પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કેલિફોર્નિયામાં સેનેટરોએ શીખોને મોટરસાઇકલ ચલાવતી વખતે સલામતી હેલ્મેટ પહેરવાથી મુક્તિ આપતું બિલ મંજૂર કર્યુ છે. સેનેટર બ્રાયન ડાહલે દ્વારા રજૂ કરાયેલું સેનેટ બિલ 847 આ અઠવાડિયે રાજ્યની સેનેટને 21-8 મતે ક્લિયર કર્યું છે અને હવે તે વિધાનસભામાં જશે.

“ધાર્મિક સ્વતંત્રતા એ આ દેશનો મુખ્ય પાયો છે. અમે અમેરિકનો તરીકે, મુક્તપણે પોતાનો ધર્મ વ્યક્ત કરવાનો અધિકાર ધરાવીએ છીએ અને હું માનું છું કે અધિકાર દરેકને સમાન રીતે વિસ્તરેલો હોવો જોઈએ. કોઈપણ કાયદો જે કોઈના ધર્મને વ્યક્ત કરવાની ક્ષમતાને મર્યાદિત કરે છે, તેની વિરુદ્ધ જાય છે તેમા ફેરફાર કરવો જરૂરી છે.આ દેશ બધા વિશે છે,” એમ સેનેટ ફ્લોર પર બિલ રજૂ કર્યા પછી દહલેએ એક નિવેદનમાં કહ્યું હતુ.

“આમ જેઓ પાઘડી અથવા પટકા પહેરે છે તેમને હેલ્મેટ પહેરવાથી મુક્તિ આપવી એ તેમની ધાર્મિક સ્વતંત્રતા સુરક્ષિત હોવાની ખાતરી કરવાનો એક સરળ રસ્તો છે,” એમ તેમણે ઉમેર્યું હતુ. 2021ના અમેરિકન કોમ્યુનિટી સર્વેના અંદાજ મુજબ, કેલિફોર્નિયામાં 211,000 શીખો રહે છે, જે યુએસમાં રહેતા તમામ શીખોના લગભગ અડધા છે.

સ્ટેટ સેનેટને જણાવવામાં આવ્યું હતું કે અત્યારે બજારમાં પાઘડી કે પટકા સમાવી શકાય તેવું કોઈ હેલ્મેટ અસ્તિત્વમાં નથી, પરંતુ શીખ સમુદાયના સભ્યોના મતે, પાઘડી એ પૂરતી સુરક્ષા છે. હાલમાં, 18 રાજ્યો અને વોશિંગ્ટન ડીસીમાં તમામ રાઇડર્સ માટે હેલ્મેટનો સાર્વત્રિક કાયદો છે. 29 રાજ્યોમાં નિર્દિષ્ટ રાઇડર્સ માટે હેલ્મેટ જરૂરી છે, સામાન્ય રીતે ચોક્કસ વય (સામાન્ય રીતે 18 અથવા 21) હેઠળના રાઇડર્સ માટે હેલમેટ ફરજિયાત છે.

માત્ર ઈલિનોઈસ, આયોવા અને ન્યૂ હેમ્પશાયરમાં મોટરસાઈકલ હેલ્મેટનો કોઈ કાયદો નથી. “જો કે અન્ય દેશો અને આપણા પોતાના સૈન્ય શીખોની ઊંડી માન્યતાઓ માટે અલગ વૈધાનિક અને કાયદાકીય સ્થાન પૂરુ પાડે છે. અમેરિકામાં જે રાજ્યોમાં હેલ્મેટની આવશ્યકતા છે, તેમાંથી કોઈને પણ ધાર્મિક પ્રથાના આધારે શીખો અથવા અન્ય કોઈપણ જૂથ માટે છૂટ નથી,” એમ ડહલેના કાર્યાલયના એક નિવેદનમાં જણાવાયું હતું. શીખો માટે હેલ્મેટના આ પ્રશ્ને કેનેડા અને યુકે જેવા અન્ય દેશોમાં પણ ચર્ચા-વિચારણા કરાઈ છે.

કેનેડામાં, શીખોને આલ્બર્ટા, બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા અને ઑન્ટારિયો સહિતના કેટલાક પ્રાંતોમાં મોટરસાઇકલ હેલ્મેટ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે. બિલના સમર્થકોમાં લિજેન્ડરી શીખ રાઇડર્સ, સિખ લિજેન્ડ્સ ઑફ અમેરિકા અને શીખ સેન્ટ્સ મોટરસાઇકલ ક્લબનો સમાવેશ થાય છે. સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ મુજબ 2020માં 5,500 થી વધુ મોટરસાયકલ સવારો મૃત્યુ પામ્યા હતા અને 1,80,000થી વધુને ક્રેશ ઇજાઓ માટે કટોકટી વિભાગોમાં સારવાર આપવામાં આવી હતી.

LEAVE A REPLY

7 + 19 =