ભારતીય જુનિયર મેન્સ હોકી ટીમ શનિવારે પાકિસ્તાન સામેની ફાઇનલ મેચમાં ઓમાનના સલાલાહમાં મેન્સ જુનિયર એશિયા કપ 2023 જીત્યા પછી બેંગલુરુ એરપોર્ટ પર તેમના આગમન પર એક જૂથ માટે પોઝ આપે છે(ANI Photo)

ભારતીય હોકી ટીમ ફરી એકવાર જુનિયર એશિયા કપ ચેમ્પિયન બની છે. ઓમાનના સલાલાહમાં રમાયેલી ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવ્યું હતું. ભારતે ચોથી વખત આ ખિતાબ જીત્યો છે. આ સાથે ભારતીય ટીમ ટુર્નામેન્ટની સૌથી સફળ ટીમ બની છે.

જુનિયર એશિયા કપની આ વર્ષે નવમી સિઝન હતી, જેમાં ભારતીય ટીમ છઠ્ઠી વખત ફાઈનલમાં પહોંચી હતી. ભારતે આ નિર્ણાયક મુકાબલામાં શરૂઆતથી જ આક્રમક રમત દાખવી હતી. 

મેચની 13મી મિનિટે અંગદ બીર સિંહે ગોલ કરીને ભારતને 1-0ની સરસાઈ આપી હતી. 15મી મિનિટે પાકિસ્તાનને પેનલ્ટી કોર્નર મળ્યો હતો, પણ ભારતે ગોલ થવા દીધો નહોતો. મેચની 20મી મિનિટે અરિજીત સિંહ હુંદલે ગોલ કરીને લીડ 2 – 0ની કરી હતી. હાફ ટાઈમે સ્કોર ભારત માટે 2 – 0 રહ્યો હતો. 

પાકિસ્તાનના બશારત અલીએ મેચની 38મી મિનિટે ગોલ કરીને લીડ ઓછી કરી હતી. તે પછી બન્ને ટીમ ગોલ કરી શકી નહોતી અને મેચ 2-1થી ભારતની તરફેણમાં સમાપ્ત થઈ હતી. ભારતે ટુર્નામેન્ટમાં કુલ 50 ગોલ કર્યા અને ટોપ સ્કોરર રહી હતી. 

LEAVE A REPLY

4 × five =