Vol. 3 No. 279 About   |   Contact   |   Advertise 24th February 2022


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ઇંગ્લેન્ડમાં મોટાભાગના કોવિડ નિયંત્રણોનો અંત

વડા પ્રધાન બોરિસ જૉન્સને “લિવિંગ વિથ કોવિડ” યોજનાનું અનાવરણ કરતા ગુરૂવારથી ઈંગ્લેન્ડમાં કોરોના વાયરસ સંબંધી મોટા ભાગના નિયંત્રણોના અંતની જાહેરાત કરી છે. 1 એપ્રિલથી મફત માસ ટેસ્ટીંગ બંધ થઈ જશે અને મફત ટેસ્ટીંગ સૌથી વધુ સંવેદનશીલ લોકો માટે લક્ષિત કરવામાં આવશે.

Read More...
2008ના અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસમાં 38ને ફાંસી, 11ને જનમટીપ

અમદાવાદમાં 2008ના સિરિયલ બોંબ બ્લાસ્ટ કેસમાં અમદાવાદ ખાતેની સ્પેશ્યલ કોર્ટે 38 દોષિતોને ફાંસીની સજા અને 11 દોષિતોને આજીવન કેદની સજા ફરમાવી હતી. સ્પેશ્યલ અદાલતે ગયા સપ્તાહે શુક્રવારે (18 ફેબ્રુઆરી) આ કેસના 49 દોષિતોને સજા ફરમાવી હતી.

Read More...
યુ.કે.માં મકાનોના ભાવમાં રેકોર્ડ વધારો

પ્રોપર્ટી વેબસાઇટ રાઇટમુવના જણાવ્યા મુજબ યુકેમાં પૂરવઠા કરતા માંગમાં વધારો થવાના કારણે યુકેમાં ઘર માટેની સરેરાશ આસ્કીંગ પ્રાઇસ £7,785થી વધીને £348,804 જેટલી થઇ છે. અગાઉના બે વર્ષની £9,000ની સરખામણીમાં, રોગચાળા પછીથી સરેરાશ આસ્કીંગ પ્રાઇસ £40,000 થઇ છે.

Read More...
ભારત ખાતેના યુકેના ડિપ્લોમેટ રિયાનન હેરિસે ભારતીય યુવક સાથે લગ્ન કર્યા

ભારત ખાતેના યુકેના ડેપ્યુટી ટ્રેડ કમિશનર (સાઉથ એશિયા) રિયાનન હેરિસે ભારતીય યુવકના પ્રેમમાં પડીને તેની સાથે ભારતીય પરંપરાથી લગ્ન કરી દીધા છે. સોશિયલ મીડિયામાં બ્રિટેનના મહિલા ડિપ્લોમેટ્સ તથા સ્વતંત્ર ફિલ્મમેકર અને ગોડરોકફિલ્મ્સના સ્થાપક હિમાંશુ પાંડેની રોમાંચક લવસ્ટોરી અને લગ્નની જોરશોરથી ચર્ચા થઈ હતી અને તેમના લગ્ન માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Read More...
ઈન્ડિયન અમેરિકન કપલની અવકાશી સફળતા

અમેરિકાના બિલિયોનેર જેર્ડ આઇઝેકમેને જાહેર કરેલા નવા સ્પેસ મિશનના એક ક્રૂ મેમ્બર તરીકે સ્પેસએક્સના એન્જિનિયર અન્ના મેનનની પસંદગી કરાઈ છે. મેનન ઇલોન મસ્કની રોકેટ કંપની સ્પેસએક્સમાં લીડ સ્પેસ ઓપરેશન્સ એન્જિનિયર છે.

Read More...
ભારતે ખાલિસ્તાન તરફી મીડિયા પ્લેટફોર્મ બ્લોક કરવાનો આદેશ આપ્યો

ભારત સરકારે પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે કથિત ગાઢ લિન્ક બદલ વિદેશ સ્થિત ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ના એપ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવાનો મંગળવારે આદેશ આપ્યો હતો.

Read More...
‘આહોઆ’ના ભૂતપૂર્વ ચેરમેન ‘જે.પી.’ રામાનું ઈન્ડિયામાં અવસાન

‘આહોઆ’ના ભૂતપૂર્વ ચેરમેન જયંતી પી. – ‘જે.પી.’ રામાનું 74 વર્ષની ઉંમરે ગુરુવારે અમદાવાદમાં અવસાન થયું છે. આજે ઓરો હોટેલ્સ તરીકે ઓળખાતી, અગાઉની જેએચએમ હોટેલ્સના તેઓ સ્થાપક હતા.

Read More...
ગુજરાતમાં સરકારી-ખાનગી સ્થળોએ ગુજરાતીમાં લખાણ લખવું ફરજિયાત

મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાં પ્રાદેશિક ભાષાને મહત્વ આપવામાં આવે છે તેમ હવે ગુજરાતમાં તમામ સરકારી અને ખાનગી સ્થળોએ અંગ્રેજી અને હિન્દીની સાથે ગુજરાતી લખવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.

Read More...
હવે માત્ર અમદાવાદ, વડોદરામાં નાઇટ કર્ફ્યૂ, લગ્ન માટે નોંધણી નહીં કરાવી પડે

ગુજરાતમાં હવે કોરોના વાયરસના કેસો ઘટીને તળિયે પહોંચવાની તૈયારીમાં છે ત્યારે કોરોના ગાઈડલાઈનના કેટલાંક નિયંત્રણો હળવા કરવા તેમજ નિયમોમાં કેટલીક વધુ છૂટછાટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

Read More...
પાટીદારો સામેના કેસો પાછા નહીં ખેંચાય તો રાજ્યવ્યાપી આંદોલનઃ હાર્દિક પટેલની ચીમકી

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અને પાટીદાર નેતા હાર્દિક પટેલે સોમવારે રાજ્ય સરકારને ચેતવણી આપી છે કે 2015ના પાટીદાર અનામત આંદોલન દરમિયાન સમાજના યુવાનો સામે થયેલા ગુનાહિત કેસો 23 માર્ચ સુધી પરત નહીં ખેંચાય તો રાજ્યવ્યાપી આંદોલન શરુ કરવામાં આવશે.

Read More...
ગુજરાત સરકાર 10 હજાર પ્રવાસી શિક્ષકોની ભરતી કરશે

ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં આશરે 10 હજાર પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવશે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને શનિવારે આ અંગે જાહેરાત કરી હતી.

Read More...
વિદેશમાં ગેરકાયદે ઘૂસણખોરી કરાવતા એજન્ટના ઘરેથી 78 પાસપોર્ટ, 44 આધાર કાર્ડ, 13 પાનકાર્ડ મળ્યા

અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાંથી મોટા પ્રમાણમાં એજન્ટો કબૂતરબાજી કરીને લોકોને અમેરિકા કે અન્ય દેશોમાં ગેરકાયદે ઘૂસાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે.

Read More...

  Sports
ભારતે વન-ડે પછી ટી-૨૦ સીરીઝમાં પણ વેસ્ટ ઈન્ડિઝનો ૩-૦થી વ્હાઈટવોશ કર્યો

રવિવારે (20 ફેબ્રુઆરી) કોલકાતામાં રમાઈ ગયેલી ત્રણ ટી-20 ઈન્ટરનેશનલ્સની સીરીઝની છેલ્લી મેચમાં પણ ભારતે વેસ્ટ ઈન્ડિઝને 17 રને હરાવી અગાઉની વન-ડે સીરીઝની માફક આ સીરીઝમાં પણ ત્રણે મેચમાં વિજય સાથે વેસ્ટ ઈન્ડિઝનો 3-0થી વ્હાઈટ વોશ કર્યો હતો.

Read More...
શ્રીલંકા સામેની શ્રેણીમાં રોહિત શર્મા ભારતીય ટીમનો કેપ્ટન

ભારતીય ક્રિકેટ બોર્ડે આ મહિને જ શરૂ થઈ રહેલી શ્રીલંકા સામેની ઘર આંગણેની ત્રણ ટી-20 તથા બે ટેસ્ટ મેચની સીરીઝ માટે રોહિત શર્માને ભારતીય ટીમનું સુકાન સોંપ્યાની જાહેરાત કરી હતી. આ રીતે, કોહલી પછી રોહિત શર્મા ત્રણે ફોર્મેટમાં ભારતીય ટીમનો સુકાની બનશે.

Read More...
ભારત-શ્રીલંકા ટી-૨૦ શ્રેણીનો ૨૪ ફેબ્રુઆરીથી પ્રારંભ

શ્રીલંકાની ટીમના ભારત પ્રવાસનો પ્રારંભ ટી-૨૦થી કરાશે અને એ પછી બંને દેશો વચ્ચે ટેસ્ટ શ્રેણી રમાશે. બીસીસીઆઇએ શ્રીલંકન ક્રિકેટ બોર્ડની વિનંતી મુજબ કાર્યક્રમમાં ફેરફાર કર્યો હતો. હવે પહેલા ટી-૨૦ની શ્રેણી રમાશે અને એ પછી ૪ માર્ચથી બે ટેસ્ટની શ્રેણી શરુ થશે.

Read More...
મહિલા વર્લ્ડ કપ ક્રિકેટની પ્રાઇઝ મનીમાં વધારો

આગામી 4 માર્ચથી ન્યૂઝીલેન્ડમાં શરૂ થનારી આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ સ્પર્ધાની ઈનામી રકમમાં મોટો વધારો જાહેર કરાયો છે. આ ટૂર્નામેન્ટની કુલ ઈનામી રકમ 1.32 મિલિયન અમેરિકી ડોલર રહેશે.

Read More...
 
THIS WEEK
Click Full Screen
CLICK HERE
 
Click Full Screen
 
  Business
ભારતના સૌથી મોટા શેરબજાર અને હિમાલયના ‘યોગી’ વચ્ચે કથિત કનેક્શનનો પર્દાફાશ

ભારતના સૌથી મોટા શેરબજાર નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (એનએસઇ) અને હિમાયલના એક અજ્ઞાત ‘યોગી’ વચ્ચેના કથિત સનસનીખેજ કનેક્શનનનો સેબીના તપાસ અહેવાલમાં તાજેતરમાં પર્દાફાશ થયો હતો. આ યોગી જ ભારતના સૌથી મોટા શેરબજારને ચલાવતા હોવાનો મૂડીબજારની નિયમનકારી સંસ્થા સેબીએ તેને એક વિગતવાર અહેવાલમાં આરોપ મૂક્યો છે. આવકવેરા વિભાગે NSEના ભૂતપૂર્વ સીઈઓ અને એમડી ચિત્રા રામકૃષ્ણના મુંબઈ ખાતેના નિવાસસ્થાને ગુરુવારે દરોડા પાડ્યા હતા.

Read More...
UKએ તાકીદની અસરથી ધનિકો માટેની ગોલ્ડન વિઝા સ્કીમ બંધ કરી

યુક્રેન કટોકટીને પગલે રશિયા સાથે તંગદિલી અને મની લોન્ડરિંગની ચિંતા વચ્ચે યુકેએ ધનિક રોકાણકારોને ફટાફટ વિઝા મંજૂર કરતી ગોલ્ડન વિઝા સ્કીમ બંધ કરવાની જાહેરાત કરી છે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જાહેરાત કરી હતી કે આપણી રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ ખડું કરતાં અને આપણા શહેરોમાં બ્લેક મની લાવતા ‘ભ્રષ્ટ ધનિકો’ને અટકાવવા માટે તાકીદની અસરથી આ સ્કીમનો અંત આવે છે. આ સ્કીમ છેલ્લાં કેટલાંક સમયથી સમીક્ષા હેઠળ હતી અને તેના વિરોધીઓ હાઉસ ઓફ લોર્ડસમાં નેશનાલિટી એન્ડ બોર્ડર્સ બિલમાં સુધારો કરવાની આવા વિઝા સસ્પેન્ડ કરવાની માગણી કરી રહ્યાં હતા.

Read More...
એમેઝોન અને વિઝા કાર્ડ વચ્ચે ફીના મુદ્દે વૈશ્વિક સમજૂતી

એમેઝોન ઇન્કે તેના નેટવર્કમાં ક્રેડિટ કાર્ડનો સ્વીકાર કરવા માટે વિઝા ઇન્ક સાથે ગુરુવારે સમજૂતી કરી છે. આ સમજૂતીની સાથે બંને અગ્રણી કંપનીઓના વચ્ચે ફીના મુદ્દે ઊભા થયેલા વૈશ્વિક વિવાદનો અંત આવ્યો છે. આ વિવાદથી ઇ-કોમર્સ પેમેન્ટ સામે જોખમ ઊભું થયું હતું. ખાસ કરીને બ્રેક્ઝિટ પછી યુકેમાં આ મુદ્દો વધુ વિવાદાસ્પદ બન્યો હતો. આ સમજૂતી મુજબ ગ્રાહકો કોઇપણ વધારાની ફી વગર એમેઝોનની સાઇટ્સ પર વિઝા કાર્ડનો ઉપયોગ કરી શકશે.

Read More...
સ્પાઇસ જેટ આઠ ક્વાર્ટર બાદ નફો કરતી થઈ

ભારતની ત્રીજા ક્રમની સૌથી મોટી એરલાઇન સ્પાઇસજેટ સતત આઠ ક્વાર્ટર્સની ખોટ બાદ ફરી નફો કરતી થઈ છે. કોરોના મહામારી ઓસરતા કંપનીને નફો કરવામાં મદદ મળી હતી. 31 ડિસેમ્બર 2021ના રોજ પૂરા થયેલા ત્રણ મહિનામાં કંપનીએ રૂ.232.8 મિલિયન (3.1 મિલિયન ડોલર)નો નફો કર્યો હતો.

Read More...
ધોલેરામાં દેશનો પ્રથમ એરફ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થપાશે

ગુજરાતમાં ધોલેરા (સર-સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજિઅન)માં દેશની પ્રથમ ખાનગી ક્ષેત્રની એરક્રાફ્ટ મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીની સ્થપાય અને તેની સાથે સંકળાયેલી ઔદ્યોગિક ઇકો-સિસ્ટમ પણ અહીં જ આવે તેવી શક્યતા છે. ખાનગી એરક્રાફ્ટ ક્ષેત્રમાં આ પહેલો સંપૂર્ણ ‘મેક ઇન ઇન્ડિયા’ એરોસ્પેસ પ્રોગ્રામ હશે.

Read More...
  Entertainment

ડિસ્કો મ્યુઝિકના પ્રણેતા જાણીતા સંગીતકાર બપ્પી લહેરીનું નિધન

હિન્દી સિનેમામાં ડિસ્કો મ્યુઝિકને લોકપ્રિય બનાવનારા જાણીતા ગાયક-સંગીતકાર બપ્પી લહેરીનું 15 ફેબ્રુઆરીની રાત્રે મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું હતું. બપ્પી લહેરીએ 69 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. આરોગ્યની વિવિધ સમસ્યાને કારણે કારણે તેઓ એક મહિનાથી હોસ્પિટલમાં હતા. સોમવારે તેમને હોસ્પિટલમાં રજા આપવામાં આવી હતી. પરંતુ મંગળવારે તબિયત લથળી હતી અને ફરી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમનું મધ્યરાત્રી પહેલા ઓબસ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીયા (OSA)ને કારણે અવસાન થયું હતું. બોલિવૂડમાં પ્રેમથી તેઓ બપ્પી દા તરીકે જાણીતા હતા. બપ્પી દાના ગીતો જેટલા લોકપ્રિય હતા તેટલો જ તેમનો સોના પ્રત્યેનો પ્રેમ પણ જાણીતો હતો. તેમના ગળામાં હંમેશા સોનાના આભૂષણો જોવા મળતાં. માત્ર ગળા જ નહીં તેમની આંગળીઓ અને હાથમાં પણ આભૂષણ પહેરતા હતા.

Read More...

દાદા સાહેબ ફાળકે ફિલ્મ એવોર્ડઃ અલ્લુ અર્જુનની ‘પુષ્પા’ને ‘ફિલ્મ ઓફ ધ યર’નો પુરસ્કાર

દાસાહેબ ફાળકે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ 2022ની મુંબઈમાં 20 ફેબ્રુઆરીની રાત્રે ભવ્ય સમારંભમાં જાહેરાત કરવામાં આવી હતી. દક્ષિણ ભારતના સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બ્લોકબસ્ટર તેલુગુ ફિલ્મ ‘પુષ્પા: ધ રાઇઝ’ મૂવીને ‘ફિલ્મ ઓફ ધ યર’નો અવોર્ડ મળ્યો હતી, જ્યારે શેરશાહને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. અભિનેતા રણવીર સિંહને ફિલ્મ ‘83’ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો હતા. 1983ના વર્લ્ડ કપમાં ભારતીય ક્રિકેટ ટીમના વિજય આધારિત આ ફિલ્મમાં રણવીરે કપિલ દેવની ભૂમિકા ભજવી હતી. એક્ટ્રેસ ક્રિતિ સેનનને ફિલ્મ ‘મિમી’ માટે બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ મળ્યો હતો. એવોર્ડની યાદી મુજબ છે.

Read More...

બ્રિટિશ અભિનેત્રીની લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ

સ્વર કોકિલા લતા મંગેશકરના નિધનથી ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં તેમના પ્રશંસકો શોકમાં ડૂબી ગયા છે. લતાજીના નિધનથી ભારતના અનેક લોકોએ શ્રદ્ધાંજલિ આપી છે પરંતુ સાથે સાથે બ્રિટિશ અભિનેત્રી હન્ના વાડિંગમે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે. હન્ના વાડિંગમે ટ્વીટર પર એક પોસ્ટ શેર કરીને શોક વ્યક્ત કર્યો છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, રેસ્ટ ઇન પીસ લતા મંગેશકર. ઓરિજનલ, મેજિકલ, બ્યુટીફુલ બોલીવૂડ સોન્ગવર્ડ. 47 વર્ષીય હન્નાએ ફિલ્મ અને ટેલિવિઝનમાં વિવિધ રોલ કર્યા છે. કોમેડી સીરીઝ ટેડ લાસોમાં રેબેકા વેલન્ટન રોલ માટે લોકપ્રિય થઇ હતી. આ માટે તેને ગત વર્ષે એમી એવોર્ડ મળ્યો હતો.

Read More...

અનિલ-નોરા ફિલ્મમાં સાથે જોવા મળશે

અનિલ કપૂર અને નોરા ફતેહી એક નવી ફિલ્મમાં સાથે જોવા મળે તેવી સંભાવના છે. કહેવાય છે કે, અનિલ કપૂરની ઓફિસમાં નોરાના બે સ્ક્રિપ્ટ સેશન થઇ ગયા છે. સૂત્રો કહે છે કે, નોરા હવે ફરી અભિનયમાં ધ્યાન આપી રહી છે. તેણે કારકિર્દી અભિનેત્રી તરીકે શરૂ કરી હતી અને પછી નૃત્ય તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેણે હિન્દી અને સાઉથ ઇન્ડિયાની ફિલ્મો માટે વિશેષ ગીતો ગાયા છે. પરંતુ હવે તે ફરી અભિનય પર ફોકસ કરી રહી છે. જોકે નોરા અને અનિલ કઇ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે અને ક્યા રોલમાં જોવા મળવાના છે તેની કોઇ માહિતી મળી નથી. જોકે એક વાત છે કે, અનિલ કપૂર અને નોરાની વયમાં અડધો અડધ ફરક છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store