Introduction of the Citizenship Act abolishing country-wise quotas for green cards in the United States
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીએ બુધવારે ગ્રીનકાર્ડ માટે દેશવાર ક્વોટા નાબૂદ કરતો અને એચ-1બી વિઝા સિસ્ટમમાં ફેરફાર કરતો સિટિઝનશીપ એક્ટ રજૂ કર્યો હતો. હાલમાં ગ્રીન કાર્ડ ઈશ્યૂ કરવા માટે દેશ મુજબ ક્વોટાનું પાલન કરવામાં આવે છે. પરંતુ સિટિઝનશિપ એક્ટ અમલમાં આવે ત્યાર પછી આ ક્વોટા નાબૂદ કરવામાં આવશે. એટલે કે કોઈ દેશના ઓછામાં ઓછા આટલા લોકોને ગ્રીન કાર્ડ આપવા તેવો કોઈ નિયમ નહીં રહે.

કોંગ્રેસવુમેન લિન્ડા સાન્ચેઝે રજૂ કરેલા યુએસ સિટિઝનશિપ એક્ટ 2023 હેઠળ અમેરિકામાં વસતા તમામ 11 મિલિયન ડોક્યુમેન્ટ વગરના ઇમિગ્રન્ટ્સને સિટિઝનશિપ આપવાની યોજના છે. તેમાં ડ્રીમર્સ, ટીપીએસ હોલ્ડર્સ અને કેટલાક ફાર્મ વર્કર્સ પણ સામેલ હશે.

અમેરિકામાં જે અનડોક્યુમેન્ટેડ ઈમિગ્રન્ટ્સ બેકગ્રાઉન્ડ ચેકમાં પાસ થયા હશે અને ટેક્સ ભરતા હશે તેમને પાંચ વર્ષમાં સિઝિટનશિપ મળી જશે અને આ લોકોને ડિપોર્ટેશનની ચિંતા કરવી નહીં પડે. આ કાયદા હેઠળ દરેક દેશનો ક્વોટા દૂર કરાશે અને એમ્પ્લોયમેન્ટ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ રાખવામાં આવશે.

અમેરિકન યુનિવર્સિટીઓમાંથી STEM એટલે કે સાયન્સ, ટેક્નોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સમાં એડવાન્સ્ડ ડિગ્રી મેળવનારા લોકો માટે અમેરિકામાં રહેવાનું આસાન બની જશે. ઓછું વેતન હોય તેવી ઈન્ડસ્ટ્રીમાં કામ કરતા વર્કર્સ માટે પણ ગ્રીન કાર્ડ મેળવવાનું સરળ બનશે. તેથી H-1B હોલ્ડર્સના આશ્રિતોને વર્ક ઓથોરાઈઝેશન મળશે અને H-1B હોલ્ડર્સના બાળકોને ઘણો ફાયદો થશે.

આ એક્ટ હેઠળ એક પાઈલોટ પ્રોગ્રામ રચાશે જેથી પ્રાદેશિક ઈકોનોમિક ડેવલપમેન્ટ વધશે અને નોન-ઈમિગ્રન્ટ્સને પણ વધુ સારું વેતન મળશે, તેમને હાઈ-સ્કીલ્ડ વિઝા આપી શકાશે જેથી તેમને અનફેર કોમ્પિટિશન સામે રક્ષણ મળે.

સિટિઝનશિપ એક્ટ હેઠળ ફેમિલી બેઝ્ડ ઈમિગ્રેશન સિસ્ટમ રચવામાં આવશે જેથી પરિવારો વિખુટા ન પડે અને એક સાથે રહી શકે. તેમાં અગાઉના વર્ષોના વિઝા રિકેપ્ચર કરીને બેકલોગ દૂર કરાશે. નવા કાયદા પ્રમાણે સજાતિય સંબંધો ધરાવતા LGBTQ+ પરિવારો સામેનો ભેદભાવ દૂર કરાશે અને અનાથ, વિધવા, તથા બાળકોને રક્ષણ મળશે. એપ્રૂવ્ડ ફેમિલી સ્પોન્શરશિપ એપ્લિકેશન કરનારા લોકો ગ્રીન કાર્ડની રાહ જોતા હોય તે દરમિયાન તેમના પરિવારને કામચલાઉ ધોરણે યુએસમાં રાખી શકશે. સિટિઝનશિપ એક્ટ રજુ કરનારા સાંસદ સ્વયં મેક્સિકોથી આવેલા એક ઈમિગ્રન્ટના પુત્રી છે.

તેઓ માને છે કે યુએસ સિટિઝનશિપ એક્ટથી અમેરિકાના અર્થતંત્રનો ઝડપી ગ્રોથ કરી શકાશે, યુએસની સરહદો વધુ સુરક્ષિત બનશે અને અમેરિકામાં વસતા અને વર્ષોથી કામ કરતા લાખો ઈમિગ્રન્ટ્સને સિટિઝનશિપ મળશે.

1 COMMENT

  1. I’m not positive where you are getting your info, however great topic.
    I needs to spend some time finding out more or working out
    more. Thank you for excellent info I used to be searching for this information for my mission.

LEAVE A REPLY

eighteen − fifteen =