Sanjay Dutt's entry in Hera Pheri 3
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડના ઘણા ફિલ્મકારોને ભારત સરકાર અને વિવિધ રાજ્ય સરકારોની યોજનાઓ સાથે જોડવામાં આવતા હોય છે. તેમને આ યોજનાઓ અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડરની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. પીઢ અભિનેતા સંજય દત્તને અરુણાચલ પ્રદેશનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે.

અરૂણાચલ પ્રદેશના મુખ્ય પ્રધાન પેમા ખાંડૂએ સંજય દત્તને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાની જાહેરાત કરી હતી. તાજેતરમાં સંજય દત્ત એક પ્રાઇવેટ પ્લેન દ્વારા દિબ્રુગઢ પહોંચ્યો હતો અને ત્યાંથી પછી હેલિકોપ્ટર દ્વારા મેચુકા ઘાટી પહોંચ્યો હતો. આ પ્રસંગે એક વીડિયો શૂટ કરીને એક કેમ્પેઇન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સંજય દત્ત એક યૂથ આઇકોન, નેચર લવર, નશામુક્તિના પ્રતીક તરીકે દર્શાવવામાં આવ્યો છે. આ કેમ્પેઇન દ્વારા રાજ્યમાં ટુરિઝમને પ્રોત્સાહન આપવાની સરકારની યોજના છે. આ સાથે જ સંજય દત્ત સ્થાનિક યુવાનો માટે નશામુક્તિ અંગે પણ કામ કરશે. રાજ્યમાં અત્યારે આ સમસ્યા વધી રહી હોવાથી તેને નાબૂદ કરવાના પણ સરકાર પ્રયાસ કરી રહી છે.