(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

ભારતમાં કોરોનાની બીજી લહેરને કારણે ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી થઇ હતી. ઓક્સિજનથી લઈ દવા, ઇન્જેક્શન અને હોસ્પિટલમાં બેડની અછત ઊભી થઇ છે. આ સ્થિતિ જોયા પછી સ્વરા ભાસ્કર ભારતની મોદી સરકાર સામે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, હવે દેશને નવા વડાપ્રધાનની જરૂર છે. હકીકતમાં તેણે જાણીતા પત્રકાર શેખર ગુપ્તાની પોસ્ટ સામે પોતાનો પ્રતિભાવ આપીને ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

શેખર ગુપ્તાએ જે પોસ્ટ કરી હતી તેમાં તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક નવી ટીમની જરૂર છે. જો PMO ઈચ્છે છે કે દેશ ચાલતો રહે, આગળ વધતો રહે.આથી સ્વરા ભાસ્કરે આ પોસ્ટનો જવાબ આપતાં કહ્યું હતુ, ‘ભારતને એક નવા વડાપ્રધાનની જરૂર છે. જો ભારતીયો પોતાના સંબંધીઓને શ્વાસ માટે હાંફતા જોવા નથી ઇચ્છતા… તો…’

સોશિયલ મીડિયામાં સ્વરા ભાસ્કર પોતાની આ પોસ્ટને કારણે ટ્રોલ થઈ હતી. અનેક યુઝર્સે સ્વરા ભાસ્કરને આડેહાથ લીધી હતી. એક યુઝરે કહ્યું હતું, માફ કરજો. 2024 પહેલાં તો આવું થઈ શકે તેમ નથી તો અન્ય એકે કહ્યું હતું કે આ સ્વરા ભાસ્કર છે કોણ?

તાજેતરમાં જ સ્વરાએ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ હારી જતાં એક પોસ્ટમાં કહ્યું હતું, ‘બંગાળની 70 ટકા વસતી હિંદુ છે અંકલ, હિંદુઓની લાત ખાધી છે તમે.’ લોકસભા ચૂંટણી સમયે સ્વરાએ આમઆદમી પાર્ટીનો અને કોંગ્રેસનો પ્રચાર કર્યો હતો. તે સમયે પણ સોશિયલ મીડિયા યુઝર્સે તેને ખાસ્સી ટ્રોલ ’કરી હતી. તે છેલ્લે વર્ષ 2018માં બોલિવૂડ ફિલ્મ ‘વીરે દી વેડિંગ’માં જોવા મળી હતી.