(istockphoto.com)

ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં આશરે 10 હજાર પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવશે. શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ ટ્વીટ કરીને શનિવારે આ અંગે જાહેરાત કરી હતી.

વાઘાણીએ જણાવ્યું હતું કે, આ માટે સરકાર દ્વારા 10.50 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરવામાં આવી છે. 21 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ શાળા અને કોલેજમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની અગાઉ જાહેરાત થઈ હતી અને રાજ્યમાં શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે 10 હજાર પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવામાં આવશે
વાઘાણીએ જણાવ્યું હતું કે, કોવિડની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકારના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય શરૂ કરવાના નિર્ણય અન્વયે પ્રાથમિક શાળાઓની ખાલી જગ્યાઓને લીધે વિદ્યાર્થીઓનુ શિક્ષણકાર્ય અટકે નહી તે હેતુથી સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમા 10,000 જેટલા પ્રવાસી શિક્ષકોની તાત્કાલિક નિયુક્તિ કરવાનો હુકમ કરવામા આવેલ છે. આ નિર્ણય અંતરિયાળ વિસ્તારની શાળાઓમા શૈક્ષણિક ગુણવત્તા સુધારવામાં ઉપયોગી થશે તેમજ યોગ્ય લાયકાત ધરાવતાં ઉમેદવારોને નિમણૂંક આપી શિક્ષણકાર્યમાં જોડવામાં આવશે.