રોહિત શેટ્ટીએ સર્કસના પ્રમોશન દરમિયાન દીપિકા પાદુકોણનો રોલ કન્મફર્મ કર્યો હતો. રોહિત શેટ્ટી નવી ફિલ્મમાં ઉરી એક્ટર વિકી કૌશલને પોલીસ ઓફિસર બનાવવા ઇચ્છે છે. રણવીર સિંહ અને અક્ષય કુમાર કરતાં વિકીનું કેરેક્ટર તદ્દન અલગ હશે, પરંતુ તેને એક્શનથી ભરપૂર બતાવવામાં આવશે. વિકી કૌશલ સામાન્ય રીતે રોમેન્ટિક રોલ કરે છે, પણ આ વખતે તેની એક્શન ઈમેજને બહાર લાવવા પ્રયાસ થશે. વિકી અને રોહિત વચ્ચે છેલ્લા ત્રણ વર્ષથી આ ફિલ્મ બાબતે વાત ચાલતી હતી. વિકીના કેરેક્ટરને નિખારવા માટે સ્ક્રિપ્ટનું કામ ચાલી રહ્યું છે. પ્લોટ બાબતે વિકી અને રોહિત શેટ્ટી સંમત છે અને સ્ક્રિપ્ટ ફાઈનલ થયા બાદ તેઓ ઓફિશિયલ જાહેરાત કરશે. સિંઘમની પ્રથમ ફિલ્મ રિલીઝ થયાને બે દસકા વીતી ચૂક્યા છે. આ સમયગાળામાં સિંઘમનો પાવર બોક્સઓફિસ પર વધ્યો છે. પહેલી બે સફળ ફિલ્મો બાદ ત્રીજી ફિલ્મ બનાવા રોહિત શેટ્ટી ચાર વર્ષથી પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ વચ્ચે કોરોના નડી ગયો.

ત્યારબાદ બોલિવૂડની ફિલ્મો ઓડિયન્સને પસંદ આવતી ન હતી. જેથી રોહિત શેટ્ટીએ થોડો સમય રાહ જોઈ અને ત્યાર બાદ ફિલ્મને ફ્લોર પર લઈ જવાની તૈયારીઓ શરૂ કરી છે. પાછલા એક વર્ષથી તેઓ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે ઓગસ્ટ મહિનાથી ફિલ્મને ફ્લોર પર લઈ જવાનો પ્લાન છે. જેથી આગામી વર્ષે ૧૫ ઓગસ્ટે તેને રિલીઝ કરી શકાય. ભારતની સૌથી મોટી પોલીસ યુનિવર્સની ફિલ્મ બનાવવા માટે રોહિત શેટ્ટીએ બજેટમાં સહેજ પણ સમાધાન કર્યું નથી. ફિલ્મની સફળતાનો ભાર એકલા અજય દેવગણના માથે નાખવાના બદલે રોહિત શેટ્ટીએ મલ્ટિસ્ટારનો વિકલ્પ પસંદ કર્યો છે.

તેઓ ભારત ઉપરાંત ફોરેન લોકેશન પર પણ શૂટિંગ કરવાના છે. સિંઘમમાં વિલનના રોલ માટે રોહિત શેટ્ટીએ પ્રકાશ રાજના બદલે જેકી શ્રોફની પસંદગી કરી છે. સૂર્યવંશીમાં જેકી શ્રોફે વિલનનો રોલ કર્યો હતો. ફરી એક વખત આતંકવાદી હરકતો માટે જેકી શ્રોફ મેદાને પડશે. કરીના કપૂર ખાન અજય દેવગનની પત્નીના રોલમાં જોવા મળશે. સૂત્રોના જણાવ્યા મુજબ, અક્ષયકુમાર અને રણવીર સિંહની જેમ દીપિકા પાદુકોણ પણ પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે. ૧૦૦-૧૧૫ દિવસમાં ફિલ્મનું શૂટિંગ પૂરું કરવાની રોહિત શેટ્ટીની ગણતરી છે.

LEAVE A REPLY

19 + 17 =