Vol. 3 No. 336 About   |   Contact   |   Advertise May 19, 2023


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
કોહિનૂર સહિતની કલાકૃતિઓ પાછી મેળવવા મોદીની રાજદ્વારી ઝુંબેશ

કોહિનૂર હીરા સહિત બ્રિટનના મ્યુઝિયમોમાં મુકવામાં આવેલી વસાહતી યુગની પ્રાચીન ભારતીય મૂર્તિઓ, શિલ્પો અને હજારો કલાકૃતિઓને પાછી મેળવવા માટે ભારત લાંબા ગાળાની રાજદ્વારી ઝુંબેશ શરૂ કરી રહ્યું છે. ભારતમાંથી લેવામાં આવેલી ઐતિહાસિક કલાકૃતિઓનું પુનઃપ્રાપ્તિ ભારતીય રાજકારણમાં પહેલેથી ચાલ્યો આવતો મુદ્દો છે અને આ મુદ્દો વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારની પ્રાથમિકતાઓમાંનો એક છે, અને તે બંને દેશો વચ્ચે રાજદ્વારી અને વેપારને લગતી મંત્રણાઓ દરમિયાન ભારત આ મુદ્દો ઉઠાવે તેવી શક્યતા છે તેવો દાવો વિખ્યાત બ્રિટિશ અખબાર ધ ડેઇલી ટેલિગ્રફે કર્યો છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI) વિભાગ આઝાદી પછી દેશની બહાર “તસ્કરી” કરીને લઇ જવાયેલી મૂર્તિઓ,

Read More...
લૂંટાયેલો કોહિનૂર હીરો ભારતની ટોચની પ્રાથમિકતા

ભારતમાંથી લૂંટીને બ્રિટન લઈ જવાયેલી અમૂલ્ય કલાકૃતિઓ અને જર-ઝવેરાતમાં કોહિનૂર હીરાનો પણ સમાવેશ થાય છે જેને ભારત સરકાર પાછો મેળવવા માંગે છે. આ હીરો 1849થી બ્રિટનના શાહી પરિવારના

Read More...
સુનકે ઓચિંતી મુલાકાતે આવેલા યુક્રેનના પ્રમુખ ઝેલેન્સકીનું સ્વાગત કર્યું

બ્રિટીશ વડા પ્રધાન ઋષિ સુનકે સોમવારે યુકેની ઓચિંતી મુલાકાતે આવેલા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીનું ઉષ્માભર્યું સ્વાગત કરી યુદ્ધગ્રસ્ત યુક્રેનને સંરક્ષણ મિસાઇલો,

Read More...
અશ્વેત અને એશિયન ભાડૂતોને બ્રિટનમાં ખરાબ આવાસનો ભોગ બનવું પડે છે

ધ ઇન્ડિપેન્ડન્ટ અખબાર દ્વારા કરાયેલ એક વિશેષ તપાસમાં જણાયં છે કે અશ્વેત અને એશિયન ભાડૂતોને બ્રિટનમાં ખરાબ આવાસનો ભોગ બનવું પડે છે અને ઘણી વખત તો તેમને

Read More...
યુકેમાં ભારતીય માલિકીની કંપનીઓની સંખ્યા વધીને નવી ઊંચાઈએ

ભારત અને યુકે વચ્ચે મુક્ત વ્યાપાર કરાર (એફટીએ) પર વાટાઘાટોનો નવમો રાઉન્ડ એપ્રિલમાં પૂર્ણ થયો છે અને વર્ષના અંત પહેલા સકારાત્મક જાહેરાતની અપેક્ષા છે ત્યારે 2023

Read More...
અમેરિકામાં ગ્રીન કાર્ડ માટે દેશવાર ક્વોટા નાબૂદ કરતાં સિટિઝનશીપ એક્ટની રજૂઆત

અમેરિકામાં સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીએ બુધવારે ગ્રીનકાર્ડ માટે દેશવાર ક્વોટા નાબૂદ કરતો અને એચ-1બી વિઝા સિસ્ટમમાં ફેરફાર કરતો સિટિઝનશીપ એક્ટ રજૂ કર્યો હતો.

Read More...
કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભવ્ય વિજય, ભાજપની હાર

કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના ગત શનિવારે જાહેર થયેલા પરિણામોમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી હતી અને ભાજપનો પરાજય થયો હતો. કર્ણાટકમાં કોંગ્રેસ ૧૦ વર્ષ પછી ફરી

Read More...
નરેન્દ્ર મોદી 21 થી 24 જૂને અમેરિકાની સત્તાવાર મુલાકાતે

વ્હાઇટ હાઉસે બુધવારે (10) જાહેરાત કરી હતી કે યુએસ પ્રમુખ જો બાઇડન 22 જૂને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર મુલાકાતના યજમાન બનશે. આ મુલાકાતથી બંને રાષ્ટ્રો વચ્ચેની

Read More...
કાશીની જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલ શિવલિંગનું કાર્બન ડેટિંગ થશે

જ્ઞાનવાપી મસ્જિદમાંથી મળેલા કથિત શિવલિંગનું કાર્બન ડેટિંગ જેવી વૈજ્ઞાનિક તપાસ કરવાની હિન્દુ પક્ષની માગને વારાણસીની કોર્ટે 14 ઓક્ટોબરે ફગાવી દીધી હતી.

Read More...
ભારત-અમેરિકા સાર્વભૌમત્વ, સરહદોના સન્માનના મુદ્દે સાથે જ રહેશેઃ ગાર્સેટી

ભારત ખાતેના નવનિયુક્ત અમેરિકન એમ્બેસેડર એરિક ગાર્સેટીએ ગત સોમવારે અમદાવાદની મુલાકાતે ગયા હતા. તેમણે મુલાકાતની શરૂઆત અમદાવાદમાં સાબરમતિ આશ્રમથી કરી હતી.

Read More...

  Sports
કોલકાતાનો ચેન્નાઈ સામે છ વિકેટે રોમાંચક વિજય

કોલકાતા નાઈટ રાઈડર્સે રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સને તેના ઘરઆંગણે છ વિકેટે હરાવી મહત્ત્વનો વિજય મેળવતા પ્લેઓફ્સમાં સ્થાન માટેની રેસ રોમાંચક બની છે.

Read More...
બેંગ્લોર સામે રાજસ્થાનનો ધબડકો, પ્લેઓફની આશા ધૂંધળી

રવિવારના (14 મે) પહેલા મુકાબલામાં પણ રાજસ્થાન રોયલ્સે ઘરઆંગણે બેંગલોર સામેની મેચમાં બેટિંગમાં ધબડકો વાળતાં 112 રનથી નામોશીભર્યો પરાજય થયો હતો. બેંગલોરે આપેલા 172

Read More...
દીપક, હુસામુદ્દીન, નિશાંતને વર્લ્ડ બોક્સિંગમાં બ્રોન્ઝ

રશિયામાં ગયા સપ્તાહે યોજાઈ ગયેલી વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતના ત્રણ મુક્કાબાજો – દીપક (51 કિ.ગ્રા.), હુસામુદ્દીન (57 કિ.ગ્રા.) અને નિશાંતે (71 કિ.ગ્રા.)

Read More...
આઈસીસીની કમાણીમાં હવે ભારતનો હિસ્સો સૌથી વધુ

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ના આગામી ત્રણ વર્ષ – 2024 થી 2027 સુધીના નાણાકીય મોડલમાં ભારતીય ક્રિકેટ બોર્ડને આઈસીસીની કમાણીમાંથી દર વર્ષે લગભગ 1892

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
એપલની કોન્ટ્રાક્ટ મેન્યુફેકચરર ફોક્સકોને બેંગલુરુમાં 300 એકર જમીન ખરીદી

એપલની કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરર અને તાઈવાનની અગ્રણી સેમીકન્ડક્ટર ઉત્પાદક ફોક્સકોને તેના નવા પ્રોજેક્ટ માટે બેંગલુરુમાં રૂ.300 કરોડમાં 300 એકર જમીન ખરીદી છે. આ સોદો તેની પેટાકંપની ફોક્સકોન હોન હાઈ ટેક્નોલોજી મારફત કરાયો છે. ફોક્સકોન એપલની પ્રોડક્ટની સૌથી મોટી ઉત્પાદક છે. ફોક્સકોનના બેંગલુરુ પ્લાન્ટમાં એપલ પ્રોડક્ટ્સ ઉપરાંત અન્ય ઈલેક્ટ્રોનિક્સનું ઉત્પાદન કરવામાં આવશે. એપલ ધીમે ધીમે ચીન પર પોતાનો આધાર ઘટાડી રહી છે અને ભારતમાં પણ તેની હાજરીમાં વધારો થયો છે. ભારતમાં ફોક્સકોનના બીજા રોકાણ પણ છે.

Read More...
ભારતે 928 ડિફેન્સ આઇટમની આયાત પર પ્રતિબંધ મૂક્યો

ભારત સરકારે લશ્કરી દળો માટેની ખરીદીમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે રવિવારે વધુ એક મહત્ત્વનું પગલું ભર્યું હતું. મંત્રાલયે માત્ર ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગ પાસેથી ખરીદી શકાય તેવા મિલિટરી કમ્પોનન્ટ અને સબસિસ્ટમની ચોથી યાદીને મંજૂરી આપી હતી. તેમાં 928 આઇટમનો સમાવેશ કરાયો છે. તેના પર તબક્કાવાર ધોરણે આગામી સાડા પાંચ વર્ષ માટે આયાત પ્રતિબંધ અમલી બનશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સંરક્ષણ ઉત્પાદનમાં ‘આત્મનિર્ભરતા’ને પ્રોત્સાહન આપવાની યોજના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Read More...
ચીની કંપની પાસેથી એમજી મોટર ખરીદવાની રિલાયન્સની મંત્રણાઃ રીપોર્ટ

ચીનની ઓટો ક્ષેત્રની અગ્રણી કંપની SAICની માલિકીની MG મોટર ભારત ખાતેના તેના કાર બિઝનેસનો બહુમતી હિસ્સો વેચવા માટે વિચારણા કરી રહી છે અને આ હિસ્સો ખરીદવાની સ્પર્ધામાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, હીરો ગ્રૂપ, પ્રેમજી ઇન્વેસ્ટ અને JSW ગ્રૂપ સહિતની અગ્રણી કંપનીઓ સામેલ છે, એમ ગુરુવારે મીડિયા રીપોર્ટમાં જણાવ્યું હતું. બિલિયોનેર મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અત્યારે ઓઈલ રિફાઈનરીથી લઈને ટેલિકોમ, રિટેલ, મીડિયા સહિતના બિઝનેસમાં હાજરી ધરાવે છે.

Read More...
ડોલર સામે પાકિસ્તાની રૂપિયો પ્રથમવાર 300થી નીચા સ્તરે ગબડ્યો

ગંભીર આર્થિક અને રાજકીય કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાનના ચલણમાં પણ તીવ્ર ઘટાડો થયો છે. પાકિસ્તાનના ઇતિહાસમાં પ્રથમવાર ગુરુવારે ડોલર સામે રૂપિયો 300થી નીચી સપાટીએ ગબડ્યો હતો. ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડ બાદ દેશના જુદા જુદા ભાગોમાં હિંસા ફાટી નીકળ્યાં પછીથી પાકિસ્તાની રૂપિયાને મોટો ફટકો પડ્યો છે. કરન્સી ડીલરોના જણાવ્યા અનુસાર દિવસનું ટ્રેડિંગ સમાપ્ત થાય તે પહેલા એક તબક્કે યુએસ ડોલર ખુલ્લા બજારમાં 301 રૂપિયાના ભાવે વેચાઈ રહ્યો હતો, બીજી તરફ ઇન્ટરબેન્ક ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો 299ના સ્તરે પટકાયો હતો.

Read More...
  Entertainment

લગ્ન પછી ઝડપથી માતા બનેલી અભિનેત્રીઓ

બોલીવૂડમાં અભિનેત્રીઓ કારકિર્દીને વધુ પ્રાથમિકતા આપતી હોવાથી લગ્ન કરવામાં કે માતા બનવામાં વધુ સમય લે છે. જોકે, હવે તો સ્થિતિ ઘણી બદલાતી જોવા મળે છે કે લગ્ન વગર જ કેટલીક અભિનેત્રીઓ માતા બની છે. પરંતુ અહીં આ મુદ્દે નહીં પણ એવી અભિનેત્રીઓની વાત કરીશું જે લગ્ન બાદ તરત જ માતા બની છે. 14 મે ના રોજ મધર્સ ડે નિમિત્તે જાણીએ કે આ યાદીમાં કોનો સમાવેશ થાય છે. આલિયા ભટ્ટ – આલિયા ભટ્ટે ગત વર્ષે એપ્રિલ 2022માં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને જૂન 2022માં તેણે ગર્ભવતી હોવાની જાહેરાત કરી હતી.

Read More...

પરિણીતી ચોપરાની AAP નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ

બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરાએ શનિવારે આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી હતી. શીખ ધાર્મિક વિધિ અનુસાર બંનેએ સગાઈ કરી હતી. છેલ્લાં કેટલાંક મહિનાઓની અટકળો પછી બંનેએ નવી દિલ્હીમાં કપૂરથલા હાઉસ ખાતે પરિવાર, મિત્રો અને પ્રતિષ્ઠિત મહેમાનોની હાજરીમાં વીંટીઓની આપ-લે કરી હતી. પરિણીતી અને રાઘવની સગાઈ માટે પ્રિયંકા ચોપરા ખાસ લંડનથી દિલ્હી આવી હતી. સગાઈ થયા પછી પ્રિયંકાએ રાઘવ અને પરિણીતી સાથે તસવીરો શેર કરતાં બંનેને અભિનંદન પાઠવ્યા હતા. સગાઈ પૂરી થતાં જ પ્રિયંકા લંડન જવા રવાના થઈ હતી.

Read More...

સલમાનને જુહી સાથે લગ્ન કરવા હતા, પણ…

સલમાન વિશે નવી વાત એ બહાર આવી છે કે એ સાથી કલાકાર અભિનેત્રી જુહી ચાવલા સાથે લગ્ન કરવા ઇચ્છતો હતો. અમુક કારણસર એ લગ્ન થઈ શક્યા નહોતા. એનું કારણ જુહીએ જ જણાવ્યું છે. થોડાક દિવસો પહેલાં સોશિયલ મિડિયા પર એક વીડિયો વાઈરલ થયો હતો, જેમાં સલમાનને એવું બોલતા દર્શાવાયો છે કે એને જુહી બહુ ગમતી હતી અને એની સાથે લગ્ન કરવા માટે તેણે જુહીનાં માતા-પિતા પાસે જુહીનાં હાથની માગણી પણ કરી હતી. પરંતુ જુહીનાં માતા-પિતાએ તેની ઓફર નકારી કાઢી હતી.

Read More...

વિદ્યા બાલન જાસૂસની ભૂમિકામાં

વિદ્યા બાલને અગાઉ ‘કહાની’ ફિલ્મમાં સસ્પેન્સ અને થ્રિલરનો અનુભવ કરાવ્યો હતો. હવે તે ફરીથી એકવાર સસ્પેન્સ ફિલ્મમાં જોવા મળશે. ‘નીયત’ નામની આ ફિલ્મમાં વિદ્યા બાલને જાસૂસનો રોલ કર્યો છે. આ ફિલ્મનું દિગ્દર્શન અનુ મેનને કર્યું છે. વિદ્યા અને અનુ અગાઉ શકુંતલા દેવીમાં સાથે કામ કરી ચૂક્યા છે. ટેલિવિઝનના જાણીતા અભિનેત્રી રામ કપૂર, રાહુલ બોઝ, નિરજ કાબી, અમૃતા પૂરી, શબાના ગોસ્વામી, નિકી વાલિયા, દીપનિતા શર્મા, શશાંક અરોરા, પ્રાજક્તા કોલી, દાનેશ રિઝવી, ઈશિકા મેહરા અને માધવ દેવલ પણ આ ફિલ્મમાં જોવા મળશે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store