પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

એર ન્યુઝીલેન્ડ 2 જુલાઈથી ઓકલેન્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રસ્થાન કરતા મુસાફરોનું વજન કરવાનું શરૂ કરશે. એરલાઇને જણાવ્યું હતું કે તેને પેસેન્જર વેઇટ સરવે નામનો પ્રોગ્રામ ચાલુ કર્યો છે. તેનો હેતુ વિમાન માટે વજન અને વિતરણ પર ડેટા એકત્ર કરવાનો છે. એર ન્યુઝિલન્ડ જૂનથી જુલાઈ સુધી આ પ્રોગ્રામ ચાલુ રાખશે.  

આ પ્રોગ્રામને ‘આવશ્યક‘ પહેલ ગણાવીને એરલાઇને જણાવ્યું હતું કે વિમાનમાં પેસેન્જરના સરેરાશ વજન નક્કી કરવા માટે આ સરવેનો ઉપયોગ કરાશે. આ ડેટા પ્રસ્થાન પહેલા પાઇલટે જાણવા જરૂરી છે. સર્વેક્ષણ માટેઓકલેન્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગેટ લોન્જમાં બે વજનકાંટા ગોઠવવામાં આવશે. પેસેન્જરોને એરલાઈન પર ચડતા પહેલા તેમનું વજન કરવા માટે વજનકાંટા પર પગ મૂકવા માટે કહેવામાં આવશે. મુસાફરોએ સામાનને અન્ય વજનકાંટા પર મૂકવાનો રહેશે.  

એરલાઇનના લોડ કંટ્રોલ ઇમ્પ્રૂવમેન્ટ નિષ્ણાત એલિસ્ટર જેમ્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે અમે વિમાનમાં જતી દરેક વસ્તુનું વજન કરીએ છીએજેમાં કાર્ગોથી લઈને ઓનબોર્ડ ભોજન તથા હાથમાં રહેલા લગેજનો સમાવેશ થાય છે. 

કોઈપણ મુસાફરો કે જેઓ વજન કરવામાં અસ્વસ્થતા અનુભવે છેતેમને એરલાઈને ખાતરી આપી હતી કે તે સ્વૈચ્છિક છે અને એરપોર્ટ પર કોઇ જોઇ શકે તે રીતે વજનનું ડિસ્પ્લે કરાશે નહીં. 

LEAVE A REPLY

two + eighteen =