Vol. 3 No. 274 About   |   Contact   |   Advertise 16th December 2021


‘ ’
euro
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ઓમિક્રોનથી યુકેમાં એકનું મોત, જૉન્સનનું નવું બૂસ્ટર અભિયાન

યુકેમાં ઓમિક્રોન વાઇરસના કારણે પ્રથમ મૃત્યુ થયું હોવાની જાહેરાત કરાઇ છે. કોવિડ રોગચાળાના કારણે ભયાનક ખાનાખરાબી પછી નવા કોવિડ વેરીઅન્ટ ઓમિક્રોનના ભયાનક જુવાળમાંથી બચાવવા વડા પ્રધાન બોરિસ જૉન્સને “ઓમિક્રોન કટોકટી” જાહેર કરી તેનો સામનો કરવા આ અઠવાડિયાથી ઇંગ્લેન્ડમાં 18 વર્ષથી વધુ ઉંમરના દરેકને બૂસ્ટર જેબ્સ આપવાની જાહેરાત કરી હતી.

Read More...
યુગાન્ડાના યુકે સ્થિત હાઈ કમિશનર તરીકે નિમિષા માધવાણીની નિયુક્તિ

યુગાન્ડાના એશિયન ડાયસ્પોરાના સદસ્યો 1972માં ક્રૂર સરમુખત્યાર ઈદી અમીન દ્વારા એશિયનોને હાંકી કાઢવાની 50મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે ભેગા થઇ રહ્યા છે ત્યારે યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેની દ્વારા ઇસ્ટ આફ્રિકાના અગ્રણી પરિવારોમાંના એક પરિવારના સભ્ય એવા નિમિષા માધવાણીની વરણી યુકેના હાઈ કમિશનર તરીકે નિયુક્તી કરવામાં આવી છે.

Read More...
અમેરિકામાં વિનાશક ટોર્નેડોઝની હારમાળા, સાત રાજ્યોમાં 88નાં મોત

અમેરિકાના મિડવેસ્ટના કેટલાય રાજ્યોમાં ગયા સપ્તાહે શુક્રવારે મધ્ય રાત્રીથી શનિવાર સવાર સુધી શ્રેણીબદ્ધ વંટોળિયાઓએ (ટોર્નેડોઝ) અનેક શહેરોને ધમરોળી વ્યાપક વિનાશ વેર્યો હતો.

Read More...
ભારતીય સુંદરી હરનાઝ સંધુના શિરે મિસ યુનિવર્સનો તાજ

ગળાકાપ સ્પર્ધાના અંતે મિસ યુનિવર્સ 2021 તરીકે ભારતની હરનાઝ સંધૂની પસંદગી થઇ છે. 12 ડિસેમ્બરે ઈઝરાયેલ ખાતે યોજાયેલી 70મી મિસ યુનિવર્સ સ્પર્ધા યોજાઈ હતી વિશ્વભરમાંથી 75થી વધુ સુંદરીઓ આવી હતી.

Read More...
ઓમિક્રોન સામે વેક્સિનના બે ડોઝ પૂરતા નથી, બૂસ્ટર જરૂરીઃ અભ્યાસ

કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટ સામે કોવિડ વેક્સિનના બે ડોઝ પૂરતા નથી અને આ ઝડપી સ્વરૂપ બદલતા આ વેરિન્ટને અટકાવવા માટે બૂસ્ટર ડોઝ જરૂરી છે, એમ બ્રિટનના એક અભ્યાસમાં જણાવાયું છે.

Read More...
ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન

મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યૂને કારણે રવિવારે અવસાન થયું હતું. તેમની ઉંમર 44 વર્ષ હતી. અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયા બાદ તેમના પાર્થિવ દેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો.

Read More...
વાયબ્રન્ટ સમીટ માટે દુબઇમાં રોડ-શો, 19 એમઓયુ થયા

ગુજરાતમાં 10 જાન્યુઆરીએ વાયબ્રન્ટ સમીટ માટે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળના એક પ્રતિનિધિમંડળ બે દિવસ દુબઈના પ્રવાસ ગયું હતું. આ દરમિયાન રોડ શો થયો હતો અને દુબઇના ઉદ્યોગપતિઓ સાથે 19 સમજૂતીપત્ર (એમઓયુ) પર હસ્તાક્ષ કરવામાં આવ્યા હતા.

Read More...
જામનગરમાં ઓમિક્રોનના વધુ બે કેસ નોંધાતા ફફડાટ

જામનગરમાં શુક્રવારે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનના નવા બે કેસ નોંધાયા હતા. અગાઉ ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા 72 વર્ષના વ્યક્તિ ઓમિક્રોન પોઝિટવ આવ્યા હતા. આ વૃદ્ધના સંપર્ક સંપર્કમાં આવેલી બે વ્યક્તિ પણ ઓમિક્રોન પોઝિટિવ આવ્યા છે.

Read More...
મોદીએ રશિયાના પ્રેસિડન્ટ પુતિનને ખંભાતના અકીકના બાઉલ ભેટમાં આપ્યા

રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમીર પુતિન છ ડિસેમ્બરે ભારતના મહેમાન બન્યા હતા ત્યારે ગુજરાતનું ખંભાત ચર્ચાનો વિષય બન્યું હતું. તેનું કારણ એ છે મોદીએ પુતિનને ખંભાતના અકીકના બાઉલ ભેટમાં આપ્યા હતા.

Read More...
ગુજરાતના આઠ મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂ 31 ડિસેમ્બર સુધી લંબાવાયો

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભય વચ્ચે ગુજરાત સરકારે શુક્રવારે આઠ મહાનગરોમાં નાઇટ કર્ફ્યૂને 31 ડિસેમ્બર સુધી લંબાવ્યો છે. રાજ્યના જે આઠ મહાનગરપાલિકામાં નાઈટ કર્ફ્યૂ લંબાવવામાં આવ્યો છે તેમાં, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જુનાગઢ, જામનગર અને ગાંધીનગરનો સમાવેશ થાય છે.

Read More...

  Sports
એશિઝ જંગઃ પહેલી જ ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો સજ્જડ પરાજય

ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ વચ્ચે ઓસ્ટ્રેલિયામાં શરૂ થયેલી એશિઝ જંગની પહેલી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો ઓસ્ટ્રેલિયા સામે 10 વિકેટે કારમો પરાજય થયો હતો.
ઓસ્ટ્રેલિયાએ ચોથા જ દિવસે ઈંગ્લેન્ડને 9 વિકેટે હરાવી પાંચ ટેસ્ટની સીરીઝમાં 1-0ની સરસાઈ સ્થાપિત કરી હતી.

Read More...
સાઉથ આફ્રિકાની ટેસ્ટ સીરીઝમાંથી ઈજાગ્રસ્ત રોહિત બહાર, વન-ડેમાં સુકાનીપદે

ભારતીય ક્રિકેટ ટીમ આ મહિને સાઉથ આફ્રિકાના પ્રવાસે જવાની છે અને એ સીરીઝમાં ટેસ્ટ ટીમમાં રોહિત શર્માને વાઈસ કેપ્ટન તેમજ વન-ડે ટીમમાં સુકાની બનાવાયો હતો, પણ સોમવારે ભારતીય ક્રિકેટ બોર્ડે કરેલી જાહેરાત મુજબ રોહિત શર્માને મુંબઈમાં પ્રેકટીસ દરમિયાન ઈજા થતાં હવે તે સાઉથ આફ્રિકા સામેની ત્રણ ટેસ્ટ મેચની સીરીઝમાં રમી શકે તેમ નથી.

Read More...
ભારતીય ટીમમાં હવે વ્હાઈટ બોલ અને રેડ બોલના ધોરણે સુકાનીપદ રહેશે

ભારતીય ક્રિકેટ બોર્ડે એક મહત્વના નિર્ણયમાં વિરાટ કોહલીને વન-ડે ટીમના કેપ્ટન તરીકે હટાવી દીધો હતો. કોહલીએ ટી-20માં સુકાનીપદ છોડવાનો પોતે જ નિર્ણય લીધો હતો, પણ વન-ડેનું સુકાનીપદ છોડવાની તેની ઈચ્છા નહોતી, તેનાથી વિપરિત એવું કહી શકાય કે એ પદેથી હટવાનો તેનો ઈરાદો નહીં હોવા છતાં તેને હટાવી દેવાયો છે.

Read More...
ગૂગલના ટોપ ટ્રેન્ડિંગ સર્ચમાં આઇપીએલ, ટી-20 વર્લ્ડકપ ટોચના સ્થાને

ભારતમાં ક્રિકેટ માટેનું આકર્ષણ અનેરુ છે અને તે ફરીએકવાર પુરવાર થયું છે. આ વર્ષના ગૂગલના ટ્રેન્ડિંગ ક્વેરીમાં કોરોના વેક્સિન કે કો-વિન પોર્ટલની પાછળ રાખીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) અને આઇસીસી ટી-20 વર્લ્ડ કપ ટોચના સ્થાને રહ્યાં છે, એમ ગૂગલ ઇન્ડિયાના યર ઇન સર્ચ 2020માં જણાવાયું હતું.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
 
euro
 
 
  Business
ગુજરાતના ખેડૂતો સાથેના વિવાદના બે વર્ષ બાદ પેપ્સિકોએ પોટેટો વેરાઇટીના હકો ગુમાવ્યા

પેપ્સિકોએ આશરે બે વર્ષ પહેલા તેની રજિસ્ટ્રર્ડ પોટેટો વેરાઇટીનું ઉત્પાદન કરવા બદલ ગુજરાતના નવ ખેડૂતો સામે પેટન્ટ ભંગનો જંગી દાવો માંડીને દેશમાં મોટો વિવાદ ઊભો કર્યો હતો. ગુજરાત સરકારની દરમિયાનગીરી બાદ કંપનીએ ખેડૂતો સામેના દાવા પાછા ખેંચી લીધા હતા. પરંતુ હવે આ મલ્ટિનેશનલ કંપનીના પોટેટો વેરાઇટીના રજિસ્ટ્રેશનને ભારતની પ્રોટેક્શન ઓફ પ્લાન્ટ વેરાઇટી એન્ડ ફાર્મર્સ રાઇટ્સ ઓથોરિટી (PPV&FRA)એ રદ કર્યા છે.
આ પોટેટો વેરાઇટીનું નામ FL-2027 છે અને તે પેપ્સિકોની જાણીતી બ્રાન્ડ લેઝ પોટેટો ચિપ્સમાં વપરાય છે. ગુજરાતના ખેડૂતો સાથે એપ્રિલ 2019માં વિવાદ ઊભો હતો. કંપનીએ ગુજરાતના 12,000 ખેડૂતોને આ બટાટાના વાવેતર માટે એક ખરીદીનો કરાર કરીને છૂટ આપી હતી. આ કરારમાં સામેલ ન હતાં તેવા ખેડૂતો પણ આ વેરાઇટીનું ઉત્પાદન કરે છે અને ગુજરાતમાં વેચાણ કરે છે તેવો આરોપ મૂકીને પેપ્સિકોએ પેટન્ટ કાયદા હેઠળ નવ ખેડૂતો સામે રૂ.4.2 કરોડનો દાવો માંડ્યો હતો. તેનાથી વિવાદ થયો હતો અને ચૂંટણીનો સમય હતો. તેથી ગુજરાત સરકારે દરમિયાનગીરી કરી હતી અને કંપનીએ મે 2019માં કેસો પાછા ખેંચી લીધા હતા.

Read More...
વિદેશી CEO સાથે એર ઇન્ડિયાને 100 દિવસમાં નવું સ્વરૂપ આપવાની ટાટાની તૈયારી

સરકાર પાસેથી ખરીદ્યા બાદ એર ઇન્ડિયાને નવી ઉડાન પર લઈ જવા માટે ટાટા ગ્રુપે તૈયારીઓ શરૂ કરી છે. ટાટા ગ્રુપ જાન્યુઆરી 2022થી એની કામગીરી સંભાળશે. હવે ટાટા ગ્રુપ એર ઇન્ડિયાને નવુ રુપ આપવાની તૈયારી કરી રહ્યું છે.
માનવામાં આવે છે કે, ટાટા ગ્રુપે એર ઇન્ડિયાના સીઇઓ માટે નામ શોર્ટલિસ્ટ કરી દીધા છે અને એમાં અમેરિકાની એર ડેલ્ટા લાઇનના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ફ્રેડ રીડનું નામ સૌથી આગળ છે.

Read More...
2014 બાદ 2800 વિદેશી કંપનીઓએ ભારતમાંથી ઉચાળા ભર્યા

છેલ્લા સાત વર્ષમાં લગભગ ૨,૮૦૦ વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. મોદી સરકાર 2014માં સત્તા પર આવી હતી. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે ગયા સપ્તાહે સંસદમાં માહિતી આપતા કહ્યું કે વર્ષ ૨૦૧૪ પછી અત્યાર સુધીમાં લગભગ ૨,૮૦૦ વિદેશી કંપનીઓએ ભારતમાં પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે. હાલમાં લગભગ ૧૨,૫૦૦ વિદેશી કંપનીઓ ભારતમાં પેટાકંપનીઓ દ્વારા કામકાજ કરી રહી છે.

Read More...
એલન મસ્કની ‘સ્ટારલિન્ક’ની ભારતમાં એન્ટ્રી થશે

દુનિયાના સૌથી ધનિક બિઝનેસમાં સ્થાન ધરાવતા એલન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિન્ક ટૂંક સમયમાં ભારતમાં ઇન્ટરનેટ સર્વિસ શરું કરી કરવાની તૈયારી કરી રહી છે. સ્ટારલિન્ક ભારતમાં યૂઝર્સને બ્રોડબેન્ચ ઇન્ટરનેટ સર્વિસ આપવા માટે કોમર્શિયલ લાયસન્સની પ્રક્રિયા ટૂંકસમયમાં શરુ કરશે.

Read More...
  Entertainment

બોલિવૂડ એક્ટર્સ કેટરિના કૈફ અને વિકી કૌશલ લગ્નગ્રંથીથી જોડાયા

બોલિવૂડ એક્ટર્સ કેટરિના કૈફ અને વિકી કૌશલ રાજસ્થાનના બરડાવા ફોર્ટની એક હોટેલમાં ભવ્ય વેડિંગ સમારંભમાં 9 ડિસેમ્બરે લગ્નગ્રંથીથી જોડાયા હતા. વેડિંગ સમારંભ સાત ડિસેમ્બરથી શરુ થયો હતો અને નવમી ડિસેમ્બરના રોજ કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. સમારંભમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો આમંત્રણ આપવામાં આવ્યું હતું અને લગ્ન અંગે સંપૂર્ણ ગુપ્તતા જાળવામાં આવી હતી.
8 ડિસેમ્બરના રોજ સંગીત સેરેમની હતી, જેમાં વિકી અને કેટરિનાએ પણ પર્ફોમ કર્યું હતું. સંગીત સેરેમનીની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી હતી. હલ્દી સેરેમની 8 ડિસેમ્બરના રોજ બપોરના સમયે યોજાઈ હતી. આ સમયે 20-25 મહેમાનો જ હતા.

Read More...

અરૂણાચલનો બ્રાન્ડ એમ્બેસેડર સંજય દત્ત

બોલીવૂડના ઘણા ફિલ્મકારોને ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારોની યોજનાઓ સાથે જોડવામાં આવતા હોય છે. તેમને આ યોજનાઓ અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડરની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. પીઢ અભિનેતા સંજય દત્તને અરુણાચલ પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે.
અરૂણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડૂએ સંજય દત્તને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાની જાહેરાત કરી હતી. તાજેતરમાં સંજય દત્ત એક પ્રાઇવેટ પ્લેન દ્વારા દિબ્રુગઢ પહોંચ્યો હતો અને ત્યાંથી પછી હેલિકોપ્ટર દ્વારા મેચુકા ઘાટી પહોંચ્યો હતો.

Read More...

જયા બચ્ચન કરશે કોમેડી

જાણીતા ફિલ્મકાર કરણ જોહરની નવી ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટની સાથે બોલીવૂડનાં પીઢ અભિનેત્રી જયા બચ્ચન પણ જોવા મળશે. આ નવી ફિલ્મ-રોકી ઔર રાનીની કી પ્રેમ કહાનીની રસપ્રદ બાબત એ છે કે, જયા બચ્ચન આ ફિલ્મમાં કોમેડી કરતા જોવા મળશે અને તેઓ ફિલ્મમાં રણવીરની દાદીની ભૂમિકા ભજવશે.
પ્રોજેક્ટ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું હતું કે, જયાજી આ ફિલ્મમાં એક હલવાઇના રોલમાં જોવા મળવાના છે. તેમને ખડખડાટ ખુલ્લા દિલે હસવાનું બહુ ગમે છે.

Read More...

વિવેકની વાત કેટલી સાચી?

જુની ફિલ્મોના અભિનેતા સુરેશ ઓબેરોયના પુત્ર વિવેકે તાજેતરમાં એક ખૂબ જ મહત્ત્વની વાત કરી છે. જોકે, તેની વાત કેટલી સાચી છે તે તો બોલીવૂડના અંદરના લોકો જ જાણે. વિવેકનું માનવું છે કે, બોલીવૂડમાં કલાકારની પ્રતિભાને નહીં પરંતુ તેની અટક અને તે કઈ લોબી સાથે જોડાયેલો છે તેને મહત્ત્વ આપવામાં આવે છે. તેની ‘ઇન્સાઇડ એજ 3’ એમેઝોન પ્રાઇમ વિડિયો પર રિલીઝ થઈ છે.
તે નવી પ્રતિભાઓને આગળ વધવા માટે મંચ આપી રહ્યો છે. તેણે વધુમાં કહ્યું હતું કે, ‘અમારી ઇન્ડસ્ટ્રીથી મને મોટી ફરિયાદ છે કે આપણે યુવા ટેલેન્ટને આગળ વધારવા માટે કોઈ ખાસ વિકાસ નથી કર્યો, એ અઘરું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store