(ANI Photo)

બોલિવૂડ એક્ટર્સ કેટરિના કૈફ અને વિકી કૌશલ રાજસ્થાનના બરડાવા ફોર્ટની એક હોટેલમાં ભવ્ય વેડિંગ સમારંભમાં 9 ડિસેમ્બરે લગ્નગ્રંથીથી જોડાયા હતા. વેડિંગ સમારંભ સાત ડિસેમ્બરથી શરુ થયો હતો અને નવમી ડિસેમ્બરના રોજ કપલ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. સમારંભમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો આમંત્રણ આપવામાં આવ્યું હતું અને લગ્ન અંગે સંપૂર્ણ ગુપ્તતા જાળવામાં આવી હતી.

8 ડિસેમ્બરના રોજ સંગીત સેરેમની હતી, જેમાં વિકી અને કેટરિનાએ પણ પર્ફોમ કર્યું હતું. સંગીત સેરેમનીની કોરિયોગ્રાફી ફરાહ ખાને કરી હતી. હલ્દી સેરેમની 8 ડિસેમ્બરના રોજ બપોરના સમયે યોજાઈ હતી. આ સમયે 20-25 મહેમાનો જ હતા.

બંનેના પ્રી વેડિંગ ફંક્શન બે દિવસ ચાલ્યા હતા. વિકી તથા કેટરીનાએ લગ્નમાં સંપૂર્ણ પ્રાઇવસીનું ધ્યાન રાખ્યું છે. મહેમાનોને મોબાઇલથી ફોટો કે વીડિયો લેવાની પરવાનગી ન હતી. બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન તથા આલિયા ભટ્ટ અને અર્જુન કપૂરે હાજરી આપી હતી. બપોરે 12 વાગે લગ્નની વિધિ શરૂ થઈ હતી.

વિન્ટેજ કારમાં મહેલની અંદર જાન કાઢવામાં આવી હતી. વિકીના પિતા શામ કૌશલે તમામને મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. બપોરે સાડા ત્રણ વાગે ફેરા ફર્યા હતા અને પછી લગ્નની અન્ય વિધિ શરૂ થઈ હતી. સાંજે સવા પાંચ વાગે લગ્ન સંપન્ન થયા હતા. આ નવયુગલે પોતાના લગ્નના એક્સક્લૂઝિવ ફૂટેજ ઓટીટી પ્લેટફોર્મને વેચ્યા હોવાની ચર્ચા છે. આ ફૂટેજનો સોદો તેમણે રૂ. 80 કરોડમાં કર્યો હોવાનું કહેવાય છે. તાજેતરમાં એવી વાત હતી કે એક આંતરાષ્ટ્રીય ડિજિટલ પ્લેટફોર્મ કેટરિના અને વિક્કીના લગ્નના ફૂટેજ ખરીદવા માટે સંપર્ક કર્યો હતો.

મીડિયા રિપોર્ટસમાં જણાવામાં આવ્યું હતું કે, હવે ઓટીટી પ્લેટફોર્મસે આ ફૂટેજના હક્ક ખરીદી લીધા છે. રિપોર્ટસને સાચો માનીએ તો, આ ફૂટેજના ટેલિકાસ્ટ હક્ક અમેઝોન પ્રાઇમે રૂ. 80 કરોડમાં ખરીદી લીધા છે. તેથી જ આ યુગલે પોતાના ગેસ્ટ પાસેથી કોન્ફિડન્શયલ એગ્રીમેન્ટ એનડીએસ સાઇન કરાવ્યું છે. જેના અનુસાર દરેક ઇવેન્ટના ફોટો, વીડિયો શૂટ કરવાની અથવા કોઇ રીલ બનાવાની અને લોકેશન ડિસ્કોલઝ કરવાની પરવાનગી આપવામાં આવી નહોતી. આ સાથે એ પણ સમાચાર છે કે, આ નવયુગલ આવતા વર્ષે બે બ્રાન્ડસની એડવર્ટાઇઝમાં સાથે કામ કરવાના છે જેમાંની એક ફિટનેસ બ્રાન્ડ છે અને બીજી લકઝરી પ્રોડકટ છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ ભવ્ય લગ્નનો ખર્ચો કેટરિના 75 ટકા જેટલો પોતે ભોગવી રહી છે. જ્યારે બચેલા 25 ટકા લગ્નના ખર્ચની જવાબદારી વિક્કી કૌશલે લીધી છે. આ ઉપરાંત કેટરિનાએ લગ્નના મહત્વના નિર્ણયો પણ પોતે જ લીધા હતા. એક રિપોર્ટના અનુસાર, કેટરિના અને વિક્કીને લગ્ન માટેનું સવાઇ માધોપુરમાં સિક્સ સેન્સેસ ફોર્ટ સ્થળ નિશૂલ્ક આપવામાં આવ્યું હતું.

પ્રોપર્ટીના માલિકોને આશા છે કે, આ હાઇ-પ્રોફાઇલ લગ્નથી આ ફોર્ટને ખાસ્સી લોકપ્રિયતા મળશે. કેટરિના લગ્નના ખર્ચના તમામ ચેક પોતે સાઇન કરી રહી છે. ટ્રાવેલ, મહેમાનોના ખર્ચા, આઉટફિટસ, ડેકોરેશન, વેડિંગ કાર્ડ, સિક્યોરિટી અરેન્જમેન્ટસ અને અન્ય મોટા ખર્ચાઓ પોતે જ જોઇ રહી છે.

રિપોર્ટસમાં એમ પણ જણાવામાં આવ્યું છે કે,લગ્નના મીડિયાના કવરેજથી વિક્કી કૌશલ બહુ ખુશ નથી. વેન્યુ પણ વિક્કીને બહુ પસંદ આવ્યું નથી, પરંતુ કેટરિનાની ખુશી માટે તે આ વેન્યુ પર લગ્ન કરવા રાજી થયો હતો. તેમજ કેટરિનાના દરેક નિર્ણયને સમર્થન આપ્યું હતું.