આશરે 24 મિલિયન ડોલરના બિટકોઇનના લોન્ડરિંગના આરોપસર અમેરિકાની ડિસ્ટ્રિક્ટ કોર્ટે ૪૮ વર્ષીય ઇન્ડિયન કેનેડિયન બિઝનેસમેનને અટકાયતમાં લીધા હતા. Payza.comના ભૂતપૂર્વ ઓપરેટર ફિરોઝ પટેલ સામે 17 મેએ આરોપનામું ઘડવામાં આવ્યું હતું.

ન્યાયવિભાગે બુધવારે એક યાદીમાં જણાવ્યું હતું કે  કોલંબિયા ડ્રિસ્ટ્રિક્ટના જજ ડેબનેય એલ ફ્રેડરીચે ટ્રાયલને પેન્ડિંગ રાખીને ફિરોજ પટેલને અટકાયતામાં લેવાનો આદેશ આપ્યો હતો.

આ અગાઉ અમેરિકાની જિલ્લા કોર્ટમાં ફિરોઝ અને તેના ૪૨ વર્ષીય ભાઇ ફરહાન અને તેમની કંપની એમએચ પિલ્લર સામે સુનાવણી થઇ હતી. ઉલ્લેખનીય છે કે એમએચ પિલ્લર નામની કંપની પાયઝા નામે બિઝનેસ કરતી હતી. ઇન્ટરનેટ આધારિત લાયસન્સ વગરના મની સર્વિસ બિઝનેસમાં ૨૫ કરોડ ડોલરથી વધુના વ્યવહારો તથા ઓપરેટ કરવા બદલ તેમની વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી હતી.

પાયઝા ડોટ કોમ દ્વારા લાયસન્સ વગર મની લોન્ડરિંગનો બિઝનેસ ચલાવવામાં આવ્યો હતો. આ બંને ભાઇઓએ પાયઝા ડોટ કોમ, એલર્ટ પે ડોટ કોમ અને ઇગો પે ડોટ કોમ નામની કંપનીઓની રચના કરી હતી.

ફિરોઝ પટેલે કરેલી સમજૂતી મુજબ તેને અમેરિકા સરકારને તેની તમામ મિલકતો જાહેર કરવી પડશે.આ અગાઉ ૧૦ નવેમ્બર, ૨૦૨૦ના રોજ ફિરોઝને ૩૬ મહિનાની સજા ફટકારવામાં આવી હતી.

LEAVE A REPLY

19 − nine =