India now has the largest share of ICC earnings
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) ના આગામી ત્રણ વર્ષ – 2024 થી 2027 સુધીના નાણાકીય મોડલમાં ભારતીય ક્રિકેટ બોર્ડને આઈસીસીની કમાણીમાંથી દર વર્ષે લગભગ 1892 કરોડ રુપિયા મળશે, તો પાકિસ્તાનને માત્ર 282 કરોડ રુપિયા મળવાની ધારણા છે.

આ રીતે, ભારતીય ક્રિકેટ બોર્ડ દર વર્ષે પાકિસ્તાન કરતાં સાત ગણી વધુ કમાણી કરશે. મીડિયા રીપોર્ટ્સ મુજબ આઈસીસીને  જેટલી કમાણી થશે તેની આવકના 38.5 ટકા ભારતીય બોર્ડને મળશે. આઈસીસીને લગભગ 4916 હજાર કરોડ રૂપિયા મળવાની આશા છે અને આ આવકમાં BCCIનો સૌથી મોટો હિસ્સો રહેશે. ભારત પછી ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડને આશરે 338 કરોડ રુપિયા અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આશરે 307 કરોડ રુપિયા મળવાની શક્યતા છે. 

આ ત્રણ ટોચના સભ્યો પછી બાકીના આઠ પૂર્ણ સભ્યોની કમાણી પાંચ ટકાથી ઓછી હશે. ભારતીય બોર્ડ સતત ભારપૂર્વક રજૂઆત કરતું રહ્યું છે કે આઈસીસીની આવકમાં ભારતનો સૌથી વધુ હિસ્સો રહે છે અને તેના કારણે જ આઈસીસીની આવકમાં ભારતનો વધુ હિસ્સો મેળવવાનો હક્ક રહે છે. જોકે આઈસીસી નવા નાણાકીય મોડલ મુદ્દે બાકીના દેશોના બોર્ડના પ્રતિસાદની રાહ જોઈ રહ્યું છે અને આ મોડલ આવતા મહિને આઈસીસીની વાર્ષિક બેઠકમાં મંજૂર થાય તેવી શક્યતા છે.

LEAVE A REPLY

fourteen − ten =