Vol. 3 No. 249 About   |   Contact   |   Advertise 20th May 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ભારતીય વેરિયન્ટના ફેલાવાથી સ્થાનિક લોકડાઉનનું જોખમ

હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે ચેતવણી આપી હતી કે કોરોનાવાયરસનો નવો ભારતીય વેરિયન્ટ “જંગલની આગની જેમ” ફેલાય છે અને તેનાે ફેલાવાે રોકવા સ્થાનિક લોકડાઉનની જરૂર પડી શકે છે. કોરોનાવાયરસના આ નવા ભારતીય વેરિયન્ટ સામે રસી કામ કરતી હોવાના નવા પુરાવાઓથી “વધુ આત્મવિશ્વાસ” મળ્યો છે. વૈજ્ઞાનિકોએ લોકોને ગભરાવા નહીં અને છતાં સાવચેત રહેવા જણાવ્યું છે.નવો વેરિયન્ટ જે રીતે ફેલાય છે તે જોતાં સરકાર દિવસમાં એક મિલિયન લોકોને રસી આપવાની આશા રાખે છે.મિ‌નિસ્‍ટરોએ સાંસદોને જણાવ્યું છે કે તેઓ એક પખવાડિયામાં રસીની દૈનિક માત્રાની સંખ્યા 5,00,000થી વધારીને 8,00,000 સુધી કરશે અને ઉનાળા દરમિયાન સંભવત: તે એક મિલિયન સુધી લઇ જશે.

Read More...
‘તાઉતે’ વાવાઝોડાથી તારાજી, ગુજરાતમાં 13નાં મોત

અરબી સમુદ્રમાં સર્જાયેલું ‘તાઉતે’ વાવાઝોડું સોમવારે, 17મેની મોડી રાત્રે ગુજરાતના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. પોરબંદર અને મહુવા (દીવના પૂર્વ ભાગમાં) ૧૫૫થી ૧૬૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા આ વાવાઝોડાથી ગુજરાતમાં 13 માણસોના મોત નિપજ્યા હોવાનું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ મંગળવારે જણાવ્યું હતું.રાજ્યભરમાં તોફાની વરસાદ પડ્યો હતો, તો ઠેર ઠેર વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થવા તેમજ મકાનોના છાપરાં ઉડી જવાની ઘટનાઓ બની હતી. રાજ્યભરમાંથી આશરે બે લાખ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. વાપી, રાજકોટ અને ગરિયાધારમાં એક-એક વ્યક્તિનું તેમજ ઉનામાં બે તથા આણંદમાં એક બાળકીનું મોત થયું હોવાના સમાચાર છે.

Read More...
ભારતીયોની પ્રવેશબંધીમાં વિલંબથી 20 હજાર જોખમી લોકો યુકેમાં પ્રવેશ્યાની આશંકા

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને ભારતમાંથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ લાદવામાં વિલંબ કરતા દેશમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવેલા ઓછામાં ઓછા 20 હજાર પ્રવાસીઓ કોવિડ-19ના સ્ટ્રેઇનથી ચેપગ્રસ્ત હોવાની સંભાવના દર્શાવવામાં આવી છે.ભારતીય વેરિયન્ટના કેસીઝમાં વધારો થતાં હવે લોકડાઉનમાં આપેલી છૂટછાટો સામે ખતરો ઊભો થયો છે. વડાપ્રધાને પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવતી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ જાહેર કર્યાના ત્રણ અઠવાડિયા પછી 23 એપ્રિલે ભારતનો ‘રેડ’ લિસ્ટમાં ઉમેરો કર્યો હતો.

Read More...
અમેરિકામાં વ્યાપક રસીકરણથી માસ્ક અને ડિસ્ટન્સના નિયમોમાં છૂટછાટો

અમેરિકાની ઉચ્ચ કક્ષાની હેલ્થ એજન્સીએ ગુરુવારે જણાવ્યું હતું કે, તે કોવિડ-19 સામે રક્ષણ માટે સંપૂર્ણ રસી લેનારા લોકો માટે માસ્ક પહેરવા સંબંધિત સૂચનાઓ પરત લઇ રહી છે. પ્રેસિડેન્ટ જો બાઇડેને આ ક્ષણને મહત્ત્વની ગણાવીને લાંબા સમયથી ચાલી રહેલી મહામારી સામેની લડતમાં એક મહાન દિવસ તરીકે તેને ગણાવ્યો છે.આ જાહેરાત સેન્ટર્સ ફોર ડીસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (સીડીસી)એ વાઇરસને ફેલાતો અટકાવવા માટે લોકોને તેમના ચહેરા ઢાંકવા વિનંતી કરી હતી તેના એક વર્ષ કરતા વધુ સમય પછી નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે.

Read More...
ગુજરાતના ગામડાંઓમાં હવે કોરોનાનો હાહાકાર

ગુજરાતમાં કોરોનાના નવા કેસ અને અને મોતના સત્તાવાર આંકડામાં ઘટાડો થયો છે. શહેરી વિસ્તારોમાં કેસો ઘટ્યા છે પરંતુ રાજ્યના ગામડાંઓમાં કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ સુવિધા અને હેલ્થકેર સુવિધાને અભાવે દરરોજ સંખ્યાબંધ લોકો મરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.ગામડામાં કોરોનાની સાથે સાથે મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસ) નામની ભયાનક બિમારી પણ ફેલાઈ રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાએ માથું ઉંચકતા સરકાર પણ દોડતી થઇ ગઇ છે.

Read More...
અમેરિકામાં વસતો પાટીદાર સમાજ વતનની વહારે

અમેરિકામાં વસતા પાટીદારોએ ગુજરાતમાં પોતાના વતનની મદદે ચઢ્યા હોવાના અનેક દાખલાઓ છે, ત્યારે સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના લોકો કોરોનામાં ગુજરાતીઓને મનમૂકીને દાન આપ્યું છે. સૌરાષ્ટ્ર પટેલ કલ્ચર સમાજ – અમેરિકાએ ગુજરાતના ગામડાઓમાં કોરોનાના દર્દીઓ માટે ઓક્સિજનના મશીનો મોકલવાનું નક્કી કર્યું છે. માત્ર 4 જ દિવસમાં 5 કરોડ (6,80,000 ડોલર)નું દાન ભેગું કરી નાંખ્યું હતું,

Read More...
કોરોનાના કેસમાં ઘટાડો છતાં દિલ્હીમાં લોકડાઉન લંબાવાયું

ભારતની રાજધાની દિલ્હીમાં કોરોના કેસોમાં ઘટાડો થયો હોવા છતાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે લોકડાઉન વધુ એક સપ્તાહ વધારવાની રવિવારે જાહેરાત કરી હતી. દિલ્હીમાં ચોથી વાર આ લૉકડાઉન વધારવામાં આવ્યું છે. દિલ્હીમાં ગયા મહિને પહેલી વાર લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી ત્યારપછી સતત તેને લંબાવવામાં આવ્યું છે.

Read More...
ગુજરાત સરકાર મૃત્યુના આંકડા છુપાવતી નથી: ગૃહ રાજ્ય પ્રધાન

ગુજરાત સરકારમાં ગૃહ રાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મીડિયામાં ‘ગુજરાતમાં મૃત્યુના આંકડા સરકાર છૂપાવે છે. ૭૧ દિવસમાં ૧.ર૩ લાખ ડેથ સર્ટીફીકેટ ઇસ્યુ થયાં’ એવા પ્રસિદ્ધ થયેલા સમાચારને હકીકતલક્ષી વિગતોથી તદ્દન જુદા અને આધારવિહીન ગણાવ્યા છે. તેમણે આ સંદર્ભમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, આ અહેવાલમાં મરણ પ્રમાણપત્ર-ડેથ સર્ટીફીકેટને આધાર બનાવીને જે મૃત્યુની સંખ્યા ગણવામાં આવી છે

Read More...
મહારાષ્ટ્રમાં લોકડાઉન 1 જૂન સુધી લંબાવાયું

કોરોનાના કેસ અને મોતમાં સતત વધારાને પગલે મહારાષ્ટ્ર સરકારે 1 જૂન સુધી રાજ્યમાં લોકડાઉન લંબાવવાનો ગુરુવારે નિર્ણય કર્યો હતો. સરકારે કોરોના ગાઈડલાઈન્સ પણ જાહેર કરી છે, જેમાં મહત્વના દિશાનિર્દેશ કરવામાં આવ્યા છે. જૂના નિયમોની સાથે કેટલાક નવા નિયમો પણ જોડવામાં આવ્યા છે જેથી કોરોના વાયરસની ચેઈનને તોડી શકાય. સરકારી આંકડા પ્રમાણે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના બુધવારે વધુ 46,781 કેસ પોઝિટિવ આવ્યા છે અને 816 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હાલ રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 5,46,129 છે.

Read More...
ભારતમાં કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે મ્યુકરમાઈકોસિસની નવી બિમારીની આફત

ભારતમાં કોરોના મહામારીના પ્રકોપ વચ્ચે ભારતના ગુજરાચ સહિતના કેટલાંક રાજ્યોમાં મ્યુકરમાઈકોસિસ અથવા બ્લેક ફંગસ નામની નવી બિમારીએ આફત ઊભી છે. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યોમાં આ બીમારીની અસર વધારે જણાઈ રહી છે. સ્થિતિ એ હદે ખરાબ છે કે, આ બીમારીમાં લગભગ 50 ટકા દર્દીઓ પોતાનો જીવ ગુમાવી રહ્યા છે અને આ બિમારીની સારવારમાં વપરાતી દવાની અછત ઊભી થઈ છે.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
એર ઇન્ડિયાના વિમાનો સહિતની ભારતની મિલકતો જપ્ત કરવાની કેઇર્નની હિલચાલ

બ્રિટનની કંપની કેઇર્ન એનર્જીએ ટેક્સ વિવાદના સંદર્ભમાં ભારત સરકાર પાસેથી 1.72 બિલિયન ડોલર વસૂલ કરવા માટે વિદેશમાં રહેલી ભારત સરકારની 70 બિલિયન ડોલરની મિલકતો અલગ તારવી છે. આ સંપત્તિમાં એર ઇન્ડિયાના વિમાનો, ભારતના જહાજો, બેન્ક એકાઉન્ટ, ઓઇલ અને ગેસ કાર્ગો વગેરેનો સમાવેશ થાય છે.

Read More...
ભારતના ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ સામે જોખમ

ભારતમાં કોરોના મહામારીના પ્રકોપને પગલે વૈશ્વિક રોકાણકારો ભાવિ આર્થિક સુપરપાવર તરીકે ગણાતા ભારતના ઇન્વેસ્ટમેન્ટ ગ્રેડ રેટિંગ અંગે સવાલ કરી રહ્યાં છે. કોરોનાના ફટકાથી ભારતના દેવામાં વધારો થયો છે અને આર્થિક સુધારાની પ્રક્રિયા અટકી પડી છે.

Read More...
ભારત આ વર્ષે લંગડા, દશેરી, હિમસાગર, ઝરદાલુ કેરીની પણ નિકાસ કરશે

વિશ્વમાં કેરીના સૌથી મોટા ઉત્પાદક દેશ ભારતે આલ્ફાન્સો અને કેસર સિવાયની બીજી વેરાઇટીની પણ નિકાસ કરવાની યોજના બનાવી છે. વિશ્વભરમાં પથરાયેલા ડાયસ્પોરો અને વિદેશી લોકોની ઊંચી માગને પગલે ભારત લંગડા, દશેરી, હિમસાગર, ઝરદાલુ જેવી વેરાઇટીની નિકાસ કરે તેવી શક્યતા છે.

Read More...
એલન મસ્કનો યુ-ટર્નઃ ટેસ્લાની ખરીદી માટે બિટકોઇનમાં પેમેન્ટ નહીં સ્વીકારે

ટેસ્લાના માલિક એલન મસ્કે બિટકોઇન અંગે યુ-ટર્ન લીધો છે. તેમણે ગુરુવારે ટ્વીટ કરીને જાહેરાત કરી હતી કે ટેસ્લા ઇન્ક પર્યાવરણીય ચિંતાને કારણે તેના વાહનોની ખરીદી માટે બિટકોઇનનો સ્વીકાર નહીં કરે.

Read More...
જેપી મોર્ગન ભારતમાં 400 ટેકનોલોજી પ્રોફેશનલ્સની ભરતી કરશે

જેપી મોર્ગને જણાવ્યું હતું કે કંપની આ વર્ષે ભારતમાં આશરે 4,000 અનુભવી ટેકનોલોજિસ્ટની ભરતી કરવા માગે છે. કંપની હાલમાં બેગલુરુ, મુંબઈ અને હૈદરાબાદમાં આશરે 35,000 કર્મચારી ધરાવે છે. ભારતના ખાતેના સેન્ટર્સ આ ઇન્વેસ્ટમેન્ટ બેન્કનો વૈશ્વિક બિઝનેસને સપોર્ટ કરે છે.

Read More...
  Entertainment

ટીવી સીરિયલ્સના શૂટિંગ માટે ગુજરાત ચર્ચામાં

મહારાષ્ટ્રમાં કોરોનાની પરિસ્થિતિ ગંભીર હોવાથી ફિલ્મો અને ટીવી સીરિયલ્સના શૂટિંગ અટકી ગયા છે. આથી નિર્માતાઓ શૂટિંગ પૂર્ણ કરવા અન્ય રાજ્યોમાં નજર દોડાવી રહ્યા છે. કોરોના પર કાબૂ મેળવવા માટે મહારાષ્ટ્ર સરકારે લગાવેલા લોકડાઉનના કારણે મોટાભાગનું કામકાજ બંધ થઇ ગયું છે.

Read More...

સલમાન રાધે ફિલ્મની આવક મહામારીમાં વાપરશે

ભારતમાં કોરોના મહામારીના કારણે અતિગંભીર પરિસ્થિતિ ઊભી થઇ છે. દર્દીઓ વધતા જતા કેસો વચ્ચે આરોગ્ય સેવાની અછતને કારણે જનજીવન ગંભીર રીતે ખોરવાયું છે. આ સ્થિતિમાં બોલિવૂડ સેલીબ્રિટિઝ અનેક રીતે લોકોને મદદ કરી રહ્યા છે.

Read More...

રણદીપે કરી મનની વાત

સલમાન ખાન સાથે પોતાની નવી ત્રીજી ફિલ્મ ‘રાધે: યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ’ને કારણે રણદીપ હુડ્ડા અત્યારે બોલીવૂડમાં ચર્ચાનું કેન્દ્ર છે. આ ફિલ્મમાં તે વિલનના રોલમાં છે, તેનું રાણા નામનું પાત્ર ખૂબ જ ઘાતક છે. ટ્રેલરમાં સલમાન અને રણદીપ વચ્ચે લડાઇ થતી હોય તેવા સંવાદો જોવા મળ્યા છે.

Read More...

સ્વરા ભાસ્કર ગુસ્સે કેમ થઇ?

ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી થઇ હતી. ઓક્સિજનથી લઈ દવા, ઇન્જેક્શન અને હોસ્પિટલમાં બેડની અછત ઊભી થઇ છે. આ સ્થિતિ જોયા પછી સ્વરા ભાસ્કર ભારતની મોદી સરકાર સામે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, હવે દેશને નવા વડાપ્રધાનની જરૂર છે.

Read More...

ડાન્સ શોમાં શિલ્પાને સ્થાને મલાઇકા

ડાન્સ રિયાલિટી શો ‘સુપર ડાન્સર ચેપ્ટર 4’નું શૂટિંગ હવે દમણમાં કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. નિર્ણાયકો શિલ્પા શેટ્ટી અને અનુરાગ બાસુ અંગત કારણોસર થોડા સમય માટે શોમાં જોવા નહીં મળે. તાજેતરમાં અઠવાડિયે રેમો ફર્નાન્ડિઝ અને ફરાહ ખાને તેમનું સ્થાન લીધું હતું અને મુંબઇથી શૂટિંગ કર્યુ હતું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store