India bans import of 928 defense items

ભારત સરકારે લશ્કરી દળો માટેની ખરીદીમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા માટે રવિવારે વધુ એક મહત્ત્વનું પગલું ભર્યું હતું. મંત્રાલયે માત્ર ઘરેલુ સંરક્ષણ ઉદ્યોગ પાસેથી ખરીદી શકાય તેવા મિલિટરી કમ્પોનન્ટ અને સબસિસ્ટમની ચોથી યાદીને મંજૂરી આપી હતી. તેમાં 928 આઇટમનો સમાવેશ કરાયો છે. તેના પર તબક્કાવાર ધોરણે આગામી સાડા પાંચ વર્ષ માટે આયાત પ્રતિબંધ અમલી બનશે.

સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સંરક્ષણ ઉત્પાદનમાં ‘આત્મનિર્ભરતા’ને પ્રોત્સાહન આપવાની યોજના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સ્વદેશી ઉદ્યોગ પાસેથી ખરીદીને પ્રોત્સાહન આપવા માટેનું આ ચોથી “પોઝિટિવ ઈન્ડિજનાઇઝેશન લિસ્ટ (PIL)” છે. આ યાદીમાં વિવિધ મિલિટરી પ્લેટફોર્મ, ઇક્વિપમેન્ટ્સ અને શસ્ત્રો માટે ઉપયોગ થતાં લાઇન રિપ્લેસમેન્ટ યુનિટ્સ, પેટા-સિસ્ટમ્સ અને કમ્પોનન્ટનો સમાવેશ થાય છે.

અગાઉ ડિસેમ્બર 2021, માર્ચ 2022 અને ઓગસ્ટ 2022માં આવી ત્રણ યાદી જાહેર કરાઈ હતી. આ યાદીઓમાં સ્વદેશીકરણ થયું હોય તેવી 2,500 આઇટમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત નિર્ધારિત સમયગાળામાં વધુ 1,238 આઇટમનું સ્વદેશીકરણ કરાશે.

LEAVE A REPLY

1 × 4 =