કર્યું છે. આ પ્રોજેક્ટ્સ આશરે રૂ.12,020 કરોડનો છે. સુરતના વિકાસની ગતિને વધુ ગતિ આપવા માટે સોમવારે મેટ્રો પ્રોજેકટના પહેલાં ફેઝનું ભૂમિપૂજન થયું હતું.

Read More...
ગુજરાતના ચાર મહાનગરોમાં 31 જાન્યુઆરી સુધી નાઇટ કરફ્યુ

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે રાજ્યના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત એમ ચારેય મહાનગરોમાં રાત્રિ કરફ્યુ 31 જાન્યુઆરી સુધી યથાવત્ રહેશે. આમ ચારેય શહેરોમાં રાત્રે 10થી સવારે 6.00 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે.

Read More...

  Sports
બ્રિસ્બેનમાં રેકોર્ડબ્રેક, ઐતિહાસિક વિજય સાથે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારતની હેટટ્રિક

ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ આવા ઐતિહાસિક, રેકોર્ડબ્રેક વિજય સાથે ભારત પુરો કરશે એવી તો હજી મંગળવારે સવારે પણ બહુ થોડા લોકોને કલ્પના હશે, પણ સાંજે તો ભારતીય ટીમ અને ભારતીય ક્રિકેટ ચાહકો ભવ્યતમ સફળતાની ઉજવણીના આનંદમાં ડૂબી ગયા હતા.

Read More...
ઈંગ્લેન્ડ સામેની પહેલી બે ટેસ્ટ મેચ માટે હાર્દિક પંડ્યા, ઈશાંત શર્માની વાપસી, અક્ષર પટેલને તક

આગામી ફેબ્રુઆરી મહિનાના પહેલા વીકથી ઈંગ્લેન્ડની ટીમની ભારત પ્રવાસની ટેસ્ટ શ્રેણીની શરૂઆત થવાની છે અને પ્રથમ તથા બીજી ટેસ્ટ ચેન્નાઈમાં અનુક્રમે તા. 5 થી 9 તથા 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન રમાવાની છે. આ બે ટેસ્ટ મેચ માટે ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમની પસંદગી કરી છે.

Read More...
ઋષભ પંતે ધોનીનો રેકોર્ડ તોડ્યો

ભારતના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે તેની સફળતામાં વધુ એક રેકોર્ડ કર્યો હતો. પોતાની બિન્દાસ્ત બેટિંગ માટે જાણીતા પંતે ચોથી ઈનિંગમાં ટેસ્ટ ક્રિકેટમાં એક હજાર રન પૂરા કર્યા હતા. એ સાથે તેણે ભૂતપૂર્વ વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ તોડ્યો હતો.

Read More...
મોહમ્મદ સિરાજનો ડેબ્યુ ટેસ્ટ સિરીઝમાં સફળતાનો રેકોર્ડ

ભારતીય ફાસ્ટ બોલર સિરાજે મેલબોર્ન ટેસ્ટમાં ડેબ્યુ કર્યું હતું. તેણે ડેબ્યુ ટેસ્ટ સિરીઝમાં કુલ 13 વિકેટ લીધી છે. એ સાથે, તેણે ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથનો રેકોર્ડ તોડ્યો છે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
એલન મસ્કની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી

એલન મસ્કની ઈલેક્ટ્રિક કાર બનાવતી ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ છે. એલન મસ્કે ભારતના બેંગલુરુમાં ટેસ્લા ઈન્ડિયા મોટર એન્ડ એનર્જી પ્રાઈવેટ લિમિટેડ નામની પેટાકંપનીનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. કંપની અહીં લક્ઝરી ઈલેક્ટ્રિક કારોનું નિર્માણ અને વેચાણ કરવાની યોજના ધરાવતી હોવાનું માનવામાં આવે છે. ટેસ્લાએ પહેલી ઓફિસ બેંગ્લુરુમાં બનાવી છે. બેંગ્લુરુમાં એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ સાથે પોતાની કામગીરી શરુ કરી છે.
કોર્પોરેટ બાબતોના મંત્રાલય મુજબ ટેસ્લા 8 જાન્યુઆરીએ બેંગ્લુરુમાં આવી છે. કંપની ભારતમાં ભારતમાં મોડલ 3 લોન્ચ કરી શકે છે. વર્ષના અંતિમ ત્રિમાસિકમાં ડિલિવરી શરુ કરવામાં આવી શકે છે.

Read More...
વોટ્સએપે નવી પ્રાઇવસી પોલિસીનો અમલ 15 મે સુધી મોકૂફ રાખ્યો

વોટ્સએપે નવી પ્રાઇવસી પોલિસીના અમલને 15 મે સુધી મોકૂફ રાખ્યો હતો. વોટ્સએપની નવી પ્રાઇવસી પોલિસીથી દુનિયાભરના કરોડો લોકો નારાજ થયા હતા અને તેના યુઝર્સ હરીફ કંપનીઓ ખેંચી જશે તેવી ચિંતાને પગલે કંપનીએ આ નિર્ણય કર્યો હતો. વોટ્સએપની નવી પોલિસીથી તેની માલિક કંપની ફેસબૂકને યુઝર્સનો તમામ ડેટા મળશે તેવી ઊભી થયેલી ગેરસમજને દૂર કરવા માટે કંપની પ્રયાસ કરશે.
ટ્સએપે એક નિવેદનમાં જણાવ્યું હતું કે ફેબ્રુઆરીની 8મીએ કોઇએ પોતાના વોટ્સએપ એકાઉન્ટને ડિલિટ નહીં કરવું પડે. અમે કોઇ પણ એકાઉન્ટને ડિલિટ કરવાનો નિર્ણય લીધો નથી અને ભવિષ્યમાં પણ આવી કોઇ યોજના અમે હાથ ધરવાના નથી.

Read More...
ભારતના સાત શહેરોમાં મકાનના વેચાણમાં 50 ટકા ઘટાડો

ભારતના સાત અગ્રણી શહેરોમાં મકાનના વેચાણમાં વર્ષ 2020 દરમિયાન આશરે 50 ટકાનો જંગી ઘટાડો થયો હતો. જોકે 2020ના અંતિમ ક્વાર્ટરમાં મકાનના વેચાણમાં વધારો થયો હતો.
એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ૨૦૧૯માં ૧.૪૩ લાખ મકાનની સામે ૨૦૨૦માં સાત શહેરોમાં કુલ ૭૪,૪૫૦ મકાનો વેચાયા હતા. ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં મકાનના વેચાણમાં સપ્ટેમ્બર ત્રિમાસિકની સરખામણીએ ૫૧ ટકા વધારો થયો હતો. ૨૦૨૦માં વાર્ષિક ધોરણે ૫૨ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ડિસેમ્બર ત્રિમાસિક ગાળમાં દેશના શહેરોમાં થયેલા કુલ વેચાણમાંથી ૨૩ ટકા વેચાણ મુંબઈમાં થયું હતું. દિલ્હી એનસીઆરમાં આ આંક વીસ ટકા રહ્યો હતો.

Read More...
નોટોરિયસ માર્કેટની અમેરિકાની યાદીમાં ભારતના ચાર માર્કેટનો સમાવેશ

યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસે જારી કરેલી નોટોરિયસ માર્કેટની યાદીમાં ભારતના ચાર માર્કેટનો સમાવેશ થયો છે. ભારતની અગ્રણી ઇ-કોમર્સ કંપની સ્નેપડીલનો પણ તેમાં સમાવેશ થયો છે. યુએસ ટ્રેડ રિપ્રેઝન્ટેટિવ ઓફિસે બનાવટી પ્રોડક્ટ્સ અને પાઇરેટેડ પ્રોડક્ટ્સ માટેના નોટોરિયસ માર્કેટની 2020માં સમીક્ષા કર્યા બાદ આ યાદી જારી કરી હતી.
આ યાદીમાં સામેલ થયેલા ચાર ઇન્ડિયન માર્કેટમાં મુંબઈના હીરા પન્ના, કોલકતાના કિડરપોર તથા દિલ્હીના પાલિકા બજાર અને ટેન્ક રોડનો સમાવેશ થાય છે. નોટોરિયસ માર્કેટની ગયા વર્ષની યાદીમાં એઝવાલના મિલેનિયમ સેન્ટરનો સમાવેશ થયો હતો, પરંતુ હવે તેની જગ્યાએ પાલિકા બજારનો સમાવેશ થયો છે.

Read More...
વિશ્વની સૌથી મૂલ્યવાન 500 કંપનીઓમાં ભારતની 11 કંપનીનો સમાવેશ

વિશ્વની સૌથી મૂલ્યવાન 500 કંપનીઓની યાદીમાં ભારતની ખાનગી ક્ષેત્રની 11 કંપનીઓનો સમાવેશ થયો હતો. આ પ્રતિષ્ઠિત સૂચિમાં ભારત દેશ 10મા ક્રમે છે. 2020ના વર્ષમાં આ 11 કંપનીઓના કુલ મૂલ્યમાં 14 ટકાનો વધારો થયો હતા અને તેમનું મૂલ્ય 805 બિલિયન ડોલર અથવા ભારતના જીડીપીના લગભગ ત્રીજા ભાગનું રહ્યું હતું

Read More...
  Entertainment

સૈફ અલી ખાનની તાંડવ વેબસીરીઝ વિવાદમાં સપડાઇ

સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડિયા, સુનીલ ગ્રોવર, ગૌહર ખાન અને ઝીશાન અયુબ અભિનીત તાંડવ વેબ સિરીઝ વેબ સિરીઝ રિલીઝ થતાં જ વિવાદોમાં ઘેરાયેલી જોવા મળે છે. વેબ સીરીઝનાપહેલા એપિસોડને લઈને વિવાદ ઉભો થયો છે. હકીકતમાં, વેબ સિરીઝના પહેલા જ એપિસોડમાં, ઝીશાન અયુબ ભગવાન શિવનો વેશ જોવા મળે છે અને આ પોશાકમાં તે યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતા પણ જોવા મળે છે.
આ દરમિયાન, ઝીશાન અયુબ સ્ટેજ પરથી કહેતા જોવા મળે છે – ‘તમને કોની સ્વતંત્રતા જોઈએ છે?’ ઝીશાન પહોંચતાંની સાથે જ સ્ટેજ ઓપરેટર કહે છે- ‘નારાયણ-નારાયણ, ભગવાન કંઈક કરો. રામજીના અનુયાયીઓ સોશિયલ મીડિયા પર સતત વધી રહ્યા છે. મને લાગે છે કે આપણે નવી વ્યૂહરચના ઘડવી જોઈએ.

Read More...

સોનમ કપૂર પ્રજ્ઞાચક્ષુ યુવતીની ભૂમિકા ભજવશે

અભિનેત્રી સોનમ કપૂર તેની આગામી ફિલ્મ બ્લાઇન્ડમાં પ્રજ્ઞાચક્ષુ યુવતીની ભૂમિકા ભજવવાની છે. જેના માટે તે બોડી લેન્ગવેજની તાલીમ લઇ રહી છે.
ફિલ્મ સાથે જોડાયેલા એક વ્યક્તિએ જણાવ્યું હતુ ંકે, ફિલ્મનાપાત્રને યોગ્ય ન્યાય આપવા માટે સોનમ હાલ સખત ડાયટ કરી રહી છે. કહેવાય છે કે, તે મહામારી પછી જલદી જ શૂટિંગ શરૂ કરશે.ફિલ્મના દિગ્દર્શક સાથે તે વિવિધ વિષયોના રિસર્ચ પર ચર્ચા કરી રહી છે. એક કોચ પાસેથી પોતાના પાત્રને ઉત્તમ રીતે ભજવવા માટે તાલીમ પણ લઇ રહી છે.

Read More...

વરૂણ ધવન નતાશા દલાલ સાથે ટુંક સમયમાં જ લગ્ન કરશે

અભિનેતા વરુણ ધવન અને તેની ગર્લફ્રેન્ડ નતાશા દલાલ પોતાની લવસ્ટોરી માટે ચર્ચામાં છે. આ કપલને લઇને એક સમાચાર જાણવા મળ્યા છે.જોકે તેને સત્તાવાર પુષ્ટિ કરવામા ંઆવી નથી. એક રિપોર્ટના અનુસાર વરુણ અને નતાશા આ જ મહિને લગ્ન કરવાના છે. અલીબાગમાં તેઓ પંજાબી રીતરિવાજથી લગ્નબંધનમાં બંધાવાના છે. આ માટે તેમણે એક ફાઇવસ્ટાર હોટલ બુક કરી છે.
આ લગ્નમાં તેઓ ૨૦૦ મહેમાનોને આમંત્રણ આપવાના છે. ૨૦૧૮માં વરુણે નતાશા સાથેના સંબંધોને ઓફિશિયલ કરી દીધા હતા. બે વરસપહેલા જ તેમના લગ્નની તૈયારી શરૂ કરવામાં આવી હતી.

Read More...

અનુપ જલોટા સત્ય સાંઇબાબાનો રોલ કરશે

ભજન સમ્રાટ અનુપ જલોટા ટુંક સમયમાં જ સત્ય સાંઇબાબાની બાયોપિકમાં જોવા મળવાના છે. આ ફિલ્મ આદ્યાત્મિક ગુરુ સત્ય સાંઇબાબા પર આધારિત હશે.અનુપ જલોટાના આ રોલવાળી તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. અનુપ જલોટાએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેઓ ૧૨ વરસના હતા ત્યારે સાંઇબાબાને મળ્યા હતા. હું ૫૫ વરસનો હતો ત્યારે સત્ય સાંઇ બાબાને મળ્યો હતો.

Read More...

પ્રિયંકા ચોપરા એક કરતાં વધુ બાળકોની માતા બનવા માગે છે

અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ હવે માતા બનવા માગે છે. તે એક કરતા વધારે બાળકોની માતા બનવા માગે છે. વર્ષ 2018 માં નિક જોનાસ સાથે લગ્નના બંધનમાં બંધાયેલ પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં જ એક મેગેઝિન સાથેની વાતચીતમાં તેણે તેના ફેમિલી પ્લાનિંગ વિશે વાત કરી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store