In Ontario, Canada, Khalistanis tore down Gandhiji's statue
પ્રતિક તસવીર

ભારત સરકારે પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસ સાથે કથિત ગાઢ લિન્ક બદલ વિદેશ સ્થિત ‘પંજાબ પોલિટિક્સ ટીવી’ના એપ, વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કરવાનો મંગળવારે આદેશ આપ્યો હતો. પંજાબમાં વિધાનસભાની ચૂંટણીના બે દિવસ પહેલા સરકારે ખાલિસ્તાન તરફ મીડિયા પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરી છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે ગુપ્તચર એજન્સીઓના ઈનપુટના આધારે આ કાર્યવાહી થઈ છે.ચેનલે પંજાબ વિધાનસભા ચૂંટણીમાં માહોલ બગાડવા માટે ઓનલાઈન મીડિયાનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહી હતી. નવા આઈટી નિયમોનો અમલ કરીને સરકારે પંજાબ પોલિટિક્સ ટીવીના ડિજિટલ મીડિયા પ્લેટફોર્મને બ્લોક કરી દીધા છે.આ પહેલા શીખ ફોર જસ્ટિસના ત્રાસવાદી ગુરુપતવંત સિંહ પન્નુએ વીડિયો રિલિઝ કરીને પંજાબી એકટર દીપ સિધ્ધુની મોતને રાજકીય હત્યા ગણાવી હતી.

શીખ ફોર જસ્ટિસ સંગઠન ખેડૂત આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યું હતું.આ સંગઠનનો પાયો 2007માં અમેરિકામાં નંખાયો હતો.સંગઠનનો મુખ્ય એજન્ડા પંજાબને ભારતથી અલગ કરીને ખાલિસ્તાન બનાવવાનો છે.અમેરિકામાં ગુરુપતવંત સિંહ પન્નુ આ સંગઠનનો મુખ્ય ચહેરો છે.