તાજેતરમાં જ બહાર પડેલા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનાં પરિણામમાં સુરતની જેલનું પરિણામ 100 ટકા આવ્યું છે. સુરતની લાજપોર જેલમાં બંધ 13 બંદીઓએ આ પરીક્ષા આપી હતી અને તમામ 13 બંદીઓ પાસ થઇ ગયા છે. આ રીતે જેલનું પરિણામ સો ટકા આવ્યું છે. જ્યારે ધો.10માં 14 કેદીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 13 પાસ થયા હતા.

નાની ઉંમરે કરેલી ભૂલ કે ગુનાની સજા ભોગવતા આ કેદીઓ સજા પૂરી કર્યા બાદ એક સારું જીવન જીવી શકે તે જરૂરી છે. લાજપોર મધ્યસ્થ જેલ, સુરત ખાતે જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવેલા આરોપીઓ તથા સજા ભોગવતા કેદીઓને જો બોર્ડની પરીક્ષા આપવા ઈચ્છા હોય તો તેમની માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જે અંતર્ગત જેલમાં કેદીઓ દ્વારા માર્ચ-એપ્રિલ 2023ના શૈક્ષણિક વર્ષ દરમિયાન ધોરણ-10ના બોર્ડની કુલ 14 કેદીઓ તેમજ ધોરણ-12ના બોર્ડની કુલ 13 કેદીઓએ પરીક્ષા આપી હતી.

LEAVE A REPLY

four × 5 =