ભારતની સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું રવિવાર 6 ફેબ્રુઆરીએ મુંબઈની હોસ્પિટલમાં 92 વર્ષની વયે નિધન થયું હતું. દેશની નાઇટિંગલની અલવિદાથી બે દિવસનો રાષ્ટ્રીય શોક પાળવામાં આવશે અને ત્રિરંગો અડધી કાઠીએ ફરકાવવામાં આવશે Photo by STRDEL/AFP via Getty Images)

સ્વર કોકિલા લતા મંગેશકરના નિધનથી ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં તેમના પ્રશંસકો શોકમાં ડૂબી ગયા છે. લતાજીના નિધનથી ભારતના અનેક લોકોએ શ્રદ્ધાંજલિ આપી છે પરંતુ સાથે સાથે બ્રિટિશ અભિનેત્રી હન્ના વાડિંગમે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી છે.

હન્ના વાડિંગમે ટ્વીટર પર એક પોસ્ટ શેર કરીને શોક વ્યક્ત કર્યો છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, રેસ્ટ ઇન પીસ લતા મંગેશકર. ઓરિજનલ, મેજિકલ, બ્યુટીફુલ બોલીવૂડ સોન્ગવર્ડ. 47 વર્ષીય હન્નાએ ફિલ્મ અને ટેલિવિઝનમાં વિવિધ રોલ કર્યા છે. કોમેડી સીરીઝ ટેડ લાસોમાં રેબેકા વેલન્ટન રોલ માટે લોકપ્રિય થઇ હતી. આ માટે તેને ગત વર્ષે એમી એવોર્ડ મળ્યો હતો.

.