સુરત નજીક ફૂટપાથ પર સુતેલા મજૂરો પર ટ્રક ફરી વળતા 15 વ્યક્તિના મોત થયા હતા. (PTI Photo)

સુરત જિલ્લાના કીમ ચાર રસ્તાથી માંડવી જતા રોડ નજીક ફુટપાથ ઉપર સૂતેલા 20થી વધુ મજૂરો પર ડમ્પર ટ્રક ફરી વળતા એક બાળક સહિત 13 મજૂરોના કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા. મંગળવારે વહેલી સવારે બનેલી આ દુર્ઘટનામાં આઠથી વધુ લોકોને ઇજા થઈ હતી. ડમ્પર નીચે કચડાયેલા તમામ શ્રમજીવીઓ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના કુશલગઢના વતની હોવાનું બહાર આવ્યું હતું. આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મૃતકોના પરિવારને રૂ.2 લાખ તથા ઇજાગ્રસ્તને રૂ.50,000ની સહાય કરવાની જાહેરાત કરી હતી.

પોલીસે જણાવ્યું હતું.આ ઘટના સુરતથી આશરે 60 કિમી દૂર આવેલા કોસંબા ગામ નજીક બની હતી. આ દુર્ઘટનામાં 15 મજૂરોના મોત થયા હતા. ઘટનાસ્થળે લોહીનાં ખાબોચિયા ભરાઈ ગયાં હતાં. આવી હાલત વચ્ચે પોલીસકર્મીઓએ લોહી નીંગળતી હાલતમાં 12 ડેડબોડી ટેમ્પોમાં ભરીને હોસ્પિટલમાં ખસેડી હતી. આઠ ઇજાગ્રસ્તમાંથી ત્રણ મજૂરોના મોત હોસ્પિટલમાં થયા હતા. શેરડી ભરેલી ટ્રેકટર ટ્રોલી સાથે અથડાયા બાદ ટ્રક ચાલકે અંકુશ ગુમાવ્યો હતો. ટ્રેકટર ટ્રોલી સામેની દિશાથી આવતી હતી. શેરડીને કારણે ટ્રકની ફ્રન્ટ વિન્ડો પેન તૂટી ગઈ હતી અને ડ્રાઇવરને દેખાવાનું બંધ થયું હતું. તેનાથી ટ્રેક રોડથી નીચે ઉતરી ગઈ હતી અને સુતેલા મજૂરોનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ટ્રક ચાલકને અટકાયતામાં લેવામાં આવ્યો હતો.

આ દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે ટ્વીટ કર્યું હતું કે સુરતમાં ટ્રક અકસ્માતમાં થયેલા મોત એક દુઃખદ ઘટના છે. મોદીએ મૃતકોના પરિવારને રૂ.2 લાખ અને ઇજાગ્રસ્તને રૂ.50,000ની સહાય કરવાની જાહેરાત કરી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણીએ મૃત્યુ પામેલા પ્રત્યેક શ્રમજીવીના પરિવારને 2 લાખ રૂપિયાની રાજ્ય સરકાર દ્વારા સહાયની પણ જાહેરાત કરી હતી.