Vol. 1 No. 24 About   |   Contact   |   Advertise July 20, 2023


 
 
ભારતની ઐતિહાસિક સિદ્ધિઃ ચંદ્રયાન-3નું સફળ અવકાશગમન

ભારતે શુક્રવાર, 14 જુલાઇએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સ્પેસપોર્ટ ખાતેથી દેશના ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન-3ને સફળતાપૂર્વક લોન્ચ કર્યું હતું. LVM3-M4 રોકેટ બપોરે 2.35 વાગ્યે અવકાશમાં આ અવકાશયાન મોકલવામાં આવ્યું હતું. આ યાન આશરે 40 દિવસ પછી ચંદ્ર પર ઉતરાણ કરશે. જો મહત્ત્વકાંક્ષી મિશનને સફળતા મળશે તો અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયેત યુનિયન જેવા ચુનંદા રાષ્ટ્રની કલમમાં ભારત સામેલ થઈ જશે. અવકાશયાનને પૃથ્વીથી ચંદ્ર સુધીની સફર કરવામાં લગભગ એક મહિનાનો સમય લાગવાનો અંદાજ છે અને 23 ઓગસ્ટે લેન્ડિંગની ધારણા છે. ઉતરાણ કર્યા પછી તે એક ચંદ્ર દિવસ માટે કાર્ય કરશે, જે લગભગ 14 પૃથ્વી દિવસ થાય છે. ચંદ્ર પરનો એક દિવસ પૃથ્વી પરના 14 દિવસ બરાબર છે.

Read More...
ફ્રાન્સની બેસ્ટિલ ડે પરેડમાં મોદી મુખ્ય અતિથિ બન્યા

વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર, 14 જુલાઇએ પેરિસમાં બેસ્ટિલ ડેની ઉજવણીમાં મુખ્ય અતિથિ બન્યાં હતા. બેસ્ટિલ ડેની ઉજવણીમાં ચાર રાફેલ ફાઇટર જેટ અને બે C-17 ગ્લોબમાસ્ટર્સે ભાગ લીધો હતો.

Read More...
2022માં ભારતીયોએ યુરોપના શેન્ઝેન વિઝા રીજેક્ટ થતાં રૂા. 90 કરોડ ગુમાવ્યા

શેન્ઝેન વિઝા ઇન્ફો દ્વારા તાજેતરમાં કરાયેલા એક સર્વેમાં જણાયું છે કે, ભારતીયોના શેન્ઝેન વિઝા રીજેક્ટ થવાને કારણે તેમને 2022માં અંદાજે રૂ. 90 કરોડનું નુકસાન થયું હતું.

Read More...
રીપબ્લિકન્સમાં ઓછું સમર્થન છતાં નિક્કી હેલીએ $7 મિલિયનનું ચૂંટણીફંડ મેળવ્યું

રિપબ્લિકન પાર્ટી વતી પ્રમુખપદની ઉમેદવારી જાહેર કરનારા નિક્કી હેલીએ 7.3 મિલિયન પરોક્ષ ડોનેશન સહિત બીજા ક્વાર્ટરમાં $26 મિલિયનનું ચૂંટણીભંડોળ એકત્ર કર્યું હતું.

Read More...
અમેરિકામાં વધી રહેલો હિન્દુફોબિયાનો મુદ્દો ભારતીયોએ સ્થાનિક સાંસદો સમક્ષ ઉઠાવ્યો

અમેરિકામાં ભારતીય મૂળના લોકો હિન્દુફોબિયાના નામે વધી રહેલી હિંસા અને હિન્દુઓ સામેના પડકારોના મુદ્દે ખૂબ જ ચિંતિત છે. પ્રતિષ્ઠિત ઇન્ડિયન અમેરિકન્સે સ્થાનિક સાંસદો સમક્ષ દેશમાં હિન્દુફોબિયાના મુદ્દે અવાજ ઉઠાવ્યો હતો.

Read More...
અમેરિકામાં 100 મિલિયનથી વધુ લોકો માટે ભારે ગરમીની ચેતવણી, યુરોપમાં પારો 48 ડિગ્રીએ

વિશ્વના ઉત્તર ગોળાર્ધ (નોર્ધન હેમિસ્ફિયર)માં ઉનાળો હજુ શરૂ જ થયો છે ત્યાં આકરી ગરમીનો અનુભવ યુરોપ, ચીન અને અમેરિકાના અનેક વિસ્તારોમાં શરૂ થઇ ગયો છે. અમેરિકાની નેશનલ વેધર સર્વિસે એરિઝોના, કેલિફોર્નિયા,

Read More...
અમેરિકામાં શમિના સિંહની પ્રેસિડેન્ટની એક્સપોર્ટ કાઉન્સિલમાં નિમણૂક

અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને ઇન્ડિયન અમેરિકન બિઝનેસ અગ્રણી શમિના સિંહની પ્રેસિડેન્ટની એક્સપોર્ટ કાઉન્સિલમાં નિમણૂકની જાહેરાત કરી હતી. આ કાઉન્સિલ આંતરરાષ્ટ્રીય વ્યાપારના ક્ષેત્રમાં એક મુખ્ય રાષ્ટ્રીય સલાહકાર સમિતી તરીકે કાર્ય કરે છે.

Read More...
રોબિન્સવિલે BAPS મંદિર સામેના સિવિલ કેસમાંથી ખસી જવાનો અનેક કારીગરોનો નિર્ણય

​​અમેરિકાના ન્યૂ જર્સી નજીકના રોબિન્સ વિલે ખાતે ખાતે બંધાઇ રહેલાં વિશ્વના સૌથી મોટા અને ભવ્ય સ્વામિનારાયણ મંદિર (BAPS)ના નિર્માણ કાર્યમાં લાગેલા કેટલાક સ્વયંસેવક-કારીગરોએ મંદિર સામે અમેરિકાની કોર્ટમાં દાખલ કરાયેલા સિવિલ કેસમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો.

Read More...
ભારત સાથેના દ્વિપક્ષીય સંબંધોને અમેરિકા ખૂબ મહત્વ આપે છેઃ જેનેટ યેલેન

ગાંધીનગરમાં ચાલી રહેલી જી-20 બેઠકોના ભાગરૂપે યોજાનારા ઇન્ડિયા-યુએસ ડાયલોગ પહેલાં અમેરિકાના નાણાપ્રધાન જેનેટ યેલેને સોમવારે જણાવ્યું હતું કે યુએસ અને ભારત વિશ્વના સૌથી ગાઢ ભાગીદારોમાંના એક છે અને તેમનો દેશ તેના G20 પ્રમુખપદ દરમિયાન ભારતના નેતૃત્વની પ્રશંસા કરે છે.

Read More...
માનહાનિ કેસમાં ગુજરાત હાઇકોર્ટનો આદેશ રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરનેમ અંગેના માનહાનિ કેસમાં ગુજરાત હાઇકોર્ટના 7 જુલાઇને આદેશને શનિવાર, 15 જુલાઇએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઇકોર્ટે આ ગુનાહિત બદનક્ષી કેસમાં રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાનો ઇનકાર કર્યો હતો.

Read More...

  Sports
વિમ્બલ્ડનમાં અલ્કારાઝ, વોન્ડ્રોસોવા નવા ચેમ્પિયન્સ

રવિવારે (16 જુલાઈ) સ્પેનના 20 વર્ષના કાર્લોસ અલ્કારાઝે ડીફેન્ડીંગ ચેમ્પિયન, 36 વર્ષના નોવાક જોકોવિચને પાંચ સેટની ફાઈનલના લાંબા મુકાબલામાં 1-6, 7-6 (8-6), 6-1, 3-6, 6-4થી હરાવી એક નવા યુગનો આરંભ કર્યો હતો.

Read More...
વિમ્બલ્ડન ફાઇનલમાં ટૉસ કરનાર મુઆવિઝનો જ્યોર્જ અને શાર્લોટ સાથે પરિચય કરાવાયો

વોટરએડ માટે લગભગ £10,000 એકત્ર કરનારા બકિંગહામશાયરના મુઆવિઝ અનવર નામના 8 વર્ષના બાળકને રવિવારે 16 જુલાઈના રોજ વિમ્બલ્ડનની પુરૂષોની સિંગલ્સની ફાઈનલ મેચમાં સેન્ટર કોર્ટમાં ટૉસ ઉછાળવાની તક મળી હતી.

Read More...
વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ ટેસ્ટમાં ભારતનો રેકોર્ડ વિજય

ભારતીય ક્રિકેટ ટીમે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસમાં પ્રથમ ટેસ્ટ મેચમાં એક ઈનિંગ અને 141 રને રેકોર્ડ વિજય હાંસલ કર્યો હતો. કેરેબિયન ટીમનો ત્રીજા જ દિવસે નામોશીભર્યો પરાજય થયો હતો. ભારત તરફથી નવોદિત ઓપનર યશસ્વી જયસ્વાલ અને સુકાની રોહિત Read More...

અમેરિકામાં મેજર લીગ ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ

અમેરિકામાં 13 જુલાઈએ મેજર લીગ ક્રિકેટનો આરંભ થયો હતો. ટેક્સાસના ગ્રાંડ પ્રેઈર ખાતે આ ટુર્નામેન્ટ વિષે વાત કરતાં મેજર લીગ ક્રિકેટના કો-ફાઉન્ડર સમીર મહેતાએ કહ્યું હતું કે, અમેરિકામાં ક્રિકેટનો વિકાસ,

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
વર્જિન એટલાન્ટિકે પાકિસ્તાન માટેની ફ્લાઈટ્સ બંધ કરી

બ્રિટિશ એરલાઈન્સ કંપની વર્જિન એટલાન્ટિકે પાકિસ્તાનમાં તેની ફ્લાઇટ સર્વિસ બંધ કરી દીધી છે. સિવિલ એવિયેશન ઓથોરિટીના એક પ્રવક્તાએ જણાવ્યું કે સાત વીકલી ફ્લાઇટ સાથે બ્રિટિશ એરલાઈન્સે ડિસેમ્બર 2020માં અઠવાડિયામાં સાત ફ્લાઈટ સાથે ઈસ્લામાબાદ એરપોર્ટ પર વિમાન સેવા ચાલુ કરી હતી.

Read More...
અનિલ અંબાણીના પાવર પ્લાન્ટ્સ પર ગૌતમ અદાણીની નજર

ગૌતમ અદાણી દેવામાં ડુબેલા અનિલ અંબાણીના પાવર પ્લાન્ટ્સ ખરીદવાનું વિચારે છે. અનિલ અંબાણીના કોલસા આધારિત પાવર પ્લાન્ટ્સની હરાજી થવાની છે જેમાં ગૌતમ અદાણી બોલી લગાવી શકે છે. અનિલ અંબાણીની કંપનીઓ દેવું ભરવામાં નિષ્ફળ રહેતા ઈન્ડિયન બેન્કરપ્સી કોર્ટ દ્વારા તેની હરાજી કરવામાં આવશે.

Read More...
વિદેશી કામદારો માટે કુવૈત સૌથી ખરાબ, મેક્સિકો શ્રેષ્ઠ

એક્સપેટ્સ ઇન્સાઇડર 2023 નામના એક ગ્લોબલ સરવેમાં મેક્સિકો અને સ્પેન વિદેશી કર્મચારીઓ માટે શ્રેષ્ઠ ગણવામાં આવ્યા છે જ્યારે કુવૈત અને નોર્વેને સૌથી ખરાબ દેશ ગણવામાં આવ્યા છે. આ સરવેમાં કુલ 53 દેશોને આવરી લેવાયા હતા જેમાં ભારત 36મા સ્થાને આવ્યું છે.

Read More...
ભારત 2075 સુધી વિશ્વનું બીજા ક્રમનું સૌથી મોટું અર્થતંત્ર બનશેઃ ગોલ્ડમેન

1.4 બિલિયન વસ્તી ધરાવતા ભારતના અર્થતંત્રમાં નાટકીય વધારો થવાની ધારણા અને ભારત 2075 સુધીમાં વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, એમ ગોલ્ડમેન સૅક્સના એર રીસર્ચ રીપોર્ટમાં જણાવાયું છે. હાલમાં ભારતનું ઇકોનોમી આ સમયગાળા સુધીમાં 52.5 ટ્રિલિયન ડોલરનું થશે જે અમેરિકા કરતાં મોટું હશે અને ચીન પછી વિશ્વમાં બીજા ક્રમે હશે.

Read More...
બ્લૂમબર્ગના ‘અમેરિકન ડ્રીમ’ શોમાં દર્શાવાઈ ક્યુ હોટેલ્સ

બ્લૂમબર્ગ ટીવી પર “ધ અમેરિકન ડ્રીમ” ના એપિસોડમાં ન્યુ ઓર્લિયન્સ એરિયાના હોટેલિયર વિમલ પટેલ અને તેમના ભાગીદારો દર્શાવવામાં આવ્યા છે. આ શો યુ.એસ.માં ઇમિગ્રન્ટ્સની વાર્તાઓ રજૂ કરે છે જેમણે લુઇસિયાનાના લાપ્લેસમાં પટેલની ક્યૂ હોટેલ્સ જેવા સફળ વ્યવસાયો શરૂ કર્યા હતા.

Read More...
BWH હોટેલ્સે ટેક્સાસ અને ટેનેસીમાં નવી પ્રોપર્ટી લોન્ચ કરી

BWH હોટેલ્સે તાજેતરમાં સમગ્ર અમેરિકામાં બહુવિધ નવી પ્રોપર્ટીઝ ઉમેરી છે જેમાં નવા ઉમેરાઓમાં તારિક ફારુકની માલિકીની લુબોક, ટેક્સાસમાં વેસ્ટ ઇન એન્ડ સ્યુટ્સ અને બળવંત જરીવાલાની માલિકીની પિજન ફોર્જ, ટેનેસીમાં સ્યોરસ્ટે પ્લસનો સમાવેશ થાય છે.

Read More...
પેટ પોવર્ટી સામે લડવા મોટેલ 6 અને સ્ટુડિયો 6ની હ્યુમન સોસાયટીની ભાગીદારી

પેટના સ્પોન્સર ઇકોનોમી લોજિંગ બ્રાન્ડ્સ મોટેલ 6 અને સ્ટુડિયો 6એ ‘મોર ધેન અ પેટ કેમ્પેઇન’ માટે અમેરિકાની હ્યુમન સોસાયટી સાથે ભાગીદારી કરી છે. આ પહેલનું ધ્યેય પેટ પોવર્ટી કટોટગી અંગે જાગૃતિ વધારવાનું છે.

Read More...
  Entertainment

ક્રિતિ સેનન નિર્માત્રી બની

ક્રિતિ સેનને અભિનય પછી હવે નિર્માત્રી બનીને બોલીવૂડમાં પોતાનું નસીબ અજમાવ્યું છે. ક્રિતિએ પ્રોડ્યુસર તરીકે પોતાની પહેલી ફિલ્મ ‘દો પત્તી’ બનાવવાની જાહેરાત કરી છે. મર્ડર મિસ્ટ્રી ધરાવતી આ ફિલ્મમાં કાજોલનો લીડ રોલ છે. કાજોલ અને ક્રિતિ આઠ વર્ષ પછી સાથે કામ કરશે.

Read More...

પેરિસ ફેશન શોમાં સોનમનો દબદબો

અભિનેત્રી સોનમ કપૂર સાચા અર્થમાં ફેશન આઇકોન છે. જ્યારે પણ તે શહેરની બહાર જાય છે અથવા તો કોઇ ઇવેન્ટમાં જાય ત્યારે પોતાનાં ફેશનેબલ લૂકથી તે ચાહકો અને મીડિયામાં છવાઇ જાય છે. સોનમ બોલીવૂડની એવી અભિનેત્રી છે જેણે ફિલ્મ ઉદ્યોગમાં સ્ટાઇલ અને ફેશનની વ્યાખ્યા બદલી નાખી છે.

Read More...

રેખાઃ કલ, આજ ઔર કલ

ભારતીય સિનેમાની સદાબહાર અભિનેત્રી રેખાના ચાહકો દેશ-વિદેશમાં છે. તેઓ ઘણાં વર્ષોથી ફિલ્મો અને ફોટોશૂટથી દૂર રહ્યાં છે. તાજેતરમાં તેમણે વોર અરેબિયા મેગેઝિનના કવરપેજ માટે ફોટોશૂટ કરાવ્યું હતું. રેખાએ મુગલ અને મહારાજા શૈલીના ડ્રેસ-જ્વેલરી સાથે કરાવેલું ફોટોશૂટ

Read More...

KBCની 15 મી સીઝનમાં ટેકનોલોજિકલ ફેરફાર જોવા મળશે

અમિતાભ બચ્ચન આજે પણ ફિલ્મોની સાથે ટેલિવિઝન ક્ષેત્રે પોતાનું અનોખું સ્થાન ધરાવે છે. છેલ્લા 23 વર્ષથી તેઓ જાણીતા ટીવી શો- કૌન બનેગા કરોપડતિ (KBC)નું સંચાલન કરી રહ્યા છે. હવે તેઓ કેબીસીની 15મી સિઝન લઈને આવી રહ્યા છે. આ અંગે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરતાં સોની ટીવીએ પ્રોમો રિલીઝ કર્યો છે, જેમાં આ શોમાં મોટા ફેરફાર લાવવાની જાહેરાત કરવામાં છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store