Actresses who became mothers quickly after marriage
(ANI Photo)

બોલીવૂડમાં અભિનેત્રીઓ કારકિર્દીને વધુ પ્રાથમિકતા આપતી હોવાથી લગ્ન કરવામાં કે માતા બનવામાં વધુ સમય લે છે. જોકે, હવે તો સ્થિતિ ઘણી બદલાતી જોવા મળે છે કે લગ્ન વગર જ કેટલીક અભિનેત્રીઓ માતા બની છે. પરંતુ અહીં આ મુદ્દે નહીં પણ એવી અભિનેત્રીઓની વાત કરીશું જે લગ્ન બાદ તરત જ માતા બની છે. 14 મે ના રોજ મધર્સ ડે નિમિત્તે જાણીએ કે આ યાદીમાં કોનો સમાવેશ થાય છે.

આલિયા ભટ્ટ – આલિયા ભટ્ટે ગત વર્ષે એપ્રિલ 2022માં રણબીર કપૂર સાથે લગ્ન કર્યા હતા અને જૂન 2022માં તેણે ગર્ભવતી હોવાની જાહેરાત કરી હતી.

દિયા મિર્ઝા – દિયા મિર્ઝાએ ફેબ્રુઆરી 2021માં વૈભવ રેખી સાથે લગ્ન કર્યા અને મે મહિનામાં દિયાએ એક પુત્રને જન્મ આપ્યો હતો. આ સમાચાર જાણીને પણ બધા ખૂબ જ આશ્ચર્ય થયું હતું.

નયનતારા – સાઉથ ઇન્ડિયન ફિલ્મોની જાણીતી અભિનેત્રી નયનતારાએ આ ગત વર્ષે જૂનમાં વિગ્નેશ શિવન સાથે સાત ફેરા લીધા હતા. લગ્નના ચાર મહિના પછી અચાનક બધાને તેણે જોડિયા બાળકોને જન્મ આપ્યો હોવાના સમાચાર જણાવ્યા હતા. જોકે તે સરોગસી દ્વારા માતા બની છે.

નેહા ધૂપિયા – આ યાદીમાં બોલ્ડ અભિનેત્રી નેહા ધૂપિયાનું નામ પણ સામેલ છે. જેણે મે 2018માં અભિનેતા અંગદ બેદી સાથે લગ્ન કર્યા હતા. ત્યાર પછી તરત જ નવેમ્બરમાં નેહાએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો હતો.

LEAVE A REPLY

seven + eight =