(istockphoto)

જેપી મોર્ગને જણાવ્યું હતું કે કંપની આ વર્ષે ભારતમાં આશરે 4,000 અનુભવી ટેકનોલોજિસ્ટની ભરતી કરવા માગે છે. કંપની હાલમાં બેગલુરુ, મુંબઈ અને હૈદરાબાદમાં આશરે 35,000 કર્મચારી ધરાવે છે. ભારતના ખાતેના સેન્ટર્સ આ ઇન્વેસ્ટમેન્ટ બેન્કનો વૈશ્વિક બિઝનેસને સપોર્ટ કરે છે.

જેપી મોર્ગન હેડ (એચઆર ઇન્ડિયા) ગૌરવ આહલુવાલિયાએ જણાવ્યું હતું કે અમારા ક્લાન્ટની સફળતા અને બિઝનેસ વ્યૂહરચના માટે ટેકનોલોજી મહત્ત્વની છે. અમે ક્લાઉડ, બિગ ડેટા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, ડિજિટલ પ્લેટફોર્મ અને સાઇબરસિક્યોરિટીઝ જેવા સેગમેન્ટમાં અમારા ટેલેન્ટમાં વધારો કરવા માગીએ છીએ.