Vol. 1 No. 18 About   |   Contact   |   Advertise June 8, 2023


 
 
ઓડિશામાં 30 વર્ષની સૌથી ભયાનક ટ્રિપલ ટ્રેન દુર્ઘટનામાં 278ના મોત, 1,000 ઘાયલ

ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેન વચ્ચે શુક્રવારની સાંજે (2 જૂન) એ થયેલા ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 278 લોકોના મોત થયાં હતાં અને આશરે 1,000 લોકો ઘાયલ થયાં હતાં. ભારતના 30 વર્ષના ઇતિહાસમાં આ સૌથી ભયાનક રેલવે અકસ્માત હતો અને આશરે 20 કલાક સુધી રાહત અને બચાવ કામગીરી ચાલી હતી. ભારતની ત્રીજા ક્રમની આ સૌથી મોટી રેલવે દુર્ઘટના અંગે વિશ્વભરના નેતાઓએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ દુર્ઘટનામાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને એક માલગાડી સંકળાયેલી હતી. શાલીમાર-ચેન્નાઈ કોરોમંડલ એક્સપ્રેસ 100 કિ. મી.થી વધુની સ્પીડે દોડી રહી હતી ત્યારે લૂપ લાઈન ઉપર ઉભેલી માલગાડી સાથે પાછળથી અથડાઈ હતી.

Read More...
વડાપ્રધાન મોદીને અમેરિકાની સંસદના સંયુક્ત સત્રને સંબોધન માટે આમંત્રણ

અમેરિકાની સંસદના નેતાઓએ શુક્રવારે (2) જણાવ્યું હતું કે તેઓએ ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 22 જૂને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સેનેટની સંયુક્ત બેઠકને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું છે. તે વિદેશી મહાનુભાવોને વોશિંગ્ટન દ્વારા આપવામાં આવતા સર્વોચ્ચ સન્માનો પૈકીનું

Read More...
મેરિલેન્ડમાં પત્નીનો હત્યારો ભદ્રેશ પટેલ FBIના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં સામેલ

અમેરિકાના મેરીલેન્ડમાં પત્નીની હત્યા કરીને ફરાર થઈ ગયેલા 33 વર્ષીય ગુજરાતી ભદ્રેશ કુમાર પટેલને અમેરિકાની તપાસ એજન્સી FBIએ પોતાની ટોપ ટેન મોસ્ટ વોન્ટેડ ભાગેડુની યાદીમાં સામેલ કર્યો છે. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન 2017થી ભારતીય ભાગેડુ ભદ્રેશ કુમાર પટેલને શોધી

Read More...
કેલિફોર્નિયામાં શીખોને હેલ્મેટ વિના બાઇક ચલાવવાની મંજૂરી મળશે

કેલિફોર્નિયામાં સેનેટરોએ શીખોને મોટરસાઇકલ ચલાવતી વખતે સલામતી હેલ્મેટ પહેરવાથી મુક્તિ આપતું બિલ મંજૂર કર્યુ છે. સેનેટર બ્રાયન ડાહલે દ્વારા રજૂ કરાયેલું સેનેટ બિલ 847 આ અઠવાડિયે રાજ્યની સેનેટને 21-8 મતે ક્લિયર કર્યું છે અને હવે તે વિધાનસભામાં જશે.

Read More...
સંરક્ષણક્ષેત્રે સહકાર માટે ભારત-અમેરિકા એક રોડમેપ નિર્ધારિત કરશે

ભારત અને અમેરિકાએ સંરક્ષણઉદ્યોગ ક્ષેત્રે સહકાર સાધવા માટે એક મહત્વાકાંક્ષી રોડમેપ નિર્ધારિત કરવાનો નિર્ણય કર્યો હોવાનું ભારતની મુલાકાતે ગયેલા અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી લોઇડ ઓસ્ટિને સોમવારે જણાવ્યું હતું.

Read More...
સાન ફ્રાન્સિસ્કોમાં ઇન્ડિયન ડાયાસ્પોરાના કાર્યક્રમમાં રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહારો

અમેરિકાની છ દિવસની યાત્રા પર ગયેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે ઇન્ડિયન ડાયાસ્પોરાને સંબોધન કર્યું હતું તથા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શાસક ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. સાન ફ્રાન્સિસ્કોમાં ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસ યુએસએ દ્વારા આયોજિત

Read More...
ભારત-નેપાળ વચ્ચે રામાયણ સર્કિટ સંબંધિત પ્રોજેક્ટને વેગ અપાશેઃ મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે કહ્યું હતું કે ભારત અને નેપાળ વચ્ચેના ધાર્મિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે રામાયણ સર્કિટ સંબંધિત પ્રોજેક્ટને વેગ આપવામાં આવશે. મોદી અને નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ ‘પ્રચંડ’ની હાજરીમાં ભારત અને નેપાળ વચ્ચે

Read More...
કુસ્તીબાજોએ મેડલો ગંગામાં પધરાવવાની યોજના મોકૂફ રાખી

જાતીય સતામણીના આક્ષેપો સાથે કુશ્તી સંઘના વડા બ્રિજભૂષણ શરણ સિંહ સામે દેખાવો કરી રહેલા ટોચના કુસ્તીબાજોએ પોતાના મેડલો ગંગા નદીમાં પધરાવી દેવાની જાહેરાત કરી હતી અને તેઓ હરિદ્વાર પણ પહોંચી ગયા હતા. જોકે ખેડૂત નેતા નરેશ ટિકૈતની દરમિયાનગીરીને

Read More...
ધો.12ની પરીક્ષા આપનારા સુરતની જેલના બધાં જ કેદીઓ પાસ થઇ ગયા

તાજેતરમાં જ બહાર પડેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનાં પરિણામમાં સુરતની જેલનું પરિણામ 100 ટકા આવ્યું છે. સુરતની લાજપોર જેલમાં બંધ 13 બંદીઓએ આ પરીક્ષા

Read More...
અમદાવાદ એરપોર્ટ પર ત્રીજા ટર્મિનલની વિચારણા

પેસેન્જર્સની સંખ્યામાં સતત વધારાને પગલે અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશન એરપોર્ટ પર ત્રીજું ટર્મિનલ બનાવવાની વિચારણા ચાલુ થઈ છે. આ એરપોર્ટનું સંચાલન કરતી કંપની અદાણી એરપોર્ટ્સના CEO અરુણ બંસલે મીડિયાને જણાવ્યું હતું કે અમે હાલમાં

Read More...

  Sports
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં જરૂર પડ્યે ફલડ લાઈટ્સ વપરાશે

ઈન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સે આ સપ્તાહે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ભારત – ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ અગાઉ આ મેચ માટે તેમજ એકંદરે ક્રિકેટ માટે પણ નિયમોમાં કેટલાક ફેરફારો કર્યા હતા,

Read More...
હેઝલવૂડ ઈજાગ્રસ્ત, વર્લ્ટ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ નહીં રમે

ઓસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડ ઈજાના કારણે ભારત સામે આ સપ્તાહે રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં રમી શકશે નહીં. હેઝલવૂડને આઇપીએલ દરમિયાન ઈજા થઈ હતી

Read More...
ભારત જુનિયર એશિયા કપ હોકીમાં ચેમ્પિયન

ભારતીય હોકી ટીમ ફરી એકવાર જુનિયર એશિયા કપ ચેમ્પિયન બની છે. ઓમાનના સલાલાહમાં રમાયેલી ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. ભારતે ચોથી વખત આ ખિતાબ જીત્યો છે.

Read More...
ભારત વિજેતા બને કે ઓસ્ટ્રેલિયા, એક નવો રેકોર્ડ થશે

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં આ વખતે ભારત વિજેતા બને કે ઓસ્ટ્રેલિયા, એક નવો રેકોર્ડ થશે. આઈસીસીના નેજા હેઠળ રમાતી અને રમાઈ ગયેલી તમામ ક્રિકેટ સ્પર્ધાઓનો તાજ હજી સુધી

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
વૈશ્વિક પડકારો વચ્ચે ભારતમાં 7.2% GDP વૃદ્ધિ

રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ અને મહામારીને અસરો હોવા છતાં ભારત 5 ટ્રિલિયનની ઇકોનોમી બનવાની માર્ગ પર આગળ વધી રહ્યું છે. દેશનો જીડીપી વૃદ્ધિદર ગયા નાણાકીય વર્ષમાં (2022-23)માં 7.2 ટકા જેટલો ઊંચો રહ્યો હતો. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટર (Q4)માં જીડીપી ગ્રોથ 6.1 ટકા રહ્યો હતો.

Read More...
ફોક્સકોન એપ્રિલથી બેંગલુરુ પ્લાન્ટમાં 20 મિલિયન આઇફોન બનાવશે

એપલની મુખ્ય સપ્લાયર તાઇવાનની ઇલેક્ટ્રોનિક્સ જાયન્ટ ફોક્સકોન આગામી એપ્રિલ સુધીમાં બેંગલુરુમાં કંપનીની દેવનાહલ્લી પ્લાન્ટ ખાતે આઇફોનનું ઉત્પાદન શરૂ કરશે. ફોક્સકોન ત્રણ તબક્કામાં આ પ્રોજેક્ટ પૂરો કરશે અને આ પૂરો થયા પછી કંપની દર વર્ષે 20 મિલિયનથી વધુ આઇફોન

Read More...
એર ન્યુઝીલેન્ડ વિમાનમાં બેસાડતા પહેલા પેસેન્જરનું વજન કરશે

એર ન્યુઝીલેન્ડ 2 જુલાઈથી ઓકલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રસ્થાન કરતા મુસાફરોનું વજન કરવાનું શરૂ કરશે. એરલાઇને જણાવ્યું હતું કે તેને પેસેન્જર વેઇટ સરવે નામનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે. તેનો હેતુ વિમાન માટે વજન અને વિતરણ પર ડેટા એકત્ર કરવાનો છે.

Read More...
બિટકોઇન લોન્ડરિંગ આરોપમાં ઇન્ડો કેનેડિયન બિઝનેસમેનની ધરપકડ

આશરે 24 મિલિયન ડોલરના બિટકોઇનના લોન્ડરિંગના આરોપસર અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ૪૮ વર્ષીય ઇન્ડિયન કેનેડિયન બિઝનેસમેનને અટકાયતમાં લીધા હતા. Payza.comના ભૂતપૂર્વ ઓપરેટર ફિરોઝ પટેલ સામે 17 મેએ આરોપનામું ઘડવામાં આવ્યું હતું. ન્યાયવિભાગે બુધવારે એક યાદીમાં જણાવ્યું હતું

Read More...
ફ્રેન્ચાઇઝર્સ અને ફ્રેન્ચાઇઝીઓ વચ્ચેની વાતમાં રાજ્ય સરકારો દૂર રહેઃ પેટ પેસિયસ

એશિયન હોસ્પિટાલિટીની લીડરશિપ સિરીઝના નવીનતમ ઇન્સ્ટોલેશનમાં, ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલના પ્રેસિડેન્ટ અને સીઈઓ પેટ પેસિયસે ફ્રેન્ચાઈઝીંગ રિફોર્મ માટે એસોસિએશનના દબાણને લઈને કંપનીના AAHOA સાથેના અણબનાવ માટે તેમનો કેસ રજૂ કર્યો છે. તેમણે કહ્યું,

Read More...
ફ્રેન્ચાઇઝ બિઝનેસ મોડેલમાં સુધારો કરનારા ન્યૂજર્સી બિલની પ્રગતિ

ફ્રેન્ચાઇઝ બિઝનેસ મોડલમાં સુધારો કરનારું ન્યુજર્સી બિલ તે મેના અંતમાં એક બીજું પગલું આગળ વધ્યું. આ બિલ એસેમ્બલીથી સેનેટ તરફ આગળ વધ્યું અને AAHOA સહિતના સમર્થકો આ વર્ષે કાયદો બનવાની અપેક્ષા રાખે છે. જો કે, અમેરિકન હોટેલ એન્ડ લોજિંગ એસોસિએશન

Read More...
‘પ્રોજેક્ટ H3’, હિલ્ટનની નવી એપાર્ટમેન્ટ-શૈલીની એક્સટેન્ડેડ સ્ટે બ્રાન્ડ

હિલ્ટને નવી એક્સટેન્ડ-સ્ટે બ્રાન્ડ, પ્રોજેક્ટ H3 લોન્ચ કરી છે, જે ઝડપથી વિસ્તરી રહેલા $300 બિલિયન વર્કફોર્સ ટ્રાવેલ માર્કેટની જરૂરિયાતોને પહોંચી વળવા માટે ડિઝાઇન કરવામાં આવી છે, જે 20 રાત કે તેથી વધુ સમય માટે એપાર્ટમેન્ટ-શૈલીના રહેઠાણની શોધમાં છે. હિલ્ટન નેવિગેટ તરીકે તેનુ

Read More...
35 કરોડ ડોલરના રોકાણનું સીમાચિહ્ન વટાવતી વેરાકિન કેપિટલ

રિયલ એસ્ટેટ રોકાણ જૂથ વેરાકિન કેપિટલ આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં 35 કરોડ ડોલરના રોકાણના સીમાચિહ્નને વટાવી ગયું છે. કંપનીએ ત્રણ હોટલ પ્રોપર્ટીમાં રોકાણ કર્યું છે જેની કામગીરી હાલમાં ડાઉનટાઉન એટલાન્ટા, જ્યોર્જિયામાં મોક્સી; ડાઉનટાઉન નેશવિલ, ટેનેસીમાં હેમ્પટન ઇન/હોમ 2;

Read More...
  Entertainment

મનોજ બાજપેયીને શેનો અફસોસ છે?

બોલીવૂડના દમદાર એક્ટર્સમાં ટોચનું સ્થાન ધરાવનારા મનોજ બાજપેયીને ફિલ્મો કરતાં વધારે સફળતા ઓટીટી પ્લેટફોર્મ પર મળી છે. વેબ સિરીઝ ફેમિલી મેનની સફળતા બાદ મનોજની ફિલ્મ ‘સિર્ફ એક બંદા કાફી હૈ’ તાજેતરમાં રિલીઝ થઈ છે. બે દાયકા કરતાં વધુ સમયથી બોલિવૂડમાં હોવાના

Read More...

સિંઘમ અગેઈનમાં સાત કલાકારોનો કાફલો

રોહિત શેટ્ટીએ સર્કસના પ્રમોશન દરમિયાન દીપિકા પાદુકોણનો રોલ કન્મફર્મ કર્યો હતો. રોહિત શેટ્ટી નવી ફિલ્મમાં ઉરી એક્ટર વિકી કૌશલને પોલીસ ઓફિસર બનાવવા ઇચ્છે છે. રણવીર સિંહ અને અક્ષય કુમાર કરતાં વિકીનું કેરેક્ટર તદ્દન અલગ હશે, પરંતુ તેને એક્શનથી ભરપૂર બતાવવામાં આવશે.

Read More...

મહાભારતના ‘શકુની મામા’ ગુફી પેન્ટલનું અવસાન

લોકપ્રિય ટીવી સિરિયલ મહાભારતમાં શકુની મામાની ભૂમિકા ભજવવા માટે જાણીતા બનેલા અભિનેતા ગુફી પેન્ટલનું સોમવારે વય સંબંધિત સમસ્યાઓના કારણે મુંબઈની હોસ્પિટલમાં અવસાન થયું હતું. તેઓ 79 વર્ષના હતાં. પીઢ અભિનેતાને છેલ્લાં આઠ દિવસથી મુંબઈના

Read More...

આયેશા ઝુલ્કાએ બોલીવૂડ કેમ છોડ્યું હતું?

ઘણા લાંબા સમય પછી એક સમયની ગ્લેમરસ અભિનેત્રી આયેશા ઝુલ્કાએ વેબસીરિઝથી આ ક્ષેત્રમાં ફરીથી પદાર્પણ કર્યું છે. તે છેલ્લે 2022માં તનુજા ચંદ્રાની સિરીઝ ‘હશ હશ’માં દેખાઈ હતી. તેણે થોડા સમય પહેલાં રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘હેપી ફેમિલી–કન્ડિશન્સ એપ્લાય’માં કામ કર્યું હતું.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store