(Photo by STRINGER/AFP via Getty Images)

અનિલ કપૂર અને નોરા ફતેહી એક નવી ફિલ્મમાં સાથે જોવા મળે તેવી સંભાવના છે. કહેવાય છે કે, અનિલ કપૂરની ઓફિસમાં નોરાના બે સ્ક્રિપ્ટ સેશન થઇ ગયા છે. સૂત્રો કહે છે કે, નોરા હવે ફરી અભિનયમાં ધ્યાન આપી રહી છે. તેણે કારકિર્દી અભિનેત્રી તરીકે શરૂ કરી હતી અને પછી નૃત્ય તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેણે હિન્દી અને સાઉથ ઇન્ડિયાની ફિલ્મો માટે વિશેષ ગીતો ગાયા છે. પરંતુ હવે તે ફરી અભિનય પર ફોકસ કરી રહી છે.

જોકે નોરા અને અનિલ કઇ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યા છે અને ક્યા રોલમાં જોવા મળવાના છે તેની કોઇ માહિતી મળી નથી. જોકે એક વાત છે કે, અનિલ કપૂર અને નોરાની વયમાં અડધો અડધ ફરક છે. નોરા છેલ્લે અજય દેવગણ અભિનીત ફિલ્મ ભૂજમાં જોવા મળી હતી અને તેનો જલપરી તરીકેનો ડાન્સ પણ બહુ વખણાયો હતો. જેમાં તે ગુરુ રંધાવા સાથે મેરી રાની ગીત પર પરફોર્મ કર્યું હતું.