. (Photo by Pankaj Nangia/Getty Images)

ભારતીય ક્રિકેટ બોર્ડે આ મહિને જ શરૂ થઈ રહેલી શ્રીલંકા સામેની ઘર આંગણેની ત્રણ ટી-20 તથા બે ટેસ્ટ મેચની સીરીઝ માટે રોહિત શર્માને ભારતીય ટીમનું સુકાન સોંપ્યાની જાહેરાત કરી હતી. આ રીતે, કોહલી પછી રોહિત શર્મા ત્રણે ફોર્મેટમાં ભારતીય ટીમનો સુકાની બનશે. આ સીરીઝ માટેની ભારતની ટીમમાંથી જો કે, નબળા ફોર્મને કારણે ધારણા અનુસાર ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ ગણાતા ચેતેશ્વર પુજારા તથા અજિંક્ય રહાણેને પડતા મુકાયા છે, તો બોલર્સમાં ઈશાંત શર્માને પણ તક નથી અપાઈ.

ટેસ્ટ સીરીઝમાં જસપ્રીત બુમરાહને વાઈસ કેપ્ટનપદે પસંદ કરાયો છે.સિનિયર બેટ્સમેન, ભૂતપૂર્વ સુકાની વિરાટ કોહલી અને યુવા વિકેટકિપર-બેટ્સમેન ઋષભ પંતને 10 દિવસનો બ્રેક અપાયો છે. તેઓ શ્રીલંકા સામેની ત્રણએ ટી-20 મેચમાં નહીં રમે. પીઢ વિકેટકિપર બેટ્સમેન રિદ્ધિમાન સહા અને ફાસ્ટ બોલર ઈશાંત શર્માને તક અપાઈ નથી.

ભારતીય ટી-૨૦ ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, સંજુ સેમસન, ઈશાન કિશન (વિ.કી.), વેંકટેશ ઐયર, દીપક ચાહર, દીપક હૂડા, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, મોહમદ સિરાજ, ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, બુમરાહ (વાઈસ કેપ્ટન) તથા આવેશ ખાન.
ભારતીય ટેસ્ટ ટીમ: રોહિત શર્મા (કેપ્ટન), બુમરાહ (વાઈસ કેપ્ટન), પ્રિયાંક પંચાલ, મયંક અગ્રવાલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, હનુમા વિહારી, શુભમન ગિલ, ઋષભ પંત (વિ.કી.), ભરત, રવિન્દ્ર જાડેજા, જયંત યાદવ, આર. અશ્વિન, કુલદીપ યાદવ, સૌરભ કુમાર, મોહમદ સિરાજ, ઉમેશ યાદવ તથા મોહમદ શમી.