પેટના સ્પોન્સર ઇકોનોમી લોજિંગ બ્રાન્ડ્સ મોટેલ 6 અને સ્ટુડિયો 6એ ‘મોર ધેન અ પેટ કેમ્પેઇન’ માટે અમેરિકાની હ્યુમન સોસાયટી સાથે ભાગીદારી કરી છે. આ પહેલનું ધ્યેય પેટ પોવર્ટી કટોટગી અંગે જાગૃતિ વધારવાનું છે. તે જરૂરિયાતમંદ પેટ માલિકોને નાણાકીય સહાય ઓફર કરે છે અને તેમને પેટ કેરની સગવડ પૂરી પાડે છે, તેના આ પગલાનું છેવટનું ધ્યેય ફેમિલી અને પેટ જોડે રહે તે છે.

આ ભાગીદારી દ્વારા મોટેલ 6 અને સ્ટુડિયો 6 જરૂરિયાતમંદ વિસ્તારોમાં પેટ ફૂડના નવ ટ્રક લોડ દ્વારા 15,300 પ્રાણીઓને એક મહિનાનું ભોજન પૂરુ પાડવામાં આવે છે. મોટેલ 6 તમામ સ્થળોએ પાલતુ પ્રાણીઓ માટે મફત રોકાણની ઓફર કરે છે, જ્યારે સ્ટુડિયો 6 પાલતુ પ્રાણીઓને યુ.એસ. અને કેનેડાની પ્રોપર્ટીઝમાં તેમના એક્સ્ટેન્ડેડ સ્ટે પર નજીવી ફી સાથે રોકાવવાની છૂટ આપે છે.

“અમે યુનાઇટેડ સ્ટેટ્સની હ્યુમન સોસાયટી સાથેની આ ભાગીદારી વિશે ઉત્સાહી છીએ જે પ્રેમાળ વ્યક્તિઓના પેટ એનિમલ્સની માલિકી સાથે સમર્થન આપે છે, અહીં બજેટને લઈને કોઈ વાંધો નથી,” એમ મોટેલ 6 અને સ્ટુડિયોની પેરેન્ટ કંપની G6 હોસ્પિટાલિટીના પ્રમુખ અને વચગાળાના સીઇઓ જુલી એરોસ્મિથે જણાવ્યું હતું. “જે લોકો રસ્તા પર તેમના રુંવાટીદાર મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય પસાર કરવા માંગતા હોય, તેમના માટે અમે આરામ કરવા અને રમવા માટે એક સસ્તું, સ્વચ્છ અને આરામદાયક સ્થળ પ્રદાન કરવા માટે હાજર રહીશું.”

LEAVE A REPLY

three + 18 =